SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્ત્વિક સહચિંતન દ્વારા પાચનતંત્રને ખંડસમયની મુક્તિ મળે છે જેથી ઓટોલિસીસની પ્રક્રિયા દ્વારા તે શરીરમાં જમા થયેલાં વિષદ્રવ્યોને બહાર ફેંક્યાનું કાર્ય કરે છે જે શરીરને નીરોગીનિર્મળ રાખે છે. તપસાધનામાં મન શાંત રહે છે અને વિચારોમાં સાત્ત્વિકતા વધે છે. પ્રત્યાખ્યાન દ્વારા તપ પૂર્ણ કરવાનું દૃઢસંકલ્પબળ મળે છે. આવશ્યકથી લૌકિક જીવનની પણ શુદ્ધિ થાય છે તે વિચારીએ. આવશ્યક ક્રિયા તે લોકોત્તર સાધના છે, પણ વ્યાવહારિક દૃષ્ટિથી પણ આપણા સાધારણ માનવજીવનમાં ડગલે ને પગલે સહાયક બને છે. સમભાવ અર્થાત્ શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સંમિશ્રણ. જીવનશુદ્ધિ માટે સર્વોત્કૃષ્ટ જીવન ગાળેલ મહાપુરુષોનો આદર્શ. ગુણીજનોનું બહુમાન અને વિનય. કર્તવ્યપાલનની સ્ખલનાનું સંશોધન અને જાગૃતિ. ધ્યાનના અભ્યાસ દ્વારા વિવેકશક્તિનો વિકાસ થાય છે. કાયોત્સર્ગ ધ્યાન નિર્ણયશક્તિમાં વૃદ્ધિ કરે છે અને વ્યસનમુક્તિમાં સહાયક બને છે. ત્યાગવૃત્તિ દ્વારા સંતોષ, સહનશીલતાની વૃદ્ધિ કરવી. બાહ્ય જડ પદાર્થો દ્વારા પ્રસન્નતા ક્ષણિક છે. અંતરની સાધના દ્વારા પ્રસન્નતા ટકી શકે છે. જે સાધના આવશ્યક ક્રિયાઓમાં અભિપ્રેત છે. કૌટુંબિક નીતિઓનો મુખ્ય ઉદ્દેશ સમસ્ત કુટુંબને સુખી બનાવવું, સમાજને સુખી બનાવવો અને ‘વસુધૈવ કુટુંબકમ'ની ભાવના વિકસાવવી તે છે. આના માટે પરસ્પર પ્રેમ, વિનય, આજ્ઞાપાલન, નિયમશીલતા, ભૂલનો સ્વીકાર, ક્ષમાપના, અપ્રમાદ, પરિગ્રહ પ્રત્યેની મૂર્ચ્યાત્યાગ... આ સર્વ ગુણો આવશ્યક ક્રિયાનાં આધારભૂત ઉપર્યુક્ત તત્ત્વો સિવાય ક્યાંય પ્રાપ્ત થઈ શકતા નથી. સામાજિક દૃષ્ટિથી આવશ્યક ક્રિયા ઉપાદેયથી સમાજને સુવ્યવસ્થિત રાખવા ત્યાગ, પ્રામાણિકતાના ગુણો આવશ્યક ક્રિયાનાં છ મૂળ તત્ત્વો વિના આવી શકતા નથી. આમ સ્પષ્ટ પ્રતીત થાય છે કે શાસ્ત્રીય અને વ્યાવહારિક એ બન્ને દૃષ્ટિએ વિચારતા આવશ્યક ક્રિયા પરમલાભદાયી છે અને વ્યક્તિ, કુટુંબ, સંઘ, સંસ્થા, સમાજ અને સમિટ માટે કલ્યાણકારક છે. ૧૫ ૩ * સાત્ત્વિક સહચિંતન બાહ્યાવ્યંતર તપ : એક નૈસર્ગિક ઔષધ શરીર અને મનના અનેક પ્રકારના રોગો સામે ચતુર, કુશળ અને અનુભવી વૈદ્ય જેમ વિવિધ પ્રકારનાં ઔષધો આપે છે તેમ દેવાધિદેવ પરમ તીર્થંકર મહાશ્રમણ ભગવાન મહાવીરે ભવરોગના નિવારણ માટે એકમાત્ર ઉત્તમ કોટિનું તપશ્ચર્યારૂપી ઔષધ આપી આપણા પર પરમ ઉપકાર કર્યો છે. પ્રબુદ્ધ કરુણાના કરનારા મહાશ્રમણે પોતાના નિજ જીવનને પ્રયોગશાળા બનાવી, આ ઔષધિનો સફળ પ્રયોગ પોતાની જાત પર કર્યો પછી જ તપશ્ચર્યા નામની ઉત્કૃષ્ટ જડીબુટ્ટી આપણને આપી. પ્રમાદી જીવનચર્યામાંથી અપ્રમત્ત બનવા માટે બાહ્ય તપશ્ચર્યા છે. જીવની પ્રમાદી સ્થિતિમાં શરીર તથા ઇન્દ્રિયો સાધનામાં બાધક થઈ જાય છે. બાહ્ય તપશ્ચર્યા દ્વારા સંયમ આવવાથી ચેતના જાગૃત થશે અને મન તથા શરીર સાધનામાં પ્રવૃત્ત થશે. આત્યંતર તપશ્ચર્યાથી આ માર્ગે આગળ ને આગળ વધી શકાશે, માટે જ ભગવાન મહાવીરે બાહ્ય તપનું અનુસંધાન આત્યંતર તપ સાથે જોડી આંતરિક વિશુદ્ધિના રાજમાર્ગ પર જવા નિતિન કર્યો. શ્રી આચારાંગ સૂત્રના નવમા ઉપધાન શ્રુત અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં ભગવાનની અનશન, ઉણાદરી, રસપરિત્યાગ આદિ તપસ્યાઓની, ગોચરી વેષણા વિધિ, ધ્યાનસાધના અને પ્રભુની અપ્રમત અવસ્થાના વર્ણન પર ચિંતન કરતાં જણાશે કે પ્રભુની તપસાધના આહાર-પાણીના સ્વૈચ્છિક નિયંત્રણપૂર્વકની હતી. તેમની ઉત્કૃષ્ટ તપસાધનામાં ૧૬
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy