SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા સારું યોગદાન આપી શકે અને સહાયભૂત થઈ શકે. જ્યારે અપરિગ્રહ વૃત્તિ-વ્રતનું પાલન એક પ્રકારની શિસ્ત પ્રેરે છે. વિચારણા કરવા સ્થિરતા બક્ષે છે. ચીજવસ્તુનો સંગ્રહ કરતાં પહેલાં ભૌતિક સંપત્તિ-દ્રવ્ય, મિલકતાદિની સંગ્રહવૃત્તિ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે વિચારવા જાગૃત કરે છે. અપરિગ્રહ વ્રત અમર્યાદ ભોગ-ઉપભોગનું નિયમન કરવા સહાયક છે જે કુદરતી સંપત્તિનો દુર્વ્યય અટકાવે છે. કર્માદાન એટલે મહાઆરંભ (સમારંભ - એકેન્દ્રીય આદિ) અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ અને પૃથ્વી ત્રસ જીવોનો ઘાત થતો હોય તેવા ઉદ્યોગ-ધંધા. માનવીમાં રહેલ અનિયંત્રિત સંગ્રહવૃત્તિ અને મમત્વ પર્યાવરણ વિષયક ચિંતાનું મૂળ કારણ છે. સાધુ-સાધ્વીજીઓ તેમની નિત્ય પ્રવૃત્તિમાં રોજિંદી આધ્યાત્મિક સાધના દ્વારા પર્યાવરણની વિશાળ સૃષ્ટિ પર ઊર્ધ્વવૃત્તિ દ્વારા ઘણું યોગદાન આપી અગત્યનો ભાગ ભજવે છે. પર્યાવરણ રક્ષા એ તેમનો આધ્યાત્મિક ઉચ્ચ આદર્શ પર્યાવરણની જાળવણી માટે અત્યંત ઉપકારક છે. સ્વ-પર કલ્યાણનો દ્યોતક છે. જૈન સમાજ તેમની સંભાળ, કાળજી અને લક્ષ દ્વારા આધ્યાત્મિક આદર્શ પરંપરા, ભૌતિકવાદ પ્રત્યેનો લાલસારૂપી પ્રમાદ છોડી તેમના અનુભવોને, અહિંસાના આદર્શને મૂર્તિમંત કરવાના ઉપયોગમાં લઈ પર્યાવરણ રક્ષાને નવું પરિમાણ બક્ષી શકે અને પોતાની ઉચ્ચ વૃત્તિનું દર્શન કરાવી શકે. પર્યાવરણની રક્ષાના પરિપ્રેક્ષ્યમાં જૈનોની અહિંસાપ્રધાન પરંપરાને કારણે તથા માંસાહાર વિરુદ્ધની તેમની ઝુંબેશના ઇતિહાસથી તેમ જ પશુબલિના ઉગ્ર વિરોધ ઉપરાંત જ્યાં હિંસાનો અતિરેક અર્થાત મહાઆરંભ થાય તેવી કર્માદાન-વ્યાપારની પ્રવૃત્તિને મહદઅંશે ટાળવાના પ્રયાસ થતા હોય તેવા જૈનો પર્યાવરણ રક્ષા માટે સૌથી વધુ અનુકૂળ બની રહે છે. વૈશ્વિક તાપમાનમાં વધારો કરતાં અને પર્યાવરણને દુષિત કરતાં ઉદ્યોગગૃહો સાથે જોડાયેલા જૈનો આ પ્રવૃત્તિમાં પરિવર્તન લાવી નિયમન કરે તો તેણે નિજી ધર્મ પ્રતિ વફાદારીનું દર્શન કરાવ્યું ગણાશે, જે સ્વ-પર કલ્યાણકારી ગણાશે. ગાય અને પશુરક્ષામાં જેનો જેને કુળદેવી ગણે છે તેવી જીવદયા અગત્યનો ભાગ ભજવે છે. પૃથ્વી-ધરતીની નૈતિક-આદર્શ પરિસ્થિતિના નિર્માણમાં વૈદિક-હિન્દુ તથા જૈન પરંપરા એક અજોડ અને સમૃદ્ધ સાધન-સંપત્તિનું યોગદાન આપે છે. હિન્દુ વિચારધારા ધરતીને દેવીરૂપ-માતારૂપ માને છે અને તે રીતે તેનું બહુમાન-પૂજા કરે છે. આ ધરતીને પૂજનીય-આદરણીય માની બહુમાન કરે છે. તેમના મતે પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુઆકાશ મહાભૂતરૂપ ગણી એક શક્તિરૂપે પૂજે છે. સાદગીભરી જીવનરૌલી આર્થિક વિકાસ કાકા જ વિશ્વકલ્યાણની વાટે મારા કાકા જાળવવામાં સહાયરૂપ થાય છે. પૃથ્વી-ધરતી પ્રતિનો આ મૈત્રીભાવ ધર્મનું એક અંગ મનાય છે. દૃષ્ટિથી અહોભાવપૂર્વક જોવાય-શ્રદ્ધાય છે. જૈન પરંપરાની વિચારધારાઆદર્શ ધરતીને એકેન્દ્રીય રૂ૫ સજીવ સ્થાવર ચૈતન્ય સ્વરૂપ ગણી તેની રક્ષા કરવા પ્રતિબદ્ધતા દાખવે છે અને વિશ્વમૈત્રીની-અહિંસાની મૈત્રીની વિચારધારા પર્યાવરણ રક્ષામાં ઘણી જ મહત્ત્વની અને ઉપયોગી સાબિત થાય છે. વિશ્વના દરેક જીવો પર પસ્પર સંબંધથી સંકળાયેલા છે તેવો ઉચ્ચ આદર્શ રજૂ કરે છે અને ત્રસ સ્થાવરની સમાનભાવે યથાશક્ય રક્ષા કરવા પ્રવૃત્ત બને છે અને પ્રબોધે છે. અહિંસાના ઉચ્ચ સૈદ્ધાન્તિક આદર્શ પર્યાવરણ રક્ષા માટે અતિમૂલ્યવાન છે. બન્ને વૈદિક અને જૈન સંસ્કૃતિનું વલણ ભૌતિકતા પ્રતિ ઉદાસીન રહી યોગી, શ્રમણ પરંપરા પ્રતિ આગળ વધવા આધ્યાત્મિક વિકાસ પર જોર આપે છે. પર્યાવરણના આયોજનમાં ભૌતિક વિકાસ પ્રત્યે તેઓ ઉદાસીન હોઈ શકે, પરંતુ બન્ને સંસ્કૃતિ માનવ-ધરતીના સંબંધોનું નવું પરિમાણ બક્ષી મૈત્રીભાવનો વિકાસ કરવા દ્વારા પર્યાવરણ રક્ષાના સિદ્ધાન્તમાં ઘણા જ ઉપયોગી નીવડી શકે તેમ છે તેની સહર્ષ નોંધ લેવી જ રહી. બન્ને આદર્શો અને વિચારધારાઓ અપેક્ષિત વિકાસમાં ઘણા જ સહાયરૂપ-મહત્ત્વનાં છે. જૈન ધર્મ પર્યાવરણ સંતુલનપોષક છે જૈન ધર્મનાં વ્રતો, નિયમો અને સૂત્ર-સિદ્ધાંતો ધર્મની પુષ્ટિ કરનારાં છે. સાથેસાથે પર્યાવરણની સંતુલના માટે સહાયક છે. એ વિષય પર ચિંતન કરીશું તો જૈન ધર્મ વૈજ્ઞાનિક છે તેની પ્રતીતિ થશે. સમયના સાંપ્રત પ્રવાહમાં પ્રદૂષણ સમસ્યા એક વિકરાળ રાક્ષસ સ્વરૂપે આપણા આંગણામાં આવીને ઊભી છે, જાણે વિકાસની હરણફાળ પર એક મસમોટું પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું છે! સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સૃષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે, આવા ખોટા ખયાલને કારણે ઉપભોક્તા સંસ્કૃતિનો ઉદ્ભવ થયો. માનવીય જરૂરિયાતો વધી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વિવેકહીન વૈજ્ઞાનિક પ્રગતિ, અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું. જૈન ધર્મે સંયમ, અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતોની પ્રરૂપણા કરી છે જે સિદ્ધાંતો પર્યાવરણના સંતુલન માટે સહાયક બને છે. ભોગલક્ષી જીવનશૈલીની સામે ભગવાન મહાવીરે ત્યાગ અને સંયમની વાત કરી. જીવનમાં સંયમ આવશે તો ઉપભોક્તાવૃત્તિ પાતળી પડશે. દિવસમાં એક બાલદી પાણીથી ૬૯ ૭o
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy