SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્ત્વિક સહચિંતન શિબિર આગમિક પરિભાષામાં ‘યોગ' શબ્દનો પ્રયોગ મન, વચન અને કાયાની ક્રિયા માટે કરવામાં આવ્યો છે. આત્માનો વીર્યગુણ મન, વચન, કાયા દ્વારા અભિવ્યક્ત થાય છે. તેથી તે ત્રણને ‘યોગ’ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે, પરંતુ મોક્ષે લોનના ટુ યોગ એવો મોક્ષસાધક યોગ કેવળ ક્રિયારૂપ નથી, પરંતુ જ્ઞાન અને ક્રિયા ઉભયના સંમિલનરૂપ છે તેથી ‘યોગ' શબ્દ જ્ઞાનક્રિયાના સંયોગરૂપ ‘ધ્યાનમાટે પ્રયુક્ત કરી શકાય. (૧) કાયોત્સર્ગ મુદ્રા : તે કાયોત્સર્ગ વિશુદ્ધ છે જેમાં વ્યક્તિ બન્ને હાથ લાંબા કરીને સમપાદ ઊભો રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળાંનું અંતર રાખે ને શરીરનો કોઈ પણ ભાગ હલાવ્યા વિના સ્થિર રાખી, સમપાદ એટલે કે બન્ને પગ સીધા અને સમતોલ રાખવા જેથી જ્યારે અંતરમુખ થાય ત્યારે શ્વાસોચ્છવાસના ગમનાગમન પર નાભિચક્ર પર ધ્યાનમગ્ન થઈ શકાય. . (૨) આસિત મુદ્રા : આમાં સાધકે પદ્માસન, અર્ધપવાસન કે સુખાસનમાં બેસવાનું હોય છે. શરીરને શિથિલ અને નિશ્ચલ રાખવાનું, કરોડરજજુ ટટ્ટાર છતાં સરલ. (૩) શયિત મુદ્રા: આ મુદ્રામાં સંથારિયા કે શેત્રરંજી પર લાંબા થઈને સૂઈ જવું. માથા નીચે ઓશીકું વગેરે ન રાખવાં. ચત્તા સૂવું. હાથ, પગ છુટ્ટા રાખવા. ચત્તા ન ફાવે તો પડખાભર સૂવું તેને “પાર્થશયન' કહે છે. પછી શિથિલીકરણ કરવું. લોગ્સસ સૂત્રની પહેલી ગાથા દોષની વિશુદ્ધિ પ્રાયશ્ચિત્તકરણની કલ્પી શકાય. પાંચમી ગાથામાં પણ એ જ ભાવ છે. બીજી અને ત્રીજીમાં વંદનની પ્રક્રિયા છે જે ચારિત્ર વિશુદ્ધિની છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર વિશુદ્ધિ માટેની પ્રક્રિયા લોન્ગસ સુત્રની છઠ્ઠી ગાથામાં લાવી શકાય છે. સાતમી ગાથામાં આલંબન ન હોવાથી, પરમાત્મા સાથેના ઐક્ય ભાવ શલ્યના નિવારણ માટે સહાયક બને છે. કાયોત્સર્ગ ધ્યાનમાં સાહજિક ક્રિયાઓના આગારો સિવાય સર્વ પ્રકારની કાયિક, વાયિક પ્રવૃત્તિઓ અને ધ્યાન સિવાયની માનસિક સર્વ પ્રવૃત્તિઓ છોડી દેવાથી ધ્યાન વડે સ્થિર થવાય છે. આ પ્રકારે કાયાનું વ્યત્સર્જન કરવાથી એટલું તેનું મમત્વ છૂટે છે. કાયોત્સર્ગ ધ્યાન સમયે ‘લોગ્સસ સૂત્ર પાઠ' કે કોઈ શાસ્ત્રપાઠનું સ્મરણ કે ધ્યાન કરી શકાય છે. શાસ્ત્રોમાં કાયોત્સર્ગને શ્રેષ્ઠ આત્યંતર તપમાં સ્થાન અપાયું છે. આવશ્યક ક્રિયામાં મદ્રા વિજ્ઞાન : આવશ્યક સૂત્રની પ્રત્યેક ક્રિયામાં વૈજ્ઞાનિક રહો અભિપ્રેત છે. વંદના, નમ્મોત્થણ, કાઉસગ્ગ, ધ્યાન વગેરે મુદ્રાઓમાં જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન, યોગવિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનનાં કેટલાંક તથ્યો અભિપ્રેત છે. આપણે આગળ જોયું તેમ વંદના સાધકને શરણાગતિના માર્ગ પર જવા સહાયક બને છે. નમ્મોથુણામાં જે મુદ્રામાં બેસીએ છીએ ત્યારે પગનો અંગૂઠો ગુદા નીચેના ભાગમાં દબાય છે તે મુદ્રા બ્રહ્મચર્યના પાલનમાં સહાયક છે. મુદ્રા માટે આચાર્ય નમિચંદ્રજી કહે છે કે, મુદ્રાથી અશુભ મન, વચન, કાયાનો નિરોધ થાય છે અને તે શુભ પ્રવૃત્તિમાં રોકાય છે. આવશ્યક ક્રિયાઓમાં જૈન સાહિત્યમાં ત્રણ મુદ્રાઓનો ઉલ્લેખ છે : (૧) યોગ મુદ્રા: એક હાથની આંગળી બીજા હાથની આંગળીમાં નાખી કમળડોડાના આકારથી હાથ જોડવા. બન્ને હાથના અંગૂઠાને મુખ આગળ નાસિકા પર લગાડી કોણી પેટ પર રાખવી તેને યોગ મુદ્રા કહે છે. આ મુદ્રા ઘૂંટણને ભૂમિ પર ટેકાવી તેને અથવા ગૌ-દોહન આસનથી ઉભડક બેસીને કરવામાં આવે છે (૨) જિન મુદ્રા - જિનેશ્વર દેવોની કાયોત્સર્ગ મુદ્રા - આ મુદ્રા દંડવત્ સીધા ઊભા રહીને કરવામાં આવે છે (૩) મુક્ત શુક્તિ મુદ્રા: કમળડોડાની પેઠે બન્ને હાથ વચ્ચે ખાલી જગા રાખી જોડવા અથવા મસ્તકે લગાડવા. મુક્તાનો અર્થ મોતી, શક્તિનો અર્થ છીપ થાય છે. આ મુક્તાશુક્તિ સમાન મળેલી મુદ્રાને મુક્તાશુક્ત મુદ્રા કહે છે. આ મુદ્રાને પણ ઘૂંટણને ભૂમિ પર ટેકવી ગૌ-દોહન આસનથી ઉક્ટ બેસીને પણ કરાય છે. ચતુર્વિશતિસ્તવ આદિ સ્તુતિપાઠ પ્રાય: યોગમુદ્રાથી કરાય છે. આવશ્યક સૂત્રની છઠ્ઠી ક્રિયા પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) છે. પ્રતિક્રમણ કર્યા પછી ભવિષ્યમાં થનારાં પાપને રોકવા પાપવૃત્તિના ત્યાગ માટે સમજણપૂર્વકના દઢસંકલ્પને પ્રત્યાખ્યાન કહે છે. સાધકો નવકારશી, પોરશી, એકાસણાં, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહ આદિના પચ્ચકખાણ કરે છે. પ્રત્યાખ્યાન એ આવતાં પાપને રોકવાની પાળ છે. બેફામ ભોગ-ઉપભોગથી જીવનને સંયમમાં લાવવા માટે પ્રત્યાખ્યાન અત્યંત ઉપયોગી છે. પચ્ચકખાણ એ કર્મની આવક એટલે આમ્રવને રોકનાર ક્રિયા છે. સંવરની પુષ્ટિ કરનાર અને ભવિષ્યમાં બંધાનારાં કર્મબંધનની શક્તિને નષ્ટ કરનાર છે. આયંબિલના પચ્ચખાણ એ સ્વાદવિજયની યાત્રા છે. વિગઈ એ શત્રુનું ઘર છે. વિગઈ (રસયુક્ત આહાર)ત્યાગ એટલે આયંબિલનું પ્રત્યાખ્યાન એ પરમમિત્રના ઘરનું પ્રવેશદ્વાર છે. જૈન ધર્મમાં તપના પ્રત્યાખ્યાન માત્ર કર્મનિર્જરાના હેતુથી જ કરાય, પણ આ ક્રિયાઓ શરીરને નીરોગી રાખવામાં સહાયક છે. ઉપવાસ
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy