SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. વેદને પ્રમાણ માનનારા આ છયે ‘આસ્તિક’ દર્શનો છે. દર્શન-કપિલમુનિએ રચ્યું છે, એ અતિપ્રાચીન છે. યોગસૂત્રપતંજલિનું રચેલું છે. વૈશેષિક સૂત્ર કણાદે રચ્યું છે, ન્યાયદર્શન – ગૌતમનું રચેલું છે. ‘પૂર્વમીમાંસા’ જૈમિનીએ અને ‘ઉત્તરમીમાંસા’ બાદરાયણ વ્યાસે રચ્યાં છે. આ છયે દર્શનનો પ્રધાન ઉદ્દેશ તો હિંદુ ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સરળ રીતે પરિચય કરાવવાનો છે. સહુ કોઈને માટે ઉપકારક બની રહે અને ધર્મનાં મર્મો-રહસ્યો સહેલાઈથી સમજાવવાનું કાર્ય આ ષડ્દર્શનોએ કર્યું છે અને હિંદુ ધર્મને સમજવાની ભૂમિકા પૂરી પાડી છે, સત્ય દર્શન કરાવ્યું છે. ૧૮ પુરાણમાં પ્રતિપાદિત ધર્મ - વેદમાંથી વિસ્તાર પામીને, વેદના પછીના કાળમાં, જે ધાર્મિક જીવન આરંભાયું તેનું અંતિમ રૂપ છે. પુરાણને મતે પરમાત્મા એ જગતની સૃષ્ટિ - ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે અને એ ત્રણ ક્રિયાઓના લીધે એનાં (૧) બ્રહ્મા (૨) વિષ્ણુ (૩) મહેશ-શિવ, એમ ત્રણ રૂપો દર્શાવવામાં આવ્યા છે. પરમાત્માની સઘળી લીલા આ ત્રણ ક્રિયામાં સમાઈ જાય છે. પ્રાચીન કાળના ઇન્દ્ર, વરુણ વગેરે દેવોને બદલે, પૌરાણિક સમયમાં ઉત્પન્ન થયેલી આ ત્રિમૂર્તિ પરમાત્માનું સમગ્ર સ્વરૂપ બતાવવા સમર્થ છે. તેથી હવેના હિંદુ ધર્મમાં આ ત્રિમૂર્તિના ત્રણ દેવો સર્વ દેવોમાં મુખ્ય ગણાય છે. વિષ્ણુના અવતાર ઃ હિંદુ ધર્મની માન્યતા મુજબ વિષ્ણુ જગતના પાલનકર્તા છે તેથી એને જગતના રક્ષણ તથા કલ્યાણ માટે, જગતમાં ઊતરી-અવતરી, વિવિધ કાર્યો કરવાનાં હોય છે. આ અવતરવું એ કાંઈ અન્ય સ્થળેથી નીચે આવવાનું નથી પણ પોતાના અનંતસ્વરૂપની કલાઓ - વિભૂતિઓ છે અને સંસારી જીવોને એ અનુભવગમ્ય કરાવવી તેનું નામ જ અવતાર છે. વિષ્ણુના દશ અવતારનો ઉલ્લેખ મળે છે અને વિસ્તૃત નામાવલિ પ્રમાણે ૨૪ અવતાર ગણવામાં આવે છે. રામ, કૃષ્ણ, બુદ્ધ આદિને વિષ્ણુના અવતાર ગણવામાં આવ્યા છે. પુરાણોમાં ભક્તિ ઉપરાંત યોગસાધના અને મૈત્રી આદિ ભાવનાનું રસમય આલેખન મળી આવે છે. દુઃખની નિવૃત્તિ - હૃદયમાં ‘અલખ’ જગાવીને કરવાની છે. આ ‘અલખ’ જગાવવા માટે નીતિ, જ્ઞાન, ધ્યાન, પ્રેમ વગેરે અનેક સર્વધર્મ દર્શન સાધનો ઉપકારક બની શકે તેમ છે. આપણે સૌએ તેમાંના કોઈ પણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી, જીવનને ધન્ય બનાવવાનું પુણ્યકામ કરવાનું છે. હિંદુ ધર્મની વિશેષતાઓ : (૧) હિંદુ ધર્મ અત્યંત વ્યાપક અને વિશાળ છે. આ ધર્મનો કોઈ સંસ્થાપક નથી અને આ ધર્મ પાળનારાની સંખ્યા ઘણી મોટી છે. આ હિંદુ ધર્મની સૌથી પ્રથમ ધ્યાન ખેંચે તેવી વિશિષ્ટતા તેની અહિંસાની ભાવના છે. જીવદયાના સિદ્ધાંતને કારણે જ હિંદુ ધર્મ વિશ્વમાં અજોડ ગણાય છે. જગતના જીવ માત્ર પ્રત્યે મૈત્રી અને અનુકંપા હિંદુ ધર્મનો આદેશ છે. ગાયમાં દૈવી અંશો અભિપ્રેત છે તેમ માને છે. પશુ-પંખી કે જળના જીવો પ્રત્યે પણ અનુકંપાભાવ છે. તેથી શાકાહાર કે ફળાહાર હિંદુનો મુખ્ય આહાર છે – હોવો જોઈએ. (૨) અનેક દેવ-દેવીઓની પૂજા – ઉપાસના, વ્રત, તપ વગેરેનો આવકાર આ ધર્મનું મહત્વનું આકર્ષણ છે. ઇન્દ્ર, વરુણ આદિ પ્રાકૃતિક તત્ત્વોનો દેવ તરીકે સ્વીકારથી આરંભીને તેત્રીશ કરોડ દેવતા સુધીની વિરાટ કલ્પના હિંદુ ધર્મની માન્યતા છે. દેવ-દેવીની ઉપાસનાની બાબતમાં આ ધર્મ વ્યક્તિને પૂરી સ્વતંત્રતા આપે છે. વિષ્ણુ, શિવ, રામ, હનુમાન, શક્તિની ઉપાસના, નાગપૂજા, પિતૃપૂજા વગેરે મુખ્ય છે. (૩) ધર્મ-સહિષ્ણુતા : હિંદુ ધર્મને અનોખું સ્થાન આપે છે. આ ભૂમિ પર વસનાર, દરેકને પોતાની ઇચ્છા મુજબ ધર્મ પાળવાની છૂટ છે. ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, પારસી ધર્મ – વિશ્વનો કોઈપણ ધર્મ પાળીને વ્યક્તિ આ ધરતી પર સુખેથી જીવી શકે તેવી ધર્મ સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવ આ ધર્મની ખાસિયત છે. ધર્મને નામે અશાંતિ આ ધર્મમાં કલ્પી શકાતી ન હતી ! (૪) સર્વધર્મ સમભાવની હિંદુ ધર્મની ભાવનાએ એની ઉદારતાનો ઉત્તમ પરિચય આપ્યો છે. ઈશ્વરપ્રાપ્તિના અનેક માર્ગો છે અને દરેકને પોતાનો ધર્મ પાળવાની અનુકૂળતા કરી આપનાર હિંદુ ધર્મ છે. વિદેશી ધર્મને, આ દેશમાં આવકારનાર, એનું રક્ષણ કરનાર હિંદુ ધર્મ છે. તેથી જ કદાચ, ભારતની ભૂમિને ધર્મ અને આધ્યાત્મિકતાનું પિયર ગણવામાં આવે છે. ૧૦ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy