SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં જુદા જુદા ધર્મોની એ વિભાવનાને દર્શાવીને પર્યાવરણ જાગૃતિ કે માટે શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ સવાંગી દષ્ટિએ આલેખન કર્યું છે. હું આ માહિતી, વિગતો, દષ્ટાંતો, પર્યાવરણને માટે પ્રાણ પાથરનારા કર્મશીલો અને પર્યાવરણ-ઉપનિષદ પણ આપ્યું છે. માનવીય સંવેદનાને ઝંકૃત કરે એવા ઝાડવાએ છાંયડાની માંડી દુકાન’ કે ‘ચાલ, ઝાડની ખબર કાઢવા જેવા છે લેખો પણ આપ્યા છે. આ રીતે વિશ્વના અસ્તિત્વને માટે પડકારરૂપ એવી વૈશ્વિક તાપમાનની જે સમસ્યાનો સર્વગ્રાહી અભ્યાસ આપવાની સાથોસાથ માનવીનાં ધર્મજીવન, કે કર્મજીવન કે સામાન્ય જીવન - એ દરેકને માટે આ પ્રાણપ્રશ્ન છે એમ કે સુપેરે દર્શાવ્યું છે. પ્રમાણભૂત માહિતી મેળવવાનો લેખકનો પુરુષાર્થ અને વિષયની સર્વગ્રાહી રજૂઆત વાચકને ઊડીને આંખે વળગે છે. આવા સાંપ્રત વિશ્વની ૨ સળગતી જ નહીં, પણ સળગાવી રહેલી સમસ્યા વિશે અભ્યાસપૂર્ણ અને હું માહિતીપ્રદ પુસ્તક આપવા માટે લેખક આપણાં અભિનંદનના અધિકારી T છે. આ પુસ્તક પર્યાવરણ-જાગૃતિના કાર્યોમાં પ્રમાણભૂત અને માર્ગસૂચક બની રહેશે. પર્યાવરણ એ ધર્મનો જ ભાગ છે -પ્રો. જે. જે. રાવલ છે અધ્યક્ષશ્રી ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી, મુંબઈ શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ લખેલ અને સંપાદન કરેલ પુસ્તક “પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ” એક વિશિષ્ટ પુસ્તક છે. આ વિષય પર લખાયેલ સવાંગી આવું આ પ્રથમ પુસ્તક છે. આ પુસ્તક વાંચી આ વિષય પર જ મારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ, વિચારોને નવી દિશા મળી છે. હું મારી જાતને ભાગ્યશાળી છે તે માનું છું કે આ પુસ્તકની પ્રસ્તાવના લખવા મને તક મળી. જો આમ ન થયું હોત તો હું જ કદાચ આ પુસ્તક મારી પાસે વંચાવા આવ્યું ન હોત અથવા મને આ પુસ્તક વિશે કદાચ ખબર પણ ન પડત. આ ઉત્તમ પુસ્તક માત્ર પર્યાવરણ વિશે જ આપણને જ્ઞાન આપતું નથી, પણ વૈશ્વિક તાપમાન અને ધર્મ વિશે પણ ઊંડું જ્ઞાન આપે છે. આ આ પર્યાવરણ એ ધર્મનો જ ભાગ છે. પર્યાવરણ, ધર્મ અને ખાસ તો જૈન ધર્મનું હૃદય જ આ છે. ગુણવંતભાઈએ આપણને જૈન ધર્મની મહાનતા સમજાવી છે. પર્યાવરણ જૈન છે. ધર્મમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અંતર્ગત મૂર્તિમાન થાય છે ઈ છે. જૈન ધર્મમાં પર્યાવરણ પર જે ભાર મૂકવામાં આવ્યો છે તે કોઈ ધર્મ નથી મૂક્યો. હું 8 જાણે કે પૃથ્વી પર ભવિષ્યમાં આવનારી તકલીફનો તેને અહેસાસ થઈ ગયો હોય. હે ભવિષ્યમાં પૃથ્વી પરનું જીવન આનંદદાયક અને કલ્યાણમય વ્યતીત થાય તે માટે આ જૈન ધર્મે પર્યાવરણને અગત્યના સ્થાને મૂક્યું છે. છે મહાવીરસ્વામીએ તો ત્યાં સુધી કહ્યું છે કે, આવશ્યક ન હોય તો પથ્થરને ન પણ ઠેસ મારવી નહીં રે લોકોએ બ્રહ્માંડના માત્ર સજીવ અને નિર્જીવ એમ બે ભાગ પાડ્યા છે તેના પર નું ભૂલભરેલા સમીકરણને પુદગલ , ચેતન, જડના - છ દ્રવ્ય દ્વારા સૂક્ષ્મ સ્પષ્ટીકરણ કરી ઉજાગર કરનાર જો સૌપ્રથમ ધર્મ હોય તો જૈન ધર્મ છે. તેની એકએક ગતિવિધિ છે - પર્યાવરણને સાચવીને થાય છે. જૈન ધર્મ પર્યાવરણ માટે અત્યંત સજાગ છે. જૈ જૈનોના આચારમાં અહિંસાની આરાધના સર્વ નાના-મોટા જીવો પ્રત્યેની રે દયાભાવના-કરુણાનાં દર્શન કરાવે છે. ધર્મનો સિમ્પલ લિવિંગ ઍન્ડ હાઈ થિંકિંગનો 6 સિદ્ધાંત પર્યાવરણના ઘણા પ્રશ્નો હલ કરે છે. પર્યાવરણનું રક્ષણ કરવા જૈનોનો છે. હું અપરિગ્રહનો સિદ્ધાંત પણ જમ્બર મહત્તા ધરાવે છે.
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy