SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. મૃત્યુનો પગરવ. . . . અનાસક્ત પુરષોની વિશિષ્ટતા એ છે કે તે ભોગ-વૈભવમાં લેવાતા નથી. નિર્લેપભાવે સંસારમાં રહે છે. શકાય ? મને આશ્ચર્ય એ વાતનું છે કે રાજા ભરત વૈરાગી છે તો. આવાં આશ્ચર્ય વચ્ચે રાણીઓના રંગ-રાગ વચ્ચે કેમ ? અને રાણીઓના. રંગરાગ વચ્ચે તે વૈરાગી શી રીતે રહી શકે ? મને એ સમજાતું નથી કે સિંહાસન પર, રાજમુગટ સાથે શોભતી વ્યક્તિ વૈરાગી કઇ રીતે ? મહારાજ મારી આ જિજ્ઞાસાનું સમાધાન કરો. શું આપના મનમાં પાપ-વિકાર વાસના નથી ઊઠતી ? આવી જીવન સ્થિતિમાં આપ વૈરાગી કઇ રીતે રહી શકો છો તે મને સમજાવો’. ચક્રવર્તી ભરતે કહ્યું ‘વિરૂદેવ તમારી શંકા ઉચિત છે. આપને એનું સમાધાન જરૂર મળશે. પરંતુ એ પહેલા આપે મારી એક આજ્ઞાનું પાલન કરવું પડશે. ‘આજ્ઞા કરો મહારાજ હું, તૈયાર છું, વિપ્રે કહ્યું. મહારાજા ભરતે તેલથી છલોછલ ભરેલો એક વાટકો બ્રાહ્મણના હાથમાં પકડાવતા કહ્યું કે તમારે મારા અંતઃપુરમાં જવાનું છે અંતઃપુરના. એક એક ખંડમાં મારી દરેક રાણીને જોવાની છે અને પછી મને બતાવવાનું છે કે મારી સૌથી સૌંદર્યવાન રાણી કઇ છે અને સમગ્ર અંતઃપુરમાં તમને કઇ વિશિષ્ટતા લાગી ? બ્રાહ્મણ તો રાજી થઈને કહ્યું કે, ‘મહારાજ હમણાં જ તમારી આજ્ઞાનું પાલન કરીને આવું છું. ભરતે કહ્યું ભાઇ ! ‘ઉતાવળ ન કરો મારી બીજી વાત સાંભળો. વિપ્ર કહે શું ? ભરત રાજાએ કહ્યું કે ‘તમારે અહીંથી અંતઃપુરમાં જવાનું છે. અંતઃપુરની બધી રાણી જોઇને સહુથી રૂપવતી રાણીને શોધવાની છે. અંતઃપુરની વિશિષ્ટતાનું દર્શન કરવાનું છે. આવતા-જતા તમારા હાથમાં સંપૂર્ણ તેલથી છલોછલા ભરેલો કટોરો હશે તમારી પાછળ બે સૈનિક ખુલી તલવાર લઇને ચાલતાં હશે જો રસ્તામાં તમારા હાથમાં રહેલા કટોરામાંથી એક ટીપું પણ તેલ ઢોળાશે તો સૈનિક તમારી ગરદનને ધડથી અલગ કરી દેશે. બ્રાહ્મણ ભયભીત થઇને કહે કે આ શરત તો બહુ અકરી છે. ઇતિહાસ આવા ઘણાં મહાપુરુષોનો સાક્ષી છે. ચક્રવર્તી ભરત રાજા, રાજા જનક, શેઠ સુદર્શન, ‘ગૃહસ્થ શ્રાવક' જે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં અનાસક્ત વિરકત અને નિર્લેપ ભાવમાં રહેતાં. જેમણે ગૃહસ્થાશ્રમને આશ્રમ બનાવી દીધેલ. જૈન આગમોમાં ઉલ્લેખ છે કે મહારાજા ભરત ચક્રવર્તી અપાર વૈભવ હોવા છતાં અનાસક્ત આત્મા હતાં. એમના જીવનમાં ધર્મ, તપ અને સંયમ અભિપ્રેત હતા. ચક્રવર્તી ભરતના જીવનની એક ઘટના છે. એક દિવસ એક બ્રાહ્મણે આવીને ભરતને કહ્યું કે લોકો આપને વૈરાગી સમજે છે. આપ આવા ભવ્ય મહેલમાં રહો છો તો વૈરાગી કઇ રીતે ? | ‘મારું મન કહે છે કે ભરત ચક્રવર્તી વૈરાગી છે તો મહેલમાં કેમ રહે છે ? અને તે મહેલમાં રહે છે તો તેને વૈરાગી કઇ રીતે કહી -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૧૭ - જીવનસંધ્યાએ અરુણોદય) ૧૮
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy