SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે દેવલોકથી પણ ઉપર અંતિમ છેડા પર માનવામાં, શ્રદ્ધવામાં આવતું હતું, જ્યાં અનંતાનંત મુક્તાત્માઓ શાશ્વતપણે અનંત સુખની લહેરમાં બિરાજમાન થઈ સ્વસંવેદનરૂપ નિજભાવમાં ઉપયોગ અને નિજગુણરૂપ અનંતજ્ઞાન - અનંતદર્શનના ભોક્તા હતા. પરમપદના અધિકારી હતા. આ લક્ષ્ય આત્માને સંસારનાં બંધનોથી સદા માટે મુક્ત કરી અજર-અમરઅવિનાશી એવું અમૃત સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પ્રેરતું હતું. આ પદ પ્રાપ્ત કરવાના અભ્યાસરૂપે જેમ આત્માને સિદ્ધ ક્ષેત્રમાં અનંતાસિદ્ધ મુક્ત આત્માઓ સાથે અનેકતામાં સ્વતંત્ર ઐક્ય સ્થાપિત કરી એકમાં અનેક અને અનેકમાં એકનો સમાવેશ કરી, સ્થિરવાસ કરવાનો હોવાથી આ સૃષ્ટિ પર પણ અનેક-અનંત આત્માઓ-જીવો સાથે ભાવાત્મક એકતા સ્થાપિત કરી રાગદ્વેષ વગર, એકસાથે ઐક્ય સ્થાપવાનો આદર્શ વ્યવહારમાં મૂકવાની જૈનત્વ પ્રેરિત સિદ્ધાંતની પ્રરૂપણા કરી. આથી જૈનોએ વાતાવરણ સાથે, પ્રાકૃતિક પરિબળો જીવસૃષ્ટિ સાથે ઐક્ય કેળવવા બોધ આપ્યો, જેમાં પર્યાવરણનો સમાવેશ થઈ જતાં જેનો અને પર્યાવરણ એકમેકનાં પૂરક સહાયક તત્ત્વો ગણાયાં. અંતે તેનો પણ સંસારભાવે ત્યાગ કરવાના ઉદ્દેશ સાથે જૈન દર્શનનાં હાર્દસમા પંચમહાવ્રતો છે જે તેમના અનુયાયીઓ માટે દૈનિક જીવનમાં માર્ગદર્શકરૂપ છે. જૈન શ્રમણોના માત્ર પગપાળા વિહાર અને અષ્ટપ્રવચન માતા એટલે સ્વચ્છતા-જયણા-જીવદયા અને સંયમના પાલન માટેના આઠ નિયમોનું આચરણ પર્યાવરણ સહાયક છે. આ અનુયાયીઓ એટલે સાધુ-સાધ્વીજી, ભગવંતો, સર્વ વિરતિ, શ્રમણ-શ્રમણીઓ આ પાંચ મહાવ્રતો રાષ્ટ્રીય યુગપુરુષ શ્રી મહાત્મા ગાંધીજીને પ્રભાવિત કરી ગયાં. તે મહાવ્રતો છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. વ્યક્તિ આ વ્રતોને ગ્રહણ કરી-સ્વીકારી સર્વ જીવોને ઓછામાં ઓછી પીડા પહોંચાડે છે. સર્વ જીવોને યથાશક્તિ અભયદાન આપી, નિર્દોષ પવિત્ર જીવનને સાધના દ્વારા સાર્થક કરે છે. જૈન દર્શન જિન શાસનમાં જીવોના ભેદો તેને પ્રાપ્ત ઇન્દ્રિયો મુજબ પાડવામાં આવ્યા છે. દા.ત. એક ઇન્દ્રિય તથા મનવાળા સંજ્ઞી મનુષ્યોરૂપ, ત્રસ જીવો, ત્યાં સ્થાવર જીવો એકેન્દ્રિય જીવોમાં પૃથ્વી, અપ (જળ), તેઉ (અગ્નિ), વાઉ (વાયુ), સૂક્ષ્મ-બાદર પ્રત્યેક સાધારણ વનસ્પતિ, છોડ, વૃક્ષાદિનો સમાવેશ થાય છે. આ બધાં સ્પર્શેન્દ્રિય દ્વારા સંસાર ભોગવે છે. કીટ, શંખ, છીપ આદિ સૂક્ષ્મ બેઇન્દ્રિય જીવો જેમને સ્પર્શ ઉપરાંત મુખ (સ્વાદ-રસેન્દ્રિય) પણ હોય છે. માંકડ, કીડી આદિ ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને સ્પર્શ, સ્વાદ ઉપરાંત સુંઘવાની ધ્રાણેન્દ્રિય હોય છે. ચોરેન્દ્રિય જીવો માખી, ભમરા વગેરે જીવોને જોવાની ઇન્દ્રિય આંખ પણ હોય છે. ત્યાંથી આગળ વધતા પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ છવો જેમાં ગાય, બળદ, ઘોડા, ૬૭ કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ હાથી આદિ છવો છે જેમાં પાંચમી શ્રવણેન્દ્રિય કાન હોય છે જે સાંભળવામાં સહાયરૂપ થાય છે. આમાં સ્થળચર-જળચર આદિ પ્રાણીઓનો સમાવેશ છે. તેઓમાંનાં કેટલાક મનરૂપી સંજ્ઞીપણું પ્રાપ્ત થવાથી વિચારી પણ શકે છે. જૈન સાધકો માટે આમાંના કોઈ પણ જીવોની વિરાધના કરવી (દુ:ખ પહોંચાડવું) તે જીવોની ઇન્દ્રિયોની શક્તિ મુજબ ઉત્તરોત્તર ગાઢ અશુભ કર્મબંધરૂપ ઠરે છે, જે દુ:ખકર્તા નીવડે છે. તે તેમની મોક્ષસાધનામાં બાધક થાય છે. કર્મોથી બચવા અને તેને વધતાં અટકાવવા જેનો હિંસા સંબંધિત પ્રવૃત્તિનો ત્યાગ કરે છે અને શાકાહારી ખોરાક આરોગે છે. સાધનામાર્ગે આગળ વધેલ સાધુ-સાધ્વીજીઓ તો વિકસેન્દ્રિય અને યથાસંભવ સ્થાવર જીવોની પણ યત્નાપૂર્વક દયા પાળી કર્મબંધથી હળવા થવા પુરુષાર્થ કરે છે. રજોહરણ (એટલે એક પ્રકારનું કોમળ દોરા દ્વારા બનાવેલ રજ-કચરો દૂર કરવાનું. જીવરક્ષા સાથે સફાઈ કરવાનું ઉપકરણ) દ્વારા તેમના ગમનાગમનની ક્રિયાને ઇરિયા સમિતિનું પાલન કરી યથાશક્ય જીવદયાપાલનમાં પ્રવૃત્ત રહે છે. તેઓ નાના-મોટા કોઈ પણ જીવોને કોઈ પ્રકારની હાનિ-ક્ષતિ-દુ:ખ પહોંચાડતા નથી અને સૂક્ષ્મ અપકાય પાણીના જીવોની પણ દયા પાળે છે. જૈનોનું વિશ્વ દર્શન ધરતી અને અવકાશ (ગ્રહમંડળ) બન્નેને આવરી લે છે. વિશ્વમાં રહેલ ચૈતન્યશક્તિ-જીવનશક્તિનું તેમનું દર્શન-અવલોકન, માન્યતા, શ્રદ્ધા વગેરે અદ્ભુત છે. આને કારણે તેઓ પર્યાવરણ રક્ષા માટે અત્યંત સજાગ છે. તે આદર્શની પૂર્તિ માટે પર્યાવરણ રક્ષા આંદોલનમાં ઉત્સાહથી ભાગ લઈ સર્વ જીવરક્ષાના આદર્શને જીવંત રાખવા યથાશક્તિ યોગદાન આપે છે. આ દૃષ્ટિથી જૈનોનાં પાંચ મહાવ્રતોનું પર્યાવરણની રક્ષાની દૃષ્ટિએ પુનઃ અવલોકન કરવું જોઈએ અને તે મુજબ વિશિષ્ટ અર્થઘટન થઈ શકે. પહેલા વ્રતમાં જૈનોના આચારમાં અહિંસાની આરાધના સર્વ નાનામોટા જીવો પ્રત્યેની વિશ્વ વાત્સલ્યવૃત્તિનું કરુણ મંગલદર્શન કરાવે છે. બીજું, આ વ્રત પર્યાવરણ સંતુલનમાં સહાય કરે છે. સત્ય મહાવ્રતનું અનુસરણ પરસ્પર વસ્તુઓના જીવોના સંબંધને દર્શાવે છે. એક સત્યવાદી અને સત્યપ્રિય અસંયમિત દુર્બયથી થતા પીડાત્મક નુકસાનને સહેલાઈથી અવગણી ન શકે. ત્રીજું, અસ્તેય મહાવ્રત (ચોરી ન કરવી). વિશ્વની મર્યાદિત સંપત્તિ પ્રત્યે નિર્દેશ કરી તેને આવતી પેઢીની જરૂરિયાત સંતોષવા માટે સંરક્ષણ કરવા પ્રેરિત કરે છે. (દુર્વ્યય, બેદરકારીપૂર્વકનો ઉપયોગ નિવારી કરકસરયુક્ત ઉપયોગ કરવા અને તે રીતે જીવરક્ષા-જીવસૃષ્ટિના સંરક્ષણ માટે યથાશક્તિ પ્રવૃત્ત રહેવા બોધ આપે છે). બ્રહ્મચર્ય પાલન દ્વારા ચોથું મહાવ્રત વિશ્વની વધતી ૮
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy