SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમૂલ્યો હોવાં જોઈએ તેની પણ ધર્મશાસ્ત્રકારોએ ચર્ચા કરી છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ તપાસીને, તેમાંથી ચાર ઉદ્દેશો શોધી કાઢ્યા છે, જેને ‘પુરુષાર્થ કહે છે. (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ (૪) મોક્ષ. આ ચારમાંથી, સૌથી વિશેષ ભાર “ધર્મ પુરુષાર્થ’ પર મૂકવામાં આવ્યો છે. માનવીના જીવનમાંથી જો ધર્મ પુરુષાર્થ ચાલ્યો જાય તો બાકી કશું સારું રહેતું નથી – જીવન નિરર્થક બની જાય છે. (૧) ધર્મઃ ધર્મ એ મનુષ્યજીવનનો પ્રધાન ઉદેશ યાને પરમ પ્રયોજન હોઈ સર્વના અગ્રસ્થાને છે. અહીં ધર્મ એટલે નીતિ અને સદાચાર; ધર્મ એટલે ઈશ્વરનિષ્ઠા એમ બંને અર્થ સ્વીકારવા યોગ્ય છે. અર્થ અને કામ (સુખ) બંનેમાં ધર્મને કેન્દ્રમાં રાખીને વ્યક્તિએ બધી જ પ્રવૃત્તિમાં પૂરેપૂરો રસ લેવાનો છે, અર્થ કે કામનો ત્યાગ કરવાથી તો અનેક વિકટ સમસ્યાઓ સર્જાશે. જીવનના દરેક કાર્યમાં, અર્થની જરૂર પડે છે અને દાન વગેરેમાં પણ અર્થ આવશ્યક છે જ. તેથી ધનનો તિરસ્કાર કોઈ પણ પરિસ્થિતિમાં, આવકાર્ય છે જ નહીં. ધર્મ એટલે અમુક કર્મ કરવાની આજ્ઞા, નિયમો. જે નિયમોનું પાલન કરવાથી એ ટકી રહે છે. આ ધર્મપુરુષાર્થ પ્રત્યેક વ્યક્તિમાં અનિવાર્ય છે. (ર) અર્થ: અર્થ એટલે પૈસો - ધન. આ દુનિયાના સુખનું એક સાધન હોવા છતાં એને મેળવવા માટે મનુષ્ય સતત દોડધામ કરે છે. સંસાર ચલાવવા, ગૃહસ્થાશ્રમની જરૂરિયાતો પૂરી પાડવા અર્થ પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ. પરંતુ ધનની તૃષ્ણા “ધર્મ'ને ભૂલાવી દે છે. અર્થનો ધર્મ સાથે સંબંધ ખૂબ જરૂરી છે. અર્થને ધર્મથી અલગ કરી દેતાં, આજના વિશ્વમાં કેવાં ભયંકર પરિણામો આવ્યાં છે તે આપણે સૌ જાણીએ છીએ. ‘પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ.” આ સૂત્ર, આજના માનવીનું પ્રિય સૂત્ર બની ગયું છે. અનીતિથી દ્રવ્ય સંપાદન કરવું, ભેળસેળ, ભ્રષ્ટાચાર, લાંચ-રૂશવત, સંગ્રહખોરી, કાળાંબજાર, કરચોરી, કૃત્રિમ અછત, છેતરપિંડી, દગો-ફટકો-કેટકેટલાં દૂષણો આજે તો સર્વત્ર ફાલ્યાંફૂલ્યાં છે ! ધનનો તૃષ્ણારૂપી રાક્ષસ -દાનવ આજે માનવીને ભરખી રહ્યો છે, કારણ કે મૂળમાંથી ધર્મ ચાલ્યો ગયો છે. તેથી જ બધા ધર્મના ઉત્તમ પુરુષોએ જીવનના કેન્દ્રમાં - જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મ હોવો જ જોઈએ એ માટેનો સતત પુરુષાર્થ કરવો જોઈએ, એમ વારંવાર કહ્યું છે. (૩) કામ: કામ એટલે ઇચ્છા, સુખની ઇચ્છા - વૈષયિક સુખની ઇચ્છા, મનુષ્યની સર્વ કામનાનો વિષય તે સુખનો ઉપભોગ છે. આ લોકમાં સુખી થવાની માણસમાત્રની ઇચ્છા હોય છે. સુખની લાલસા તેના પતનનું કારણ બને છે. કર્તવ્યથી વિમુખ બનીને, ગમે તેવી એશઆરામ મેળવવાની કે સુખ મેળવવાની, ધર્મવિમુખ પ્રવૃત્તિથી કોઈ પણ પ્રજાનું પતન થાય છે. સુખ મળે પણ ધર્મ વિનાનું તો એ શા કામનું? આવું સુખ તે હકીકત સુખ છે જ નહીં. એ તો સુખનો માત્ર આભાસ જ છે. ટૂંકમાં, ધર્મરહિત “કામ” હાનિકારક છે. જીવનમાં ‘કામ' એટલે કે સુખ પ્રાપ્ત કરવું હોય તો પૈસો બચાવવા અને કમાવવાના સારા ઉપાયો યોજો , કરકસર કરો, દ્રવ્યના ઉત્પાદન પર મુખ્ય લક્ષ રાખો, તો ધર્મ પણ સચવાશે અને સુખ મળશે. ધર્મ, અર્થ અને કામના સમન્વયથી – ઉત્તમ સમજણથી આ ધરતી પરનું માનવજીવન ધન્ય બની જશે. (૪) મોક્ષઃ મોક્ષ એ ચોથો પુરુષાર્થ છે. મોક્ષ એટલે બંધનમાંથી મુક્ત થવું તે. અજ્ઞાન, દુ:ખ અને પાપ એ સંસારનાં બંધન છે, એમાંથી છૂટવું તે મોક્ષ છે. સર્વ પુરુષાર્થમાં આ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. ધર્મ સાથે એ જોડાયેલ છે. કેટલાકને મતે ધર્મ અને મોક્ષ એક જ છે. આ મોક્ષ પુરુષાર્થ બધાં માટે શક્ય નથી પરંતુ દરેકનું અંતિમ ધ્યેય તો મોક્ષ પુરુષાર્થ જ હોવો જોઈએ. પદર્શનઃ વૈદિક યુગ પછી દર્શનોની ઉત્પત્તિ થઈ. ‘દર્શન’ એટલે જોવાનું સાધન. વેદનાં સત્યો જોવા માટે, બ્રાહ્મણ શાસ્ત્રકારોએ, છ જુદાં જુદાં શાસ્ત્રો સૂત્ર આકારે રચ્યાં છે એ ‘પદર્શન’ કહેવાય છે. બ્રાહ્મણ અને ઉપનિષદ ગ્રંથોમાં કર્મ અને જ્ઞાનનો જ ઉપદેશ છે, તેમાં કંઈક પરસ્પર વિરોધી હોય અથવા કંઈક ને સમજાય તેવું હોય – તે બધું સમજાવવા માટે આ દર્શનો રચાયાં છે. પડુદર્શનનાં બે-બેનાં ત્રણ જોડકાં છે. (૧) સાંખ્ય અને યોગ (૨) ન્યાય અને વૈશેષિક (૩) સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy