SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે કામ વિશ્વકલ્યાણની વાટે શિવ-પાર્વતીના વિવાહમાં ભારતીય સંસ્કૃતિની પરમ દામ્પત્યભાવનાનાં આપણને દર્શન થાય છે. તપસ્યા અને પ્રેમના બળે પાર્વતી અંતે શિવના અર્ધ અંગરૂપે સમાઈ જતાં બન્નેનું અર્ધનારીશ્વર રૂપે પ્રગટ થાય છે. આ સિદ્ધિ રૂપથી નહીં, પ્રેમબળ અને તપશ્ચર્યાથી ગૌરીને મળી હતી. એ ભાવના જીવનમાં વણવા ભારતની કન્યાઓ વરસોવરસ ગૌરી વ્રત કરતી આવી છે. સમજણા, સમાધાન અને પરસ્પરનો વિશ્વાસ જ ખરો દામ્પત્યવૈભવ છે. સ્વાર્પણ લગ્નજીવનની સફળતાનું સાચું રહસ્ય છે. ક્રાંતિકારી જૈન મુનિ શ્રી સંતબાલજીની પ્રેરણાથી પૂજ્ય રવિશંકર મહારાજે સમાજઉત્થાનનાં ઝર્યો માટે ભાલના કાંઠાને પ્રયોગભૂમિ બનાવી. એ સમયે મહારાજને એક ગામમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. ઓડની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર અને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વાર પછી જ્યાં બેઠી હતી ત્યાંથી કંઈક લેવા ખસી, તે ત્યાં મહારાજની નજર તેમના પગ પર પડી. તેમના પાતળા દોરડી જેવા ણ જોઈ, એને મહારાજે સહેજ પૂછું કેમ બહેન, તમારા પગ નથી શું ? મહારાજના પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે પોતાના પતિ તરફ આંગળી ચીંધી કહે, “પૂછી જુઓ એમને, મેં કોઈ દુઃખ કે અગવડ આપી હોય તો. હું દળું છું, રસોઈ કરું છું, વાસણ માંજું છું, ઘર પણ લીધું છું. માત્ર પાણી એમને ભરવું પડે છે.” ત્યાં એમના પતિ કહે, “મહારાજ, પૂછી જુઓ એમને, મેં કદી દુ:ખ પડવા નથી દીધું. મેં એને બધે જાત્રા કરાવી છે. ગાડી મળે ત્યાં ગાડી અને મોટર મળે ત્યાં મોટર. પાલિતાણા ગયો ત્યારે ખભે બેસાડી ડુંગર પર લઈ ગયો હતો અને બધે દર્શન કરાવ્યાં નિયમ અને નીતિ એક સિક્કાની બે બાજુ હતાં.” મહારાજે પૂછ્યું : તમે લગ્ન કર્યા તે પહેલાં જાણતાં હતાં કે આ અપંગ છે? ઓડ કહે, હા જી ! મહારાજ કહે, તો પછી લગ્ન કેમ ક્યું ? ઓડ કહે, મને આની સેવા કરવાના કોડ જાગ્યા, એટલે મેં લગ્ન ક્યાં. અમે બન્ને સુખી છીએ. આ યુગલનો પરસ્પરનો પ્રેમ જોઈ આપણું મન પણ પુલકિત થઈ જાય. આ પ્રસંગ સાંભળતા પ્રસન્ન દામ્પત્યજીવનની મધુર કવિતા સાંભળતા હોઈએ તેવી અનુભૂતિ થાય. આ છે લગ્નજીવનનું રહસ્ય. અર્પણ થઈ જવું એ જ લગ્નનો અર્થ. સુખ મેળવવાની આશા કરતાં હું સુખી કરીશ’ની ભાવના દામ્પત્યજીવનને મધુર બનાવે છે. લગ્નસંબંધોમાં લેવડ-દેવડને સ્થાન ન હોય. લગ્ન પ્રેમનો પાયો છે, લાગણીનો ખજાનો છે. લગ્નને પવિત્ર બંધન તરીકે સ્વીકારું તો જ લગ્નસંસ્થા સુદઢ સમાજવ્યવસ્થાનો આધારસ્તંભ બની શકશે. નીતિ અને નિયમ પર જ્ઞાનીઓએ વચનો કહ્યાં છે અને શ્રુતજ્ઞાનમાં લખાણોની શૃંખલા રચાણી છે. મહાત્મા ભતૃહરિથી લઈને મહાત્મા ગાંધીજીએ વિશિષ્ટ ચિંતન પ્રગટ કર્યું છે. નીતિ અને નિયમ બન્ને અલગ છે. છતાં એકબીજાને પૂરક છે. જે સમય અનુસાર ઘડાય તે નિયમ. ત્રણે કાળમાં શાશ્વત હોય તે નીતિ છે. નીતિ શાશ્વત છે, નિયમમાં શિસ્ત અને નીતિમાં સણ અભિપ્રેત છે. સણ વગરની સાધના પ્રાણ વગરના ખોળિયા જેવી છે, એકડા વગરનાં મીંડાં જેવી અને ખેતરમાં ઊગેલા ચાડિયા જેવી નિપ્રાણ છે. ધર્મ કરવો, કરાવવો ને ધર્મ કરનાર પ્રત્યે અનુમોદના કરવી તે નીતિ છે. ધર્મ પાળવામાં અવરોધ ન પડે. ધર્મમાં દઢ થવામાં સહાયક થાય માટે જડતારહિત સમયાનુસાર વિવેકપૂર્ણ નિયમો ઘડવામાં આવે તે કલ્યાણકારક બને છે. નીતિ જે એક દીર્ઘકાલીન શાશ્વત પરંપરા છે, જ્યારે સમય અને કાળનો પ્રવાહ નિયમોને હંમેશાં સ્પર્શે છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવથી ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ સુધીના સાધુઓ માટે વસ્ત્ર શ્વેત જ હોય તેવો નિયમ ન હતો, કારણકે ચતુર્વિધ સંઘમાં ઋજુતા અને સરળતા વિદ્યમાન હતાં, આસક્તિ અને પરિગ્રહની મૂછ પાતળી હતી. અહીં સાધુતાને વસ્ત્રોની વિવિધતા કે રંગના વિકલ્પમાં અટવાઈ જવાની ભીતિ ન હતી. ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરના સમયમાં સાધુઓને શ્વેત વસ્ત્ર પહેરવાના નિયમો થયા. અહીં વક્તા અને જડતા વ્યાપ્ત થઈ હતી.
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy