SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર વર્ણ અને ચાર આશ્રમ: ‘વર્ણ' એટલે રંગ, ધંધાના રંગ પ્રમાણે જનસમાજમાં ચાર વર્ણ ગણાવવામાં આવ્યા છે. હિંદુ શાસ્ત્રકારોએ (૧) બ્રાહ્મણ (૨) ક્ષત્રિય (૩) વૈશ્ય (૪) શુદ્ર ગણાવેલ છે. વિદ્યા ભણવી અને ભણાવવી, ધર્મ પાળવો અને ઉપદેશવો – એ બ્રાહ્મણનો ધંધો થયો. જનસમાજના આંતર અને બહારના દુશ્મનોને નુકસાન કરતા અટકાવવા માટે તથા પ્રજાને સુખ અને કલ્યાણને માર્ગ, લઈ જવા માટે -પ્રજાપાલનનો ક્ષત્રિયનો ધંધો છે. આખા જનસમાજના સામાન્ય સુખ માટે ડગલે અને પગલે દ્રવ્યની જરૂર પડે છે. એ દ્રવ્ય ઉત્પન્ન કરનાર વર્ગ તે વૈશ્ય. વૈશ્યો ખેતી વગેરે કરીને તેમજ વેપાર કરીને, રાજાને કર ચૂકવીને રાજય ચલાવવામાં મદદ કરે છે. શારીરિક શ્રમ કરનાર વર્ગ તે શુદ્ર. આ ચાર વર્ણ, ઋગ્યેદસંહિતાના કાળમાં પડી ચૂક્યા છે. કોઈ પણ વર્ણને ઊંચ કે નીચા માની, બીજા વર્ણનો તિરસ્કાર કરવાનો ઉદ્દેશ નથી, સમાજવ્યવસ્થા મુખ્ય ધ્યેય છે. રાજા હોય કે રંક દરે કે આ આશ્રમ પોતાના તથા સમાજના કલ્યાણ માટે અચૂક સેવવો જોઈએ. (૨) ગૃહસ્થાશ્રમઃ વિદ્યા ભણીને ઘેર આવવું, પરણવું, ઘરસંસાર વસાવવો તેને ગૃહસ્થાશ્રમ કહે છે. આ આશ્રમ કેવળ, ‘આહાર, મૈથુન અને નિદ્રા માટે નથી પણ સંસારની વચમાં રહીને, સંસારનાં સુખ એકલા ભોગવવાનો નથી પરંતુ પોતાનાં દ્રવ્ય તથા સેવાથી સર્વ પર ઉપકાર કરવાની ભાવના જ રાખવાની છે. સ્વજનોસંતાનો-પત્ની વગેરેનું ન્યાયથી સંપાદન કરેલા ધનથી – એ ધનનો લોકકલ્યાણ તથા અતિથિ સત્કાર, સ્વજનતર્પણ વગેરે માટે ઉપયોગ કરવાની પવિત્ર ફરજ બજાવવાની છે. (૩) વાનપ્રસ્થાશ્રમ : ચાર આશ્રમ: જનસમાજનું હિત લક્ષમાં રાખી, શાસ્ત્રકારોએ ચાર આશ્રમની વ્યવસ્થા કરી છે. દરેક મનુષ્ય પોતાના જીવનમાં પોતાનું હિત ઉત્તમ રીતે સાધી શકે એ હેતુથી તેઓએ આ વ્યવસ્થા દર્શાવી છે. આશ્રમ એટલે વિસામો, વટેમાર્ગુ જેમ રસ્તામાં વિસામો લેતો લેતો એના અંતિમ ધ્યેયે પહોંચે છે, એ જ રીતે, આ ચાર આશ્રમોને એક પછી એક સેવીને મનુષ્ય, પોતાના પરમ લક્ષે પહોંચે છે. સંસારમાં રહીને પણ પવિત્ર જીવન - વ્યવસ્થિત જીવન શી રીતે પસાર કરી, શકાય તેનાં આ ઉત્તમ સોપાનો - તબક્કા છે. માનવીનું આયુષ્ય એકસો વર્ષનું સ્વીકારીને એને ચાર સરખાં વર્ષોમાં – પ્રત્યેક આશ્રમ માટે - વિભક્ત કરવામાં આવ્યું છે. (૧) બ્રહ્મચર્યાશ્રમઃ ગુરુના આશ્રમે રહી, ખૂબ સાદાઈ અને પવિત્રતાથી, વિદ્યા ભણવી, એ પ્રથમ તબક્કો તે બ્રહ્મચર્યાશ્રમ. સામાન્ય રીતે પ થી ૨૫ વર્ષ સુધીનો સમય આ આશ્રમ માટે નિયત કરેલ છે. જ્ઞાન મેળવવું, સાદાઈ અને દેહકના નિયમો પાળવા અને તન-મનનું ઉત્તમ પ્રકારનું ઘડતર કરવું એ દરેકને માટે ફરજિયાત સંસાર બરાબર ભોગવ્યો, માથે સફેદ વાળ આવી ગયા, દેહમાં પણ અશક્તિ જણાવા લાગી તેથી સંસારના પ્રવૃત્તિમય જીવનમાંથી નીકળી જઈ, વનમાં વસવાટ કરી, પરમાત્માનું સ્મરણ કરવું અને શાંત નિવૃત્તિમય જીવન ગાળવું એ છે વાનપ્રસ્થાશ્રમ, ઉત્તમ ધર્મગ્રંથોનું અધ્યયન, અતિથિસત્કાર, વ્રત, હોમ કરવા, પરમાત્માભક્તિ અને સંયમપાલન, પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપા રાખવી એ આ આશ્રમનાં મુખ્ય કર્તવ્યો છે. (૪) સંન્યાસાશ્રમઃ સઘળાં સાંસારિક કર્મનો અને દુનિયાદારીના સંબંધનો ત્યાગ કરીને જીવવું તે છે સંન્યાસાશ્રમ, ભિક્ષા માગીને, જે મળે તેવું દિવસમાં એક વખત ભોજન લઈને, બ્રહ્મનું ચિંતન કરવું, એક સ્થળે બેસી ન રહેતા અન્ય ગામ – શહેર કે વનમાં ફરતા રહેવું, પોતાના જ્ઞાનથી લોકોનું કલ્યાણ કરવું એ મુખ્ય ધર્મ છે. સર્વસ્વનો ત્યાગ કરીને જીવનમુક્તિ પ્રાપ્ત કરવા માટેનો ઓ તબક્કો ખૂબ મહત્ત્વનો છે. ચાર પુરુષાર્થ: માનવજીવનનો પ્રધાન ઉદેશ શો હોઈ શકે અથવા માનવીએ એનું આ ધરતી પરનું આગમન ધન્ય બનાવવા માટે શી શી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, કેવાં સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy