SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨) પ્રમોદ ભાવના- ગુણવાનના ગુણ જોઈ આનંદ સાથે ગુણવાનની અનુમોદના તથા પ્રશંસા કરવી. • ૩) કરુણા ભાવના - અન્યના દુઃખ પ્રતિ અનુકંપાસ બીજાના દુઃખ દૂર કરવા ઉપાય કરવા. - ૪) માધ્યસ્થભાવ - જ્યાં પોતાની શિખામણ-અભિપ્રાય કે ભલામણ ન ચાલે તેવા ત્રાસજનક કે હૃદયદ્રાવક પ્રસંગે અન્ય પ્રતિ સમતાસહ ઉપેક્ષા કે માધ્યસ્થભાવ. જૈનાચાર્યોએ બતાવેલ આ સોળ ભાવનાઓ જીવનનો આંતરવૈભવ છે. અનુપ્રેક્ષા શુભમાંથી શુદ્ધ તરફ જવાની યાત્રા છે. આ ભાવનાઓ દ્વારા જીવ શાંતસુધારસનું પાન કરી જીવમાંથી શિવ બનવાના રાજ માર્ગ પ્રતિ જઈ શકે છે. જિન ધર્મની વિશ્વને અણમોલ ભેટઃ ક્ષમાપના કરવાનો આ પ્રસંગ છે. આપણી ભૂલોનો એકરાર કરી ક્ષમા માગવાનો અને બીજાની ભૂલોની દરકાર ન કરી ક્ષમા આપવાનો અવસર છે. “અણમોલ છે એ કરૂણા, એ ભેઠ લો પિછાણી હૈયું રડે તો મોતી, ને આંખ રડે તો પાણી’ ક્ષમાભાવ ગમે તેવા અપરાધીનું હૃદયપરિવર્તન કરાવે છે. ક્ષમા ક્રોધને જીતે છે. ક્ષમાપનામાં વિશ્વમૈત્રી અભિપ્રેત છે. મનને સમતારસના અમૃતકુંડમાં ઝબોળી દેવાથી જીવનમાં ક્ષમાની મહેક પ્રસરી જશે. ક્ષમા ધર્મનું સૂત્રઃ ક્ષમા રાખો, ક્ષમા માગો અને ક્ષમા આપો. શરમાયા વિના ક્ષમા માગવી એ જેનોનું શૌર્ય છે. છે જેનદષ્ટિએ લોકાલોક | લોકને ત્રણ વિભાગમાં વહેંચ્યો છે. ૧. ઉદ્ગલોક - ઉર્ધ્વલોકમાં વૈમાનિક દેવતાઓ. ૨. અધોલોકમાં નારકી અને ભવનપતિ દેવો અને ૩. તીરછલોકમાં મનુષ્ય તિર્યંચ આદિ જીવો રહે છે. આપણે તીર્થાલોકમાં રહીએ છીએ. તેમાં અસંખ્યાતા વાણવ્યંતર અને જ્યોતિષી દેવો રહે છે તથા અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર છે તેમાં આવેલ જંબુદ્વીપમાં રહીએ છીએ. તેમાં ૧૫ કર્મભૂમિ આવેલ છે. ૫. ભરત ક્ષેત્ર, ૫ ઈરવત ક્ષેત્ર અને પ મહાવિદેહ ક્ષેત્ર છે. ત્યાં અસિ-મસિ અને કૃષિની ક્રિયા કરનારા મનુષ્યો છે અને ત્યાં જ તીર્થંકરો ઉત્પન્ન થાય છે. [ ક લેયા | કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યા, એ અધર્મ લેસ્થામાં પ્રવૃત્તિ કરવાનું પરિણામ બતાવે છે અને તેનો પત્ર અને શુકલ લેશ્યા અધર્મમય નથી. તે આત્માને શુભ, શુભતર કે શુભતમ તેમ જ શુદ્ધ પરિણામનું આચરણ કરવાનું પરિણામ બતાવે છે. - પર જૈન ધર્મના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો અંતિમ દિવસ એટલે સંવત્સરિક્ષમાપના પર્વ. આ દિવસે જૈનો સંવત્સરિ પ્રતિક્રમણ, આલોચના કરી સૃષ્ટિના તમામ જીવોને ખમાવે છે. તેમાં એ જેમની સાથે પૂર્વે વૈમનસ્ય થયું હોય તેની ક્ષમા માગી ક્ષમા આપી સામંજસ્યનું સર્જન કરે છે. બે હાથ જોડી ‘ મિચ્છામિ દુક્કડમ્' બોલીએ તે ક્રિયા થઈ પરંતુ એ ક્રિયામાં હૃદયના સાચા ભાવ ભળે તો જ એ સાચી ભાવ ક્ષમાપના બને છે. મૂકીને જીતવાની કલા એટલે ક્ષમાપના. ક્ષમાપના એટલે કાળજામાંથી કટુતા, કષાય અને કડવાશ કાઢી નાખવાની યુક્તિ. ક્ષમાપના એટલે પશ્ચાત્તાપના, ભાવક્ષમાપના એટલે ક્રોધ, અહંકાર આદિના ભારથી આત્માને મુક્ત કરવાની ક્રિયા. ક્ષમાભાવ, વેર-ઝેર, અબોલા છોડાવી પૂર્વગ્રહોથી મુક્ત કરાવી, વિસંવાદી જીવનમાં સંવાદ રચે છે. આપણા દોષોનો અને બીજાને આપેલી પીડા-દુઃખોનો પશ્ચાત્તાપ ૫૧
SR No.034392
Book TitleJain Dharm Parichay Pustika
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAkhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
Publication Year2015
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy