SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈનવિદ્યા સમસ્ત વિદ્યાઓમાં ઉત્તમ છે. આ વિદ્યાની સમ્યફ આરાધનાથી સમસ્ત દુઃખોથી મુક્તિ મળે છે. આત્માના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે તેને જ જૈન આચાર્યો સાચી વિદ્યા કહે છે. આત્મસંતોષ અને આત્માનંદ એ જૈનશિક્ષણનું પ્રયોજન છે. જૈન શિક્ષણ દુઃખોના સ્વરૂપને સમજાવે છે, દુઃખોના કારણોનું વિશ્લેષણ કરી દુઃખોના નિરાકરણના ઉપાયો બતાવી સર્વ દુઃખોથી મુક્તિ અપાવે છે. જૈનશિક્ષણનું પ્રયોજન ચિત્તવૃત્તિઓ અને આચારની વિશુદ્ધિ છે અને તે દ્વારા ‘૩માત્માનં વિદ્ધિ' આત્માના સાચા સ્વરૂપને જાણી તેનો સાક્ષાત્કાર કરવાનો છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં કહ્યું છે, “વિજ્ઞાચર vમોવ ” અર્થાત્ વિદ્યા અને આચરણથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે શ્રુતની આરાધનાથી જીવ અજ્ઞાનનો ક્ષય કરે છે અને સંક્લેશને પ્રાપ્ત થતો નથી. જૈનદર્શનમાં કેળવણી વિચાર ‘ાયપરલેનીય સુત્ત માં ત્રણ પ્રકારના આચાર્યોનો ઉલ્લેખ છે – (૧) શિલ્પાચાર્યનું કાર્ય અર્થ પુરુષાર્થ સંબંધી શિક્ષણ આપવાનું હતું (૨) કલાચાર્યનું કાર્ય ભાષા, લિપિ, ગણિતના શિક્ષણ સાથે કામ પુરુષાર્થની શિક્ષા આપવાનું હતું. (૩) ધર્માચાર્યનું કાર્ય માત્ર ધર્મ અને મોક્ષ પુરુષાર્થ સંબંધી હતું. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “જૈન જેવું એકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જેવો એક્ક દેવ નથી, તરીને અનંત દુ:ખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો.” મહાપુણ્યના ઉદયથી જૈનધર્મ પ્રાપ્ત થયો છે તો આપણે પ્રથમ તો જૈનધર્મનું ઊંડું અધ્યયન કરી આપણામાં ધર્મમૂલ્યો પ્રસ્થાપિત કરીએ અને સમાજમાં પણ જૈનશિક્ષણ દ્વારા ધર્મમૂલ્યોનો પ્રચાર કરીએ. જૈનશિક્ષણ દ્વારા ધર્મમૂલ્યોને પ્રસ્થાપિત કરવાના ઉપાયો (૧) નૈતિકતા અને સદાચારનું આચરણ આપણે સ્વયં કરવું. આપણા ઉપદેશ કરતાં આચરણનો સમાજ પર વિશેષ પ્રભાવ પડે છે. વિચાર, વાણી અને વર્તનમાં જે વ્યક્ત થાય એ વ્યક્તિ. Athought without action like a body without a soul. ઘરમાં સંસ્કારપ્રેરક વાતાવરણ ઊભું કરવું. આપણા આચરણની બાળકો પર અસર થાય છે તે યાદ રાખવું. કારણ કે બાળકો અનુકરણશીલ હોય છે. ઘરમાં ક્લેશ, કંકાસ ન થાય તેની તકેદારી રાખવી. ઘરના બધા સભ્યોએ ભેગા થઈ ધર્મચર્ચા કરવી, ભગવાનની આરતી કરવી. (૩) જૈન કથાઓના માધ્યમથી સમાજમાં ધર્મમૂલ્યોનો પ્રચાર-પ્રસાર થઈ શકે છે. કારણ કે કથા સામાન્ય રીતે માનવીને રુચિકર હોય છે. વ્યક્તિ ક્રોધ, માન, માયા, લોભ વગેરેથી દૂષિત ચિત્તવૃત્તિઓ પર અંકુશ રાખે તે જૈનશિક્ષણનો ઉદ્દેશ છે. જૈનશિક્ષણનો હેતુ વ્યક્તિને વાસના અને વિકારોથી મુક્ત કરાવવાનો છે. જૈનાગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શિક્ષાપ્રાપ્તિમાં બાધક પાંચ કારણો બતાવ્યાં છે – (૧) અભિમાન, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) આળસ, (૫) રોગ. તે સિવાય આઠ કારણોનો પણ ઉલ્લેખ છે કે જેને આપણે શિક્ષા પ્રાપ્ત કરવાના સાધક તત્ત્વ કહી શકીએ – (૧) જે અધિક હસી-મજાક ન કરે, (૨) પોતાની વાસનાઓ પર નિયંત્રણ રાખતો હોય, (૩) કોઈની ગુપ્ત વાત પ્રગટ ન કરતો હોય, (૪) જે આચારહીન ન હોય, (૫) જે દૂષિત આચારથી યુક્ત ન હોય, (૬) જે રસલોલુપ ન હોય, (૭) જે ક્રોધ કરતો ન હોય, (૮) જે સત્યમાં અનુરક્ત હોય. આ પરથી ફલિત થાય છે કે જૈનધર્મમાં શિક્ષણનો સંબંધ ચારિત્રિક મૂલ્યોથી છે. ૨૦ ૨૧
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy