SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 0000000000000100000000000000000 સંજ્ઞા આત્મા અને કર્મનો અનાદિ સંબંધ છે. જૈન ધર્મમાં દર્શાવેલ આઠ કર્મોમાં મોહનીય કર્મ સૌથી વધુ પ્રબળ છે. આત્મા પર તેનો મોટો પ્રભાવ છે. સાત કર્મો તો આત્માના મૂળ ગુણો અને મૂળ સ્વરૂપને માત્ર આવૃત્ત કરે છે. જ્યારે મોહનીય કર્મ આત્માના મૂળ ગુણસ્વરૂપને વિકૃત કરે છે. આ કર્મોને કારણે જીવાત્મામાં વિવિધ મનોવૃત્તિઓ જન્મે છે તેને જૈન પરિભાષામાં “સંજ્ઞા” કહે છે. સંજ્ઞા એટલે વૃત્તિ, સંજ્ઞા એટલે મૂર્છા, સંજ્ઞા એટલે આસક્તિ. આધુનિક મનોવિજ્ઞાન તેને સહજ સ્વાભાવિક મનોવૃત્તિઓના નામે ઓળખે છે. તેને જૈનદર્શને સંજ્ઞાનું નામ આપ્યું છે. આવી દસ સંજ્ઞાઓ છે. • ૧) ખાવાની વૃત્તિ અને વિચાર એ આહારસંજ્ઞા. ૨) ડરની લાગણી અને વિચાર એ ભયસંજ્ઞા. • ૩) જાતીયવૃત્તિ અને વિચાર એ મૈથુનસંજ્ઞા. ♦ ૪) માલિકી હક્ક, મારાપણાની વૃત્તિ - વિચાર, મમતા અને આક્તિ એ પરિગ્રહસંજ્ઞા. ૫) ગુસ્સાની વૃત્તિ અને વિચાર એ ક્રોધસંજ્ઞા. ૦૬) અહંકારની વૃત્તિ અને વિચાર એ માનસંજ્ઞા. ♦ ૭) કપટની વૃત્તિ અને વિચાર એ માયાસંજ્ઞા. ♦ ૮) લાલચ લુબ્ધતા, ભેગું કરવાની વૃત્તિ અને વિચાર એ લોભસંજ્ઞા. ♦ ૯) ગાડરિયા પ્રવાહ જેમ ગતાનુગતિક અનુકરણીય વૃત્તિ અને વિચાર એ ઓઘસંજ્ઞા. ૧૦) રૂઢિવાદ હેઠળ લૌકિક માન્યતાને વળગી રહેવાની વૃત્તિ અને વિચાર એ લોકસંજ્ઞા. જૈનદર્શનનું અંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ-ભગવતી સૂત્રમાં કહ્યું છે કે નારકી (નર્કમાં વસતા) ને ભયસંજ્ઞા, દેવોમાં પરિગ્રહ સંજ્ઞા, તિર્યંચ (પશુ-પંખી)માં આહાર સંજ્ઞા અને મનુષ્યગતિમાં મૈથુન સંજ્ઞાની અધિકતા જોવામાં આવે છે. ૫૩ 0000000000000100000000000000000 તપ, આહારમાં નિયમન અને સાત્વિક આહારથી આહારસંજ્ઞા પાતળી પડે, અન્ય જીવો ભય ન પામે તેવું વર્તન નિર્ભય બનાવે, તપ, સત્સંગ અને સાદો સાત્વિક આહાર મૈથુન સંજ્ઞા પાતળી પાડે, દાન અને ત્યાગની ભાવના પરિગ્રહ સંજ્ઞા પાતળી પાડે છે. પરિષહ અને ઉપસર્ગ :- ‘પરિહ’ અને ‘ઉપસર્ગ’ જૈન પારિભાષિક શબ્દો છે, તે અનેક સ્થળે વપરાયેલ જોવા મળે છે. જે સારી રીતે સહી શકાય એમ છે અથવા જે સારી રીતે સહન કરી લેવા જોઈએ તે પરિષહ. જૈન સાધુ-સાધ્વીઓ પરિષહ સહન કરે છે. તત્ત્વાર્થ સૂત્રમાં પરિષહની વ્યાખ્યા આપી છે. સંયમ માર્ગમાંથી ચલિત ન થવાને માટે તથા કર્મોની નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તેને પરિષહ કહેવામાં આવ છે. જૈન શાસ્ત્રોમાં બાવીસ પ્રકારના પરિષહ ગણવામાં આવ્યા છે. ૧) ક્ષુધા, ૨) પિપાસા, ૩) શીત, ૪) ઉષ્ણ, ૫) દંશ, ૬) અચેલ, ૭) અરિત, ૮) સ્ત્રી, ૯) ચર્યા, ૧૦) નૈષિધિક્રી, ૧૧) શૈયા, ૧૨) આક્રોષ, ૧૩)વધ, ૧૪) યાચના, ૧૫) અલાભ, ૧૬) રોગ, ૧૭) તૃણસ્પર્શ, ૧૮) મલ, ૧૯) સત્કાર, ૨૦) પ્રજ્ઞા, ૨૧) અજ્ઞાન, ૨૨) દર્શન. પરિષહમાં બીજી રીતે બે પ્રકાર બને છે. ૧. અનુકૂળ પરિષહ. ૨. પ્રતિકૂળ પરિષહ. આવી પડેલું ભયંકર કષ્ટ. ક્યારેક એ કષ્ટ મારણાન્તિક પણ હોય, એટલે મૃત્યુમાં પરિણમનારું હોય છે. જેના વડે જીવ પીડા વગેરે સાથે સંબંધવાળો થાય છે. તેને ઉપસર્ગ કહે છે અથવા જે પાસે આવે છે અને પીડિત કરે છે, કષ્ટનું ઉપાર્જન કરે છે તે ઉપસર્ગ છે. દેવતાકૃત, મનુષ્યકૃત અને તિર્યંચકૃત એમ ત્રણ પ્રકારે ઉપસર્ગ છે. શારીરિક કષ્ટવાળા ઉપસર્ગો તે બાહ્ય છે. આત્મસંવેદનીય પ્રકારના આત્યંતર ઉપસર્ગો કહેવાય. ભગવાન મહાવીરે સાધુઓને અને સાધક આત્માઓને પરિપહ અને ઉપસર્ગ બન્ને સમતાભાવે સહન કરી લેવાનો બોધ આપ્યો છે. પરિષહ સામાન્ય રીતે સહી શકાય તેવા હોય. ઉપસર્ગ વધુ ભયંકર હોય. ઉપસર્ગમાં કર્મક્ષયના વધુ અવકાશ હોય. કેટલાક પરિષહ તીવ્ર બનતા ઉપસર્ગમાં પરિણમે છે. પ્રભાવના :- ઉપાશ્રય-દેરાસરોમાં વ્યાખ્યાન, પૂજા કે કોઈ ધાર્મિક અનુષ્ઠાન પ્રસંગે એમાં ભાગ લેનાર કે ઉપસ્થિત રહેનાર સૌ કોઈને પતાસા, સાકર, શ્રીફળ, ૫
SR No.034392
Book TitleJain Dharm Parichay Pustika
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAkhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
Publication Year2015
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy