SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનશિક્ષણ સંસ્થાઓ, શિક્ષણ બોર્ડ ચલાવવામાં આવે છે. કેટલીક યુનિવર્સિટીઓ, કૉલેજ અને સંસ્થાઓ દ્વારા જૈનોલૉજીના સર્ટિફિકેટ, ડિપ્લોમા કોર્સ ચલાવવામાં આવે છે. કેટલીક યુનિવર્સિટીમાં જૈનોલૉજીમાં M.A. અને Ph.D.ના અભ્યાસ કરવાની પણ વ્યવસ્થા છે. સામાન્ય રીતે જૈનશાળાઓ ઉપાશ્રય, દેરાસરના સંઘો, ટ્રસ્ટો અને અન્ય સંસ્થા દ્વારા ચલાવાય છે. વિદેશોમાં પણ જૈન સેંટર્સ પોતાના બાળકો માટે જૈન શિક્ષણની વ્યવસ્થા કરે છે. ‘લૅક ઍન્ડ લર્ન’ અને ‘મેજિક ટચ' જેવી જૈનશિક્ષણની વિશિષ્ટ સંસ્થાઓ પણ શિક્ષણનું સુંદર કાર્ય કરી રહી છે. વિશ્વભારતી લાડનું જૈન યુનિવર્સિટી, આરા, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ, જૈનોલૉજી (મુંબઈ યુનિ.), જૈનોલૉજી (ચેન્નઈ), શિવાજી યુનિ. ઑફ જૈન ચેર (કોલ્હાપુર), એમ.એમ. જૈન ચેર યુનિ ઑફ પૂણે, જૈનોલૉજી સોમૈયા કૉલેજ, પ્રાણગુર જૈન રિસર્ચ સેન્ટર-ઘાટકોપર (મુંબઈ) અનેકાંત રિસર્ચ સેંટર (બાહુબલી), એલ.ડી. ઇન્સ્ટિ. (અમદાવાદ), ભોગીલાલ એલ. ઇન્સ્ટિ. (દિલ્હી), મહાવીર અધ્યયન કેન્દ્ર-કોબા, ટોડરમલ સ્મારક ટ્રસ્ટ (જયપુર), અનેકાંત ભારતીઅમદાવાદ, કુંદકુંદ વિદ્યાપીઠ (ઈન્દોર), વિરાયલમ-પૂણે, ઉવસગ્ગહર સાધના ટ્રસ્ટ (જૈન આગમ મિશન) ઘાટકોપર-મુંબઈ વગેરે સંસ્થાઓ જૈનસાહિત્ય સંશોધનનું કાર્ય કરે છે. I વિદેશમાં જેન હસ્તપ્રતો અને ગ્રંથો ! વિદેશમાં વિદ્વાનો અને તેમાંય ખાસ કરીને યુરોપિયન સ્કોલર્સ જેવા કે જી. બહલર, હરમન જેકોબી, સી. બેન્ડાલ, એફ.એલ. પૂલે, ડબલ્યુ શુબીંગ, એલ. આસડો અને બીજા કેટલાક વિદ્વાનોએ જૈન હસ્તપ્રત અને અન્ય સાહિત્ય સંશોધનમાં રસ લીધો તેના કારણે ભારતમાંથી કેટલીક હસ્તપ્રતો ને અમૂલ્ય અલભ્ય ગ્રંથો જર્મની, ઓસ્ટ્રીયા, ઈટલી, ફ્રાંસ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ગલ્ફના દેશોમાં ગયા. મુખ્યત્વે ધી બ્રિટિશ લાયબ્રેરી, ધી બ્રિટિશ મ્યુઝિયમ, ધી વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, ધી વેલકમ ટ્રસ્ટ, ઓક્ષફર્ડ યુનિવર્સિટી લાયબ્રેરી, કેમ્બ્રીજ યુનિ. લાયબ્રેરી, રોયલ એશિયાટીક સોસાયટી, ઈટાલીની લોરેન્સ યુનિવર્સિટી, સ્ટેન્સગર્ભ યુનિવર્સિટી, બાઈબલિયો હેડ નેશનલ ડી ફ્રાન્સ (પેરિસ), વિયેના યુનિવર્સિટી, બર્લિન, રશિયા, યુનાઈટેડ સ્ટેટ ઑફ અમેરિકામાં જૈન હસ્તપ્રતો અને ગ્રંથો છે. વિદેશમાં જૈન પ્રતિમાઓ ઉત્કૃષ્ટ કક્ષાની શિલ્પકૃતિઓવાળી જૈન પ્રતિમાઓ અત્યારે વિદેશમાં છે. ઈસુના બીજા સૈકાથી માંડીને પંદરમી સદીમાં બનેલી વિવિધ જૈન મૂર્તિઓ જેમાં તીર્થંકર પરમાત્મા, શાસનદેવ, શાસનદેવીઓ અને પક્ષની પ્રતિમાઓનો સમાવેશ થાય છે. ભારતના વિવિધ પ્રાંતોમાંથી ગયેલી આ પ્રતિમાઓ હાલ વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમ-લંડન, બ્રિટિશ મ્યુઝિયમ-લંડન, મ્યુઝિયમ પેરિસ, રીચબર્ગ ઝયુરીચ નેશનલ મ્યુઝિયમ ઓક્ષફર્ડ, દીન્જાપુર મ્યુઝિયમ-બંગલાદેશ, વી. રીસર્ચ મ્યુઝિયમ રાજાશાહી-બંગલાદેશ, મ્યુઝિયમ ઑફ ફાઈન આર્ટ્સ-બોસ્ટન (અમેરિકા), ક્લેરેલૅન્ડ મ્યુઝિયમ ઑફ આર્ટ્સ (અમેરિકા). ડેનવર આર્ટ મ્યુઝિયમ (અમેરિકા), વિલિયમ રોકહીલ ગેલેરી ઑફ આર્ટ્સ (કન્સાસ) અમેરિકા, ડેક્કન મ્યુઝિયમ (બાંગલાદેશ), સિટી આર્ટ્સ ઑફ અમેરિકા (શિકાગો). જૈન ધર્મના પરિપ્રેક્ષ્યમાં j જીવકથા અને શાહાર સહ-અસ્તિત્વનો સિદ્ધાંત જૈન ધર્મનો પાયો છે. જીવો અને જીવવા દો, અહિંસા, કરુણા અને દયાનો ધર્મના અવિભાજ્ય અંગરૂપે સ્વીકાર થયો છે. જૈન ધર્મમાં ગાયો અને ગૌવંશની જાળવણીને પ્રથમથી જ મહત્ત્વ આપવામાં આવેલ. ભગવાન મહાવીરના શ્રાવકો આનંદ, કામદેવ, ચૂલની પિતા-ચુલણિ શતક, કુંડકૌલિક-સુરાદેવ-મહાશતક વિ. પાસે મોટી સંખ્યામાં ગોફલો હતા. ગૌરક્ષા માટે પ૮ ...... પ૭
SR No.034392
Book TitleJain Dharm Parichay Pustika
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAkhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
Publication Year2015
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy