SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જે સમયમાં લોકોને સાત્ત્વિક આનંદની સાથે મનોરંજન પૂરું પાડે તેવાં ઘણાં અલ્પ સાધનો હતાં, તે સમયે આ પર્વો-તહેવારો માનવીને માટે ઉત્તમ આનંદપ્રવૃત્તિ બની રહેતી હતી. પ્રાચીન સમયથી શરૂ થયેલા કેટલાય તહેવારો, સમયાનુસાર ફેરફારો સાથે આજે પણ ઊજવાતા રહે છે, એ એના જીવંતપણાની ઉત્તમ નિશાની છે. પર્વના દિવસો ભલે થોડા હોય પરંતુ જીવનમાં ઉલ્લાસ અને ઉમંગ લાવવાનું ઉત્તમ કાર્ય કરે છે. હિંદુ ધર્મના અનેક ઉત્સવો છે. જન્મ પૂર્વેની અવસ્થાથી આરંભીને મૃત્યુ પછીની અવસ્થા સાથે તહેવાર-સંસ્કાર-ધાર્મિક વિધિ વગેરે સાથે સંકળાયેલાં છે. જીવનની પ્રત્યેક પળને ઉત્સવનું રૂપ આપી ઊજવવાનો ભ૨પૂર આનંદ માણવાનું હિંદુ ધર્મ દર્શાવે છે. કેટલાક તહેવારોની સાથે વ્રત, તપ, ઉપવાસ, જાપ, પૂજા, અનુષ્ઠાન આદિ ક્રિયાઓ સંકળાયેલ છે. ‘બે ઘડી મોજ', કે “ઘડી જીવતરમાં ઘડી એક સુખની' માણી લેવાનો કોઈ પણ ધર્મનો ઉદેશ હોઈ ન શકે. દાન, શીલ, તપ, જપ વગેરેને, દેહદમન કે સંયમ અને ત્યાગને, સાધના અને આરાધનાને તહેવારો સાથે જોડી દઈ, લોકકલ્યાણ અને લોકમાંગલ્યની ઉત્તમ ભાવના, ભારતીય મનીષીઓએ તહેવારો સાથે જોડી દઈને મહાન ઉપકાર કર્યો છે. હિંદુ ધર્મના અનેક તહેવારો છે, પ્રત્યેકનું વિગતે વર્ણન પણ અહીં પ્રસ્તુત નથી, એક સ્વતંત્ર ગ્રંથ થઈ શકે તેટલી લેખનસામગ્રી એ માટે મળી શકે તેમ છે. પરંતુ મહત્ત્વના તહેવારોની થોડી વિગત આપીને જ કલમ ઉપર અંકુશ મૂકી દેવો પડશે. વીર વિક્રમનું નૂતન વર્ષ, ભાઈબીજ, લાભપાંચમ કે જ્ઞાનપાંચમ, તુલસીવિવાહ - દેવદિવાળી, કાર્તિક પૂર્ણિમા, મકરસંક્રાંતિ, મહાશિવરાત્રિ, હોળી, ગુડી પડવો, ગુરુપૂર્ણિમા, જન્માષ્ટમી, બળેવ, ગણેશચતુર્થી નવરાત્રિદશેરા અને દિવાળી વગેરે મહત્ત્વના તહેવારોની સંક્ષેપમાં વિગત નીચે પ્રમાણે અન્નકૂટ પણ દેવની આગળ ધરવામાં આવે છે અને એ અન્નકૂટનો પ્રસાદ પ્રાપ્ત કરીને શ્રદ્ધાળુઓ પોતાને ખૂબ ધન્ય માને છે. દૂર રહેલાં સ્વજનો મિત્રોને તાર-ટેલિફોન કે પત્રથી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે, ભાઈબીજને દિવસે ભાઈ, બહેનને ઘેર જમવા માટે જાય છે, પરસ્પર મંગલભાવના અને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે, બહેન ભાઈને પ્રગતિ અને સર્વાગી સુખની શુભેચ્છાઓ પાઠવે છે, ભાઈ-બહેનને યોગ્ય ભેટસોગાદ આપી આનંદ અનુભવે છે. લાભ પાંચમના દિવસથી વેપારીઓ નવા વર્ષના વેપારનાં મંગલાચરણ કરે છે, નવા સોદાઓ કરે છે અને પરસ્પરને શુભેચ્છા પાઠવે છે. એપ્રિલ ૧લીથી નાણાકીય વર્ષનો આરંભ ગણાવામાં આવતો હોવાથી આ દિવસનું મહત્ત્વ હવે પહેલાંના જેટલું રહ્યું નથી, છતાં મુહૂર્તના સોદા માટે અનેક વેપારીઓ આ દિવસ પસંદ કરી, પોતપોતાના ઇષ્ટદેવને વંદનસ્મરણ-પૂજા વગેરે માંગલિક કાર્યોથી નવા વર્ષના કામનો આરંભ કરે છે. ૧૪મી જાન્યુઆરી મકરસંક્રાંતિ વૈજ્ઞાનિક તહેવાર છે. આ દિવસે સૂર્યની દક્ષિણ ગોળાર્ધની ગતિ પૂર્ણ થાય છે અને એ ઉત્તર ગોળાર્ધ તરફ ગતિ કરવા લાગે છે, તેથી એને ઉત્તરાયણ પણ કહે છે. પોષ મહિનામાં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતો હોવાથી જ આને મકરસંક્રાંતિ કહે છે. સંક્રાંતિ એટલે સમ્યક ક્રાંતિ. હિન્દુસ્તાનના વિવિધ રાજયમાં, વિવિધ રીતે આ તહેવાર ઉજવાય છે. ગુજરાતમાં પતંગ ઉડાડીને, તામિલનાડુમાં પોંગલની ઉજવણી કરીને, લણણીનો ઉત્સવ ઉજવીને, કેરળમાં ફૂલો – રંગોળીના શણગાર કરીને, નૌકાસ્પર્ધાઓ યોજીને, નદીના પટમાં દીપ પ્રગટાવી, દીપની પૂજા કરી, નદીના પ્રવાહમાં તરતા મૂકીને, સંગમના પવિત્ર સ્નાનથી, મહારાષ્ટ્રમાં ‘તિલગુળ' તલના લાડુ એ કબીજાને પ્રેમથી આપી તથા ગૌપૂજા કરીને , બ્રાહ્મણોને દાન આપીને, દક્ષિણા આપીને તહેવારને અનોખી રીતે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી મહામાસની વદ ૧૪ને મહાશિવરાત્રી તરીકે ગણવામાં આવે છે. મહાશિવરાત્રી ઉત્સવ નથી પણ વ્રત છે. શિવભક્તોનું આ ઉત્તમ આરાધનાપર્વ છે. હરણું પણ આપણા જીવનને નવો બોધ આપે છે. સહજપણે વીર વિક્રમનું નવું વર્ષ આપણા દેશના કેટલાક ભાગમાં ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે, ‘નૂતન વર્ષાભિનંદન’ કે ‘સાલ મુબારક જેવાં વાક્યોથી પરસ્પરનું અભિવાદન કરવામાં આવે છે. હિંદુ ધર્મનાં બધાં મંદિરોમાં પૂર્જા , દર્શન, આરતી વગેરે યોજાય છે. કેટલાક સંપ્રદાયમાં સર્વધર્મ દર્શન ૧૪ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy