SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 000000000000000000000000000000 પૂ. વિજયસેન, પૂ. હરિવિજયજી, પૂ. શાંતિદાસમુનિ જાણીતા હતા. જીવદયાના ક્ષેત્રે કુમારપાળ રાજા અને પૂ. હેમચંદ્રાચાર્યનું કાર્ય અનન્ય હતું. ગૌરક્ષા-પશુરક્ષા પાંજરાપોળના ક્ષેત્રે જૈનોનું મોટું યોગદાન છે. પશુચિકિત્સાલયો, પાંજરાપોળની જમીનના મહત્તમ ઉપયોગ દ્વારા તેને પગભર બનાવવી, નીરણ કેન્દ્રો, ચરિયાણોને ગૌચરના રક્ષણનું કાર્ય, ગૌ પેદાશો અંગે સંશોધન કેન્દ્રો, કૂતરાને રોટલો, કબૂતરને ચણ, પક્ષીઓનાં સારવાર કેન્દ્રો, કૂતરાને સરકારી ઈલેક્ટ્રોકટીંગ કેન્દ્રમાં જતા બચાવી વસ્તીનિયંત્રણ ઑપરેશન કરાવવાનું કાર્ય જૈનો જીવદયા દ્વારા કરે છે. રાસાયણિક ખાતરને બદલે સેન્દ્રિય ખાતર દ્વારા સજીવ ખેતીની જૈનો હિમાયત કરે છે. જીવદયાને માત્ર જૈનોની કુળદેવી ન ગણતા માનવધર્મના મંદિરમાં જીવદયાની પ્રતિષ્ઠા કરતાં વિશ્વમૈત્રીના દર્શન થશે. માનવો માટે માંસાહાર સુસંગત નથી. માનવશરીરની રચના બતાવે છે કે તે શાકાહારી પ્રાણી છે. અસદ્ આહારના પરિણામે દેહસ્થ સપ્તધાતુ અને અંતસ્રાવી ગ્રંથિઓમાં રાસાયણિક પરિવર્તન થાય છે. તેનાથી શારીરિક અને માનસિક વિપરીત અસરો થાય છે અને તેનાં કારણે મનમાં વિકૃતિ પેસે છે. મનનું ચાંચલ્ય, ચિત્તવિકાર કષાય આદિ ભાવો જેવા કે ક્રોધ, ઇર્ષા, પ્રકોપ, તીવ્ર લાલસા, નિદ્રા-પ્રેમ વગેરે વિકૃતિતી મનુષ્ય બહારથી અને અંતરમનથી ખળભળી ઉઠે છે. માંસાહરથી કુદરતી સંપત્તિનો વ્યય થાય છે અને પર્યાવરણનું અસંતુલન થાય છે. પૃથ્વી પર કંપનો, સુનામી જેવાં તોફાનો થવાની શક્યતા હિંસા અને કતલથી વધે છે. શાકાહારનો વિચાર અને આચાર માત્ર પેટ ભરવા માટે નહીં, પરંતુ લોહીની નદીઓ બંધ કરવા માટે છે. ક્રૂરતાને બદલે વાત્સલ્ય પ્રેમ અને કરુણાના સંસ્કાર માટે છે. વ્યક્તિગત કુટુંબ જીવન અને રાષ્ટ્રની સુખશાંતિ માટે છે. વર્તમાન જીવન સમાધિમય બનાવવાને અને પરલૌકિક હિત માટે છે. શાકાહાર અને જૈનાહારમાં પણ જૈનો કાંદા-બટાટા, ગાજર, મૂળા જેવા પદાર્થોને અભક્ષ્ય ગણે છે. જીવનશૈલીની સાત્વિકતા અને જીવદયાને કારણે પદ 000000000000000000000000000000 અનંતકાયયુક્ત અભક્ષ્યનો આહાર જૈનો કદી કરતા નથી. ભારતભરમાં જૈનો હજારો ગૌશાળા, પાંજરાપોળ અને પશુકલ્યાણ કેન્દ્રો ચલાવી જીવદયાનું જતન કરે છે. દેશ-વિદેશમાં જૈન સંગઠનો અને જૈનોનું ચોગડાન દેશના વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે જૈનોનું અનેરું યોગદાન છે. વિદેશમાં પણ સમૃદ્ધ જૈનો પોતાના વેપાર-ધંધા ચલાવે છે. દેશમાં કર-વેરા ભરવામાં જૈનો અગ્રેસર છે. ભારતની કેટલીય સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, તબીબી (મેડિકલ) સંસ્થાઓમાં જૈનોનું મોટું યોગદાન છે. હૉસ્પિટલ્સ, કૉલેજ અને સ્કૂલો, ટાઉન હૉલ, ધર્મશાળા વગેરેની સ્થાપના કરવામાં જૈનોએ પોતાના દાનનો પ્રવાહ સતત્ વહાવ્યો છે. પ્રાંત, ભાષા અને ધર્મનો ભેદભાવ રાખ્યા વિના સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રમાં જૈનોની સખાવતો છે. મોટા ભાગની જીવદયા સંસ્થાઓ પાંજરાપોળ અને ગૌશાળા જૈનોના આર્થિક અનુદાનથી નભે છે. જ્યારે જ્યારે દેશ પર રાષ્ટ્રીય આફત, સાર્વભૌમત્વ અને સંરક્ષણનો બઘ્ન, ધરતીકંપ, પૂર, દુરાય, (અતિવૃષ્ટિ-અનાવૃિષ્ટિ કે વાવાઝોડું જેવી કુદરતી આફતો વખતે દેશ અને વિદેશમાં વસતા જૈનોનું ઉત્કૃષ્ટ યોગદાન હોય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યાપ ધરાવતી જૈન સોશ્યલ ગ્રુપ અને જૈન જાગૃતિ સેન્ટર્સ જૈનોની અગ્રણી સામાજિક સંસ્થા ગણાય. શ્વેતાંબર અને દિગંબરોની કૉન્ફરન્સ અને જૈન મહાસંઘો, ઉપાશ્રય, ધર્મસ્થાનકો અને દેરાસરને લગતાં ધાર્મિક સંગઠનો છે. આણંદજી કલ્યાણની પેઢી જેવી સંસ્થાઓ, તીર્થોના વહીવટ કરતી સંસ્થાઓ છે. આ ઉપરાંત તીર્થ સંરક્ષણ સમિતિઓ અને સાધુ સંરક્ષણ સમિતિઓ, તીર્થોના રક્ષણ, સાધુ-સાધ્વીઓના દીક્ષા વગેરેનું નિયમન કરે છે. દરેક જૈન સંઘો પોતાના બાળકોને ધાર્મિક સંસ્કાર આપવા માટે પાઠશાળા, જૈનશાળા ચલાવે છે. ભારત અને વિદેશમાં પાક્ષિક, માસિક, દ્વિમાસિક, વિવિધ ભાષામાં ૩૫૦થી વધુ જૈન ધર્મના સામયિક કે મુખપત્ર નિયમિત પ્રગટ થાય છે. ફ્રિકા, જ્ઞાતિ, પ્રાંત, ગચ્છ અને સંપ્રદાયને ધોરણે દેશ-વિદેશમાં હજારો જૈન સંસ્થાઓ છે. ૬૦
SR No.034392
Book TitleJain Dharm Parichay Pustika
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAkhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
Publication Year2015
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy