SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સુધર્મ. જન્મના મુગટમાં મૃત્યુના મણિરત્નનું જડતર થયેલું જ હોય છે. મા પોતાના નવજાત શિશુને ખોળામાં લે છે તે પહેલાં મૃત્યુએ તેને ખોળામાં લઇ લીધું હોય છે. આયુષ્ય કર્મ પ્રમાણે આપણે નિશ્ચિત શ્વાસ લેવાના છે. જન્મ પછીનો આપણો એક એક શ્વાસ આપણા આયુષ્યને ઘટાડતો જાય છે. હતા ? મારા દાદા હતા આજે મારા પિતા બંગલાના માલિક છે. તો દાદા ? દાદા ભૂતપૂર્વ માલિક હતા. આપણે કહીએ છીએ કે આ ભૂતપૂર્વ પ્રધાન, આ ભૂતપૂર્વ ટ્રસ્ટી, આ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, ભૂતપૂર્વ પ્રમુખ અર્થ એ કે આપણા પ્રત્યેક ઘરને બંગલાને ભૂતબંગલા કહી શકાય. મહેલ મરઘટ રૂપે અને બંગલા ભૂતબંગલા કે મરઘટથી વધુ કશું જ નથી. આ ચિંતનથી અનાસક્ત ભાવ ઉજાગર થશે અને આપણું મકાન કે મહેલ આપણા માટે આશ્રમ કે તપોવન જેવું બની જશે. આ મહેલાતોમાં માલિકીભાવને બદલે ટ્રસ્ટીભાવ રહેશે. મૃત્યુ સમયે અંત સમયે આ બધું સહજ છૂટી જશે. સરકારી બંગલામાં રહેલા અમેરિકાના પ્રમુખને કોઇએ પૂછયું કે તમે આ બંગલામાં રહો છો ? તો પ્રમુખ કહે કે હું અહીંથી પસાર થઇ રહ્યો છું. સાધક મકરંદ દવે કહે છે કે આત્મતેજની અખંડ સ્મૃતિ સાચવે તે જ મૃત્યુને જીતી અમરત્વને વરે છે. મનુષ્યનો જન્મ થાય છે ત્યારે તેને એક ધક્કો લાગે છે તેને ‘બર્થ ટ્રોમાં કહે છે. માતાનો પ્રથમ વિચ્છેદ અને પોતીકો સ્વતંત્ર પ્રશ્વાસ બાળકને જન્મનો આઘાત આપે છે. આ તેની આત્મ વિસ્મૃતિનું કારણ છે. આ ‘અપસ્માર’ કે ‘સ્મૃતિભ્રંશ’ની ભૂમિ છે. મૃત્યુ વેળાએ વળી ‘ડેથ ટ્રોમા મૃત્યુનો. આધાત આવી પડે છે જે સ્થૂળ શરીર સાથે વિચ્છેદ તેમજ જીવાત્મા તરીકે સ્વતંત્ર ભૂમિમાં વિહરવાનું બને છે. એ વેળા શરીરની સ્મૃતિ જાણે સ્વપ્ન જેવી બની જાય છે આ ‘બર્થ ડ્રોમા’ અને ‘ડેથ ટ્રોમાં જન્મ-મૃત્યુના આઘાત વચ્ચેથી પસાર થતાં જે આત્મસ્મૃતિનું અનુસંધાન રાખી શકે તે જ અમરત્વને વરે છે. કોઇપણ વ્યક્તિ સંસારમાં કાયમ રહેવાની નથી. અનંત કાળના પ્રવાહમાં દરેક વ્યક્તિ આ સંસારમાંથી પસાર થાય છે. મૃત્યુથી બચવા બહારની સુરક્ષાની વ્યવસ્થા કરે છે. પાકુ મકાન બનાવે - દરવાજા, તાળાં, ચોકીદાર રાખે. ગુંડાથી બચવા ઝેડ ગ્રેડ શ્રેણીની સુરક્ષા કરે પણ તેથી શું ? તે તો બહારની સુરક્ષા થઇ. બ્રેઈન હેમરેજ થાય, હાર્ટએટેક આવે કે લીવર કામ કરવાનું બંધ કરે, શ્વાસની તકલીફ થાય કે કેન્સર થાય તે અંદરની તકલીફો છે. બહારની સુરક્ષા તેને માટે કામ ન આવે. આવા રોગના ઉપચાર માટે માનવીની મદદે વિજ્ઞાન અને નિષ્ણાત ડોક્ટરો આવે છે આત્મતેજની સ્મૃતિ એટલે આત્મસંસ્કારની સ્મૃતિ. આત્મા પર પડેલાં શુભાશુભ કર્મો આત્મા સાથે મૃત્યુ પછીની ગતિમાં પણ જાય છે. આત્મા શુભ કર્મોના સંસ્કારો સાથે લઇ જાય તો જ તેને સ્મરણ રહે કે ‘હું આત્મા છું, હું શરીર નથી, હું ચૈતન્યનો પૂંજ છું. આવી આત્મસ્મૃતિનું અનુસંધાન જ જીવને શિવ બનાવી શકે. આત્મસ્મૃતિના સાતત્યની વાતમાં શુભ કર્મોના સંસ્કારોનો ભાવ અભિપ્રેત છે. આત્મરમણતા પ્રત્યે ઇશારો છે. સકર્મના આચરણ પ્રતિ પવિત્ર સંકેત છે. પરંતુ મૃત્યુનો કોઇ ઉપચાર નથી. જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. માટે જન્મ અને મૃત્યુ આ વિશ્વના બે મહારોગ છે. અજન્મા થવું એટલે મોક્ષમાં જવું. મોક્ષમાં જનારનો પુનઃજન્મ થતો નથી માટે માત્ર મોક્ષ જ મૃત્યુ રોગનો એકમાત્ર ઉપચાર છે અને મોક્ષ ઉપાય છે -જીવનસંધ્યાએ અરુણોધ્યો બજીવનસંધ્યાએ અરુણોદય
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy