SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ - કિક પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કટિકઈક - વસંતપંચમીએ વરસાદ પડે છે અને ૨૬મી જાન્યુઆરીએ દેશની રાજધાની કે પલળી જાય છે. શરદ, વસંત, ગ્રીષ્મ ઋતુઓ હવે પ્રત્યક્ષ અનુભવાતી નથી. કે માત્ર પંચાંગથી જ જાણી શકાય છે. બદલાતા પર્યાવરણનો વિચાર કરવા જેવો છે. પહેલાં ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર જેવી ઘટના કે બને ત્યારે એના કારણરૂપે 'કુદરતનો કોપ’ લેખવામાં આવતો હતો, પણ મેં છે. આજે તો વાસ્તવમાં આમાંની ઘણી ઘટનાઓનું સર્જન કુદરતી કોપને બદલે જ માનવીની અમર્યાદ હિંસા અને પ્રકૃતિનાશનું પરિણામ હોય છે. કે એક ગણતરી પ્રમાણે ૧૯૮૦માં એશિયા ખંડમાં પ્રતિ વર્ષે એનાથી રે પાંચ ગણી કુદરતી આપત્તિઓની ઘટનાઓ બને છે. આથી આત્મહત્યા કે કરવા નીકળેલા માનવી માટે સવાલ એ આવીને ઊભો છે કે ધરતીકંપથી છે. ભોંયતળિયે મરવું, પૂરથી પહેલે માળે, ગ્લોબલ વૉર્મિંગથી બીજે માળે, રિ ધરતી પરના સાઈક્લોનથી ચોથે માળે કે દરિયાઈ જળની ત્સુનામીથી સાતમાં આ ન માળેથી આત્મહત્યા કરવી ? કે ‘પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ’ પુસ્તકમાં વિશ્વની આ છે છે વિકટ પરિસ્થિતિનો શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ વિચાર કર્યો છે. વળી છે એની સાથોસાથ વૈદિક, ખ્રિસ્તી, જૈન, કન્ફયુશિયસ, શિંતો, પારસી, યહૂદી, ૨ બૌદ્ધ ઇસ્લામ જેવા જુદાજુદા દસ ધર્મોમાં આલેખાયેલી પર્યાવરણ-વિષયક વિભાવનાનો પરિચય આપ્યો છે. છે. ગુણવંતભાઈ હંમેશાં વર્તમાન પ્રશ્નોને લક્ષમાં રાખીને પોતાનું ચિંતન હું પ્રગટ કરતા રહે છે. ક્યારેક વર્તમાન સમયના પત્રકારત્વના પ્રશ્નો અને હું પડકારો વિશે ગ્રંથ લખે છે, તો ક્યારેક વર્તમાન યુગમાં સાધુ-સંસ્થાના આચારો ? તે વિશે ક્રાંતિકારી પરિસંવાદ યોજે છે અને એને અંતે એ વિષયનું પુસ્તક છે | આપે છે. એમ કહી શકાય કે વર્તમાન સમયની નાડ પર હાથ રાખીને એના ઝીણા ધબકારા પામવાની એમનામાં અનોખી ક્ષમતા છે. આજે ગ્લોબલ છે વૉર્મિંગ એ આવતી કાલનો પ્રશ્ન રહ્યો નથી, પણ આજનો પ્રચંડ પડકાર છે બની રહ્યો છે. હિમાલયના હિમાચ્છાદિત પર્વતો પર બરફ ઓગળે અને - - પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કે હું ઉત્તરાખંડમાં પૂર આવે છે. દુનિયાના તીવ્ર વેગે પલટાતા પર્યાવરણની તીવ્ર અસર હિમાલય અનુભવે છે. વળી આ હિમાલયની સમસ્યા એટલે માત્ર ભારë કે નેપાળની સમસ્યા નથી. એ અફઘાનિસ્તાનથી માંડીને છેક મ્યાનમાર સુધીનE 1 દેશોને માટે સમસ્યા ઊભી કરી શકે છે. હું નેપાળમાં ભૂકંપ થાય, પરંતુ ભારત, ચીન અને ભૂતાન એનાથી અપ જ રહી શકયા નથી. હિમાલય એ સમગ્ર એશિયાનું ‘વૉટર ટાવર’ છે, પરં એમાં થયેલાં ભૂ-અલનોને કારણે ઘણાં નાનાં સરોવરો થઈ ગયાં છે અને આવાં અકુદરતી સરોવરો ધરતીકંપની તબાહીને વધારી મૂકે છે. કે આજ સુધી હિમાલયનો આપણે રક્ષક તરીકે વિચાર કરતા હતા, પરંતુ વધેલું તાપમાન, માણસોએ પર્વતો પર ઠાલવેલો કચરો, આડેધડ ઊભાં કરેલાં કે બાંધકામો અને નિર્દય રીતે કરેલો જંગલોનો વિનાશ વગેરેએ હિમાલયને આજે ૨રક્ષકને બદલે ભક્ષક બનાવી દીધો છે. આ પુસ્તકમાં પર્યાવરણની વાતને ધર્મ સાથે સાંકળીને શ્રી ગુણવંતભાઈએ એક મહત્ત્વનો વિચાર ઉપસાવી આપ્યો છે. ૧૯૯૦ની ૨૩મી ઑક્ટોબરે છે. લંડનના બકિંગહામ પૅલેસમાં પાંચ ખંડના જૈન મહાનુભાવો દ્વારા વર્લ્ડ વાઈ ન ફંડ ફૉર નેચર (wWF) સંસ્થાના અધ્યક્ષ પ્રિન્સ ફિલિપને ‘જૈન ડેકલેરેશન ઑન નેચર' પુસ્તિકા અર્પણ કરવામાં આવી. ચાળીસ જેટલા જૈન ધર્મનાક આચાર્યો અને વિદ્વાનોના વિચારોને સંકલિત કરીને ભારતના પ્રસિદ્ધ બંધારણવિ * અને મનીષી ડૉ. એલ. એમ. સિંઘવીએ એનું લેખન-સંપાદન કર્યું. આ પૂર્વે હું WWF દ્વારા હિંદુ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની પર્યાવરણ 3 વિષયક વિચારણાની પુસ્તિકા પ્રિન્સ ફિલિપને એનાયત કરવામાં આવી હતી કે આનું તાત્પર્ય એ હતું કે લાંબી વિચારણાને અંતે એમ ઠરાવવામાં આવ્યું કે, | વિશ્વના લોકોને ધર્મભાવનાના માધ્યમથી પર્યાવરણ તરફ વાળવામાં વધુ સુગમતા કું રહેશે. આવી પુસ્તિકા અર્પણ કર્યા પછી એ ધર્મના અગ્રણીઓ એમનાં જીવનમ છે અને ધર્મસ્થાનોમાં કઈ રીતે પર્યાવરણની જાળવણી કરશે એનો ‘અંકશન પ્લાનર તે રજૂ કરતા હતા. - દર રોજ vil) - રોઈ રોકે
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy