SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે કામ જૈન ધર્મના સંદર્ભે વૈશ્વિક તાપમાનઃ ધર્મ અને પર્યાવરણ વિશ્વકલ્યાણની વાટે વિકલ્પના વનમાં ભૂલા પડવાનો ભય નિવારવા અને ભાવિના વૈશ્વિક તાપમાનના ધખારા (Global warming)થી બચવા આમ કરવું પડયું. પરિગ્રહના પહાડ પર સાધનાનાં પરાં ચાણ ન ચડી શકાય માટે અપરિગ્રહનો વ્રત નિયમમાં સમાવેશ કર્યો. મોક્ષમાર્ગ એ શ્રમણ પરંપરા અને ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. સાચી સાધના વગર મોક્ષમાર્ગ મળતો નથી. એ માર્ગે જવાય તેવું જીવન જીવવું એ ધર્મની નીતિ છે. માટે જ ધર્માચાર્યો પ્રત્યેક યુગ અને કાળને અનુસરીને નિયમો આપતા હોય છે જેથી એ નિયમોને અનુસરતી જીવનશૈલી સાધનામાં સહાયક બને. સ્વેચ્છાએ ગુરુ પાસે સમજણપૂર્વક ગ્રહણ કરેલા નિયમો બોજ બનતા નથી. યોગ-ઉપયોગની સંધિ જીવનમાં નિયમો પાળવા સહજ બનાવે છે. પરિવાર, સમાજ અને રાજ્યમાં પણ નીતિ અને નિયમોનો વિવેકપૂર્ણ ઉપયોગ જીવનમાં સહાયક બને. પુત્ર કહે, “પિતાજી ! કૅટરીના કામદારોમાં તંગ વાતાવરણ છે. આજે હડતાળ પડવાનો ભય છે, માટે મારે તાત્કાલિક ફૅક્ટરીએ પહોંચવું જરૂરી છે. તમે આ મારું બેંકનું અજંટ કામ જરા પતાવી આપશો ?” પુત્રવધૂ પ્રસૂતિને કારણે હૉસ્પિટલમાં છે, નહિ તો તે જ આવા કામમાં પતિને સહાય કરે. પિતાને એ જ સમયે દરરોજ સામાયિક કે પૂજા કરવાનો નિયમ છે, પરંતુ અહીં પિતાએ પુત્રને મદદ કરવી એ નૈતિક ફરજ છે. આ કામ પતાવી પછી સામાયિક-પૂજા કરી શકાય. આવું જ મા-પુત્રી, પુત્રવધૂ, સાસુ માટે લાગુ પડે. નીતિ અને નિયમ વચ્ચે સામંજસ્ય સચવાશે તો પરિવારોમાં પણ સંવાદ રચાશે. | સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ પોતાના બજેટ પ્રમાણે દાન ભેગું કરવું તેવો સામાન્ય નિયમ હોય છે, પરંતુ દાનમાં સાધનશુદ્ધિનો આગ્રહ તે નીતિ છે. અનૈતિક વ્યક્તિઓનું દાન સમાજ કે ધર્મની સંસ્થાઓ પર પોતાના આધિપત્ય દ્વારા ચંચુપાત કરી ખલેલ પહોંચાડશે તેવી સંસ્થાના હેતુઓ બર નહીં આવે. રાજ્યના અર્થતંત્રને સમતોલ રાખવાના કેટલાક નિયમો છે. રાજ્ય નાણાકીય ખાધ પૂરવા લૉટરી, ગુટકા-તમાકુ, પાન-મસાલા અને દારૂ વેચતી દુકાનો પર ટૅક્સ લાદે છે જેથી રાજ્યને સારી આવક મળે છે, પણ સમાજચિંતકો, નિરીક્ષકો અને સલાહકારો કહે છે કે લૉટરી, ગુટકા અને દારૂથી પ્રજાનું માનસિક અધ:પતન થાય છે ને શારીરિક પાયમાલી થાય છે, માટે આવી આવક અનૈતિક્તાને પોષે છે. નિયમ, નાણાકીય ખાધને સરભર કરવા સરકારી તિજોરી ભરવાનો છે, પણ નીતિ તો પ્રજાના સવાંગી કલ્યાણની જ હોવી જોઈએ. છેલ્લાં છવ્વીસ સો વર્ષથી વૈદિક ધર્મ જેટલા જ પ્રભાવથી જૈન ધર્મ પ્રભાવશાળી રહ્યો હતો અને સૂર્ય સમાન ઝળહળતો હતો. જૈન પરંપરા અને વૈદિક હિન્દુ પરંપરા સમાંતર ચાલતી હતી. જ્યારે વૈદિક પરંપરાના મૂળમાં વેદોની ઋચા તથા વૈદિક ક્રિયાકાંડો હતાં અને તેનું ધાર્મિક નેતૃત્વ બ્રાહ્મણોના હાથમાં હતું ત્યારે જેનોએ પોતાની આગવી પવિત્ર આગમધારા વિકસાવી હતી, જેમાં આચારાંગ સૂત્રનો સમાવેશ થવા પામેલ હતો. તેનું નેતૃત્વ વિહારી સાધુજી તથા સાધ્વીજીઓના હાથમાં હતું જેને ચુસ્તતાથી અને પ્રામાણિકતા, નિષ્ઠાથી અનુસરવામાં આવતું હતું. ચતુર્વિધ સંઘનું પ્રાબલ્ય તથા પ્રભાવ હતો. ભારતભરમાં વિહારયાત્રા (પગપાળા) કરી સાધુ-સાધ્વીજીઓ જૈનત્વના મૂળ સિદ્ધાંતો તથા આચારોને લોકમાનસમાં અને લોકવ્યવહારમાં પ્રસારિત કરી ધર્મપ્રભાવના કરતાં હતાં. ઉપરોક્ત નિર્દેશ મુજબ હિક્વમાં Àત અને અદ્વૈત એમ બે પ્રકારની ઈશ્વરની પરિકલ્પના હતી અને તેના દરેકના વિભિન્ન પેટાભેદ હતા. જેનોના સિદ્ધાંતના મૂળમાં અનંત જીવોથી ભરપુર ત્રણ લોક ઊર્ધ્વ-મધ્ય-અધોની માન્યતા હતી. નારકીઓ અધોલોકમાં, મનુષ્યો અને તિર્યંચો મધ્યલોકમાં અને દેવ-દેવીઓ ઊર્ધ્વલોકમાં વસતાં હતાં. જૈન દર્શનનું અંતિમ લક્ષ્ય સિદ્ધ ક્ષેત્રમાં આત્માને સ્થિર કરી, કર્મથી સર્વથા મુક્ત કરી શાશ્વત સુખનો અનંતકાળ સુધી આત્માનુભવ કરવાનું હતું. સ્વભાવમાં જ આત્માના શાશ્વત સુખની કલ્પનાને વાસ્તવિકતામાં રૂપાંતર કરવાનું હતું. સિદ્ધ ક્ષેત્રના સ્થાનને લોકો -- ૬૬ -
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy