SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા કહે હા, કઠિન તો છે પરંતુ જે અંતઃપુરમાં રાજા સિવાય કોઇ પણ વ્યક્તિને પ્રવેશ ન મળી શકે ત્યાં તમને પ્રવેશ મળશે, જે રાણીઓના સૌંદર્યનું દર્શન દેવોને પણ દુર્લભ છે તે તમને મળશે’. વિપ્ર તો હાથમાં કટોરા સાથે પૂરા ધ્યાનથી સંપૂર્ણ સાવધાનીથી અંતઃપુર તરફ એક એક ડગ માંડવા લાગ્યો. અંતઃપૂરની સુંદર સજાવટ કૂલો, નૃત્ય, વાજિંત્રો, ગીતો, અત્તરની ખુબુ અને સૌંદર્ય સુંદરીઓ પાસેથી પસાર થઇ ગયો. સમગ્ર અંતઃપુરની પરિક્રમા કરી અને રાજા પાસે પરત આવ્યો ત્યારે પસીનાથી તરબતર હતો અને ખૂબ હાંફતો હતો. રાજા ભરતે પૂછયું કે બતાવો મારી સૌથી સુંદર રાણી કઈ ? મારા અંતઃપુરમાં શું વિશિષ્ટ લાગ્યું ? - રાજા ! આપ કઇ રાણીની વાત કરો છો ? રાણીઓ ક્યાં હતી ? કેવી હતી ? કેટલી હતી ? તે મને કશું દેખાયું જ નથી. મેં તમારું અંતઃપુર જોયું જ નથી તો તેની વિશિષ્ટતા તમને શું કહું ? રાજા કહે આ સેવકો તો કહે છે કે તમે સમગ્ર અંતઃપુરને પરિક્રમા લગાવી છે, તો ત્યાં શું જોયું ? વિપ્ર કહે, કહું મેં શું જોયું ? ‘તેલથી છલછલતા ભરેલા કટોરામાં મેં માત્ર મારા મોતનું પ્રતિબિંબ, ચમચમતી ઉધાડી તલવાર સાથે ચાલતા સૈનિકના પ્રત્યેક કદમમાં મને મૃત્યુ મારી નજીક આવતું દેખાતું હતું.' રાજા કહે, ‘મારી રાણીઓનું સૌંદર્ય તમને ન દેખાયું ? અંતઃપુરમાં ચાલી રહેલા સુંદર નૃત્યને તમે ન જોયાં ?” વિપ્ર કહે, ‘મને ક્ષણે ક્ષણે મૃત્યુનો બિહામણો અને વિકરાળ ચહેરો દેખાતો હતો. અંત-પુરમાં નૃત્ય નહિ મને ખુલ્લી તલવાર સાથે ચાલતા સૈનિકોમાં, મારા મોતનું તાંડવનૃત્ય દેખાતું હતું. હે રાજન, મને સતત મૃત્યુનું સ્મરણ હતું’. ચક્રવર્તી ભરત કહે ‘ભાઇ ! આજ આજ તમારી જિજ્ઞાસાનું સમાધાન છે. ભાઇ, જે રીતે રાણીની સમીપ જવા છતાં તમને રાણી પ્રત્યે કોઇ પાપ વિકાર ન જાગ્યો માત્ર તમને મૃત્યુ જ દેખાયું તેમાં મને પણ આ અપારસમૃદ્ધિ અને વૈભવ પ્રત્યે આસક્તિ નથી પરંતુ મને સતત મૃત્યુનું સ્મરણ છે. મૃત્યુનાં પગલાંનો અવાજ મને સતત મારી તરફ આવતો સંભળાય છે. મારા માથે મોત ભમે છે, એ ગમે ત્યારે ત્રાટકશે તેનાથી હું સભાન છું. એટલે જ આ વૈભવી. વાતાવરણમાં વાસનાના કાદવ કીચડ મને સ્પર્શતા નથી. અને હું આ કીચડ ઉપર કમળની જેમ ખીલીને રહી શકું છું. રંગ-રાગમાં પણ હું વૈરાગ્યની ચાદર ઓઢીને નિર્લેપભાવે જીવી શકું છું. હું સુવર્ણ સિંહાસન પર મણિ મુગટ ધારણ કરી બેસું છું. રાણીઓ સાથે ઊઠું છું, બેસુ છું. રાજ્યની ધૂરાને સંભાળું છું. દરેક કર્તવ્ય બજાવવાની સાથે મૃત્યુનો પગરવ સતત મારા તરફ આવતો સાંભળતો. રહું છું. એટલે જ પાપ વિકાર મને સ્પર્શતા નથી. માયાથી હું પ્રભાવિત થતો નથી. પરંતુ દિવ્યઆત્મા સાથે મારું સતત અનુસંધાન છે. એટલે જ લોકો મને વૈરાગી કહેતા હશે’.. ભરતરાજાએ ભવ્યતાના પ્રદર્શન વચ્ચે દિવ્યતાને સંગોપી. દીધી છે. એજ તેના ઉત્કૃષ્ટ અનાસક્ત ભાવનું રહસ્ય છે. -જીવનસંધ્યાએ અરુણોધ્ય) ૧૯ - - જીવનસંધ્યાએ અરુણોદય , નસંધ્યાએ અરુણોદ્ય –
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy