SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ માટે આલોચના કરવી, નિંદા કરવી તેનું નામ પ્રતિક્રમણ. स्वस्थानाद् पत्यरस्थनं, प्रमोदस्य व शाह गतः। तत्र व क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ પ્રમાદવશ શુભ યોગમાંથી નીકળી અશુભ યોગમાં ગયેલ આત્મા પુન: શુભ યોગ પ્રાપ્ત કરી લે તેનું નામ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવાની પ્રક્રિયા. અન્યને બતાવવા, પોપટપાઠ બોલવા, કેવળ યશ આદિ માટે થતું દ્રવ્ય પ્રતિક્રમણ ઉપયોગશૂન્ય અને નિષ્ફળ છે. મુમુક્ષુ સાધકો માટે ભાવ પ્રતિક્રમણ જ ઉપાદેય છે. - ભૂતકાળમાં લાગેલા દોષોની આલોચના કરવી, વર્તમાનમાં લાગતા દોષોથી સંવર દ્વારા બચવું, પ્રત્યાખ્યાન દ્વારા ભાવિમાં આવતા દોષોને રોકવા પાળ બાંધવી. હેમચંદ્રાચાર્યએ યોગશાસ્ત્રમાં “અશુભ યોગોની નિવૃત્તિ અર્થે પ્રતિક્રમણ છે" તેમ કહેલું છે. ( દેવસિય - દિવસનાં પાપોની આલોચના કરવી. સાંજે પ્રતિક્રમણ - રાત્રિક (રાઈય)-રાત્રિના દોષોની આલોચના કરવા પ્રાત:કાળે - પાક્ષિક - મહિનામાં બે વાર ચૌદશ, પૂનમ, અમાવાસ્ય, ચાતુર્માસિક - ચાર માસ બાદ કાર્તિક ચૌદશ યા પૂર્ણિમા, ફાગણ, ચોમાસી અને અષાઢી ચૌદશ યા પૂર્ણિમા વખતે ચાર માસનાં પાપોની આલોચના માટે પ્રતિક્રમણ. જૈન ધર્મમાં સાંવત્સરિક ક્ષમાપનાના દિવસના પ્રતિક્રમણનું વિશેષ મહત્ત્વ છે. આવશ્યક સૂત્રની આ ચતુર્થ ક્રિયાનું “ક્ષમાપના પર્વ' વિશ્વને અણમોલ ભેટ છે. આ દિવસે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, કુટુંબ, પરિવાર, સગાં, મિત્રો, સ્વજનો, સહકાર્યકરો, નોકર, માલિક વચ્ચે ગેરસમજણનાં વાદળો દૂર થતાં ક્ષમા આપવા અને માગવા દ્વારા સમજણનો સૂરજ ઉગે છે. કુટુંબમાં સામંજસ્ય સ્થપાય છે. સમાજમાં મૈત્રીભાવનો આદર્શ પુનઃ સ્થાપિત થાય છે. હાર્મનીનું સર્જન થતાં હળવાશ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે. ભગવાન મહાવીરે જીવનની એકરૂપતા પર ભાર આપ્યો છે. જૈન ધર્મનું પ્રતિક્રમણ જીવનની એકરૂપતાનો બોધ આપે છે. જીવન એક સંઘર્ષ છે. દોડધામભરી સંકુલ જીવનશૈલીને કારણે સાવધાની રાખવા છતાં પણ મન, વાણી અને કર્મમાં ભિન્નતા આવી જાય છે. પ્રતિક્રમણ એ ભિન્નતાનું એકતામાં પરિણમન કરાવે છે. જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર શ્રમણ સંસ્કૃતિની જૈન પરંપરાની પાવન ક્રિયા, પ્રતિક્રમણ મન, વાણી અને કર્મનું સંતુલન રાખવામાં સહાયક બને છે. પશ્ચાત્તાપના પ્રવાહમાં ભૂતકાલીન દોપોને ધોઈ નાખે છે. શુદ્ધ જીવનના નૂતન પ્રકરણ ખોલતા સાથે સાધક રટે છે "છટું જૂના પાપથી નવું ન બાંધુ કાંઈ', પ્રતિક્રમણ પણ એ જ સૂરનો પ્રતિછંદ છે, પ્રતિઘોષ છે. આવું પ્રતિક્રમણ એ સ્વદોષ દર્શન અને આત્મનિરીક્ષણનો પાવન અવસર છે. પ્રતિક્રમણ એ આત્માનું દિવ્ય સ્નાન છે. - પ્રતિક્રમણ એ એવી ઔષધિ છે કે પૂર્વનાં પાપ હશે તો તે દૂર થશે અને જો નહિ હોય તોપણ સંયમની સાધના માટે બળ મળશે અને સ્કૂર્તિ પણ મળશે. રાઈટ આઈડેન્ટિટી થતાં પ્રતિક્રમણની ક્રિયા જીવનમાં સહજ બનશે. વેસ્ટર્ન સાયકોલૉજિસ્ટ પાશ્ચાત્ય મનોવિજ્ઞાનીઓ મનને જ સર્વેસર્વા માને છે. જ્યારે જૈન દાર્શનિકોના મતે મનથી આગળની વસ્તુ આત્મા છે. આત્મદર્શન જૈન સંસ્કૃતિની મૌલિક વિશેષતા છે. માટે જ જૈન ધર્મની દરેક ક્રિયાઓનું અંતિમ લક્ષ આત્મશુદ્ધિ જ હોય છે. આવશ્યક સૂત્રની દરેક ક્રિયાઓ આત્મા પર લાગેલાં કર્મોની નિર્જરા અર્થે હોય છે. સાંસારિક ક્રિયાકલાપોની જાણકારી ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા દ્રવ્યમનને થાય છે. રાગદ્વેષરૂપ કષાયોને ભાવમન ગ્રહણ કરી તેનું વિશ્લેષણ કરે છે અને તે કર્મબંધમાં પરિણમતું હોય છે. દ્રવ્ય અથવા ભાવમન દ્વારા અજાણતાં પાપોનું સેવન થઈ જાય તેવાં સૂક્ષ્મ પાપોના પ્રાયશ્ચિત્ત માટે પણ પ્રતિક્રમણમાં વિસ્તારથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રાત્રિના સ્વપ્નમાં પણ થયેલા દોષોની પ્રાતઃકાલીન પ્રતિક્રમણમાં આલોચના કરી લેવામાં આવે છે. આવશ્યક સૂત્રમાં પાંચમું આવશ્યક એ કાયોત્સર્ગ છે. જૈન ધર્મની આ વિશિષ્ટ ક્રિયામાં યોગ અને ધ્યાન અભિપ્રેત છે. પ્રત્યેક ક્રિયાની શુદ્ધિ (ઈર્યાવહી) ઐર્યાપથિકી (આલોચના સૂત્રો પ્રતિક્રમણ કરવાથી થાય છે. તસ ઉત્તરી સૂત્ર....ના ઉચ્ચારણ પછી જ લોમ્મસના કાયોત્સર્ગનું ધ્યાન કરાય છે. પછી એક લોગ્રસ પ્રગટ બોલાય છે. આટલું બોલ્યા પછી જ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો કરાય છે એટલે લોસની સાથે ઐયપથિકી સૂત્રને અવિનાભાવી (અતૂટ) સંબંધ સ્પષ્ટ રહેલો છે. શ્રી હરિભદ્રસૂરિએ તેમના યોગવિશિકા ગ્રંથમાં યોગના પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) સ્થાન (૨) વર્ણ (૩) અર્થ (૪) આલંબન (૫) નિરાવલંબન. પહેલા બે કર્મયોગ છે અને પછીના ત્રણ જ્ઞાનયોગ છે. ૧૧
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy