________________
લાડુ, રોકડ નાણું, વાસણ કે ઉપકરણ ભેટ તરીકે આપવામાં આવે. તે ઉપરાંત તપશ્ચર્યા, જાપ કે અન્ય ધાર્મિક પ્રસંગે ઘરે કે ધર્મસ્થાનકોમાં જે ભેટ કે લાણી આપવામાં આવે તે માટે જૈનોમાં પ્રભાવના’ શબ્દ પ્રચલિત છે. ધર્મનો પ્રભાવ જેનાથી વધે, ધર્મ પ્રત્યે આકર્ષણ થાય તેવી વહેંચાતી વસ્તુ માટે 'પ્રભાવના' શબ્દ સ્થૂલ અર્થમાં રૂઢ થઈ ગયો છે.
સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય રૂપી રત્નત્રયના પ્રભાવથી આત્માને પ્રકાશમાન કરવો તેનું નામ નિશ્ચય પ્રભાવના છે. જૈન ધર્મના દરેક કાર્યમાં કે અનુષ્ઠાનોમાં ભાવનાનું જ વધુ મહત્ત્વ છે. ભાવના કરતાં સ્થૂલ પ્રભાવનાનું મહત્ત્વ વધારે નથી, તેની સમજણ, જાગૃતિ અને વિવેક જરૂરી છે.
સર્પાકત અને આત્મા સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે શ્રદ્ધાને સમક્તિ કહેવાય. જે રાગદ્વેષથી પર છે તે વીતરાગી છે તે સુદેવ. જે પોતે સંસાર સાગરથી તરે અને અન્યને તરવાની સાચી સમજણ આપે તે સુગુરુ. જેનું આચરણ અહિંસા પ્રધાન અને વીતરાગી થવા પ્રેરતું હોય તે સુધર્મ છે.
રત્નત્રયી : જિનતત્વ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણને જ્ઞાનીઓએ મોક્ષ માર્ગનાં સાધન ગણ્યાં છે.
સમ્યક જ્ઞાન : જિનોત્તતત્ત્વો પરની શ્રદ્ધા આત્મતત્વ પરની શ્રદ્ધા પ્રગટે તે જીવમાં, સમ્યકત્વ પ્રગટયું કહેવાય અને આ તત્ત્વો પર અશ્રદ્ધા તે મિથ્યાત્વ કહેવાય. સમ્યકત્વ જીવનું જ્ઞાન જ સમ્યકજ્ઞાન કહેવાય.
સમ્યક ચરિત્ર : રાગદ્વેષ આદિ વિકારોનો અભાવ સાધી સમભાવ કેળવવો અર્થાત જીવનગત વૈષમ્યના કારણોને દૂર કરવાનો વિવેકપૂર્વ પુરુષાર્થ તે સમ્ય ચારિત્ર.
સમ્યક દર્શન : તત્ત્વના સ્વરૂપ સહિત જીવ આદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તેને સમ્યક દર્શન કહે છે. સમક્તિના લક્ષણ: સમ : સમાનભાવ. ધૂળ અને સોનું સમાન ગણે છે. સંવેગ : મોક્ષપ્રાપ્તિની તાલાવેલી. નિર્વેદ : સંસાર પ્રત્યે ઉદાસીનતા. ઉદાસીનતા આવે ત્યારે વેદરહિત થવાય. વેદ-ઇચ્છા (વિષય-વાસનાની)
આસ્થા : શ્રદ્ધા. અનુકંપા : કરુણા, દયા.
આત્મા : જૈનધર્મ એ આત્મદર્શન છે. અહીં સર્વ ક્રિયાઓ આત્મલક્ષી છે. છ પદ દ્વારા આત્માની વાત કરી છે. આત્મા છે, નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે. કરેલ કર્મ ભોગવનાર ભોક્તા છે. કર્મમુક્તિથી આત્માનો મોક્ષ પણ થાય છે અને મોક્ષ મેળવવાનો ઉપાય સુધર્મ બતાવેલ છે. આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે અને તે અનંત વીર્યનો ધારક છે. દરેક ભવિ આત્મા પરમાત્મા થવાની લાયકાત ધરાવે છે.
શ્રાવકના મનોરથ : શ્રાવક-શ્રાવિકા એવી ભાવના ભાવે કે ક્યારે હું આરંભ પરિગ્રહ ઓછો કરી શ્રાવકના બારવ્રતનું પાલન કરતો સંસારત્યાગ કરી સાધુજીના પંચમહાવ્રતનું પાલન કર્યું અને એ કરતાં કરતાં મને સમાધિમરણ પંડિત મરણ મળે.
કપાય : કમ્ + આ = કષાય. કર્યું એટલે સંસાર. આય-આવવું. વૃદ્ધિ, જેના કારણે સંસારની વૃદ્ધિ થાય તે કષાય. આત્મગુણોને હરનાર મુખ્ય ચાર કષાયો છે. ક્રોધ, માન, માયા અને લોભ.
૧૪ સ્વપ્ન : તીર્થંકરના ગર્ભપ્રવેશ વખતે તેની માતાને આવતાં. સિંહ, હાથી, ધ્વજ વગેરે ચૌદ સ્વપ્નો તીર્થંકરના વિશિષ્ટ ગુણોનો સંકેત આપે છે. અમંગલ : સ્વસ્તિક, કળશ, મીનયુગલ વિગેરે આઠને મંગલ પ્રતીકો ગણ્યાં છે.
સામૈંક ભરત, સહાય, સ્વામીવાત્સલ્ય પૂર્વાચાર્યોએ સાધર્મિકોને સહાય કરવાનું શ્રાવકોના કર્તવ્યોમાંનુ એક કર્તવ્ય ગણાવ્યું છે. મારા સહધર્મી વ્યક્તિને વૈદકીય (મેડિકલ), શિક્ષણ, રોજગારીમાં સહાય કરવી તે કર્તવ્ય છે. વળી સાધર્મિકોને ધર્મ પમાડવામાં, પવિત્ર તીર્થોની ક્ષેત્રપર્શના, તીર્થયાત્રા કરાવવી તે પણ સાધર્મિક ભક્તિનો એક પવિત્ર પ્રકાર છે.
દીક્ષા મહોત્સવ, પ્રતિષ્ઠા, સંવત્સરી પછીના દિવસોમાં અને એવા પ્રસંગોમાં સ્વામીવાત્સલ્ય સંઘજમણ યોજવામાં આવે છે જેથી સાધર્મિકો સાથે મળે છે અને સંઘભાવના પ્રબળ બને છે. જિનશાળા, જેન શિક્ષણ અને જૈન સાહિત્ય સંશોધન સંસ્થા
જૈન ધર્મમાં બાળકો, યુવાનો, સાધકો અને જિજ્ઞાસુઓને જૈનશિક્ષણ આપવા માટે જે નશાળાઓ અને વિવિધ પ્રાંત ભાષા અને ફિરકાઓ દ્વારા પોતાની
પપ
૫૬