SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર થઈ શકે છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી ‘શ્રી મોક્ષમાળા' અંતર્ગત શિક્ષાપાઠ ૯૯ ‘સમાજની અગત્ય' માં જણાવે છે, “સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોના ગૂંથેલા મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી, ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સંસારી કળાકૌશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળાકૌશલ્યથી તો સર્વ સિદ્ધિ સાંપડશે. હું ઇચ્છું છું કે તે નૃત્યની સિદ્ધિ થઈ જૈનાંતર્ગચ્છ મતભેદ ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવો; અને મમત્વ જાઓ.'' આજની શિક્ષણપદ્ધતિ અને જૈનશિક્ષણનું પ્રયોજન સત્ય છે કે આજે માનવીએ ભૌતિકજગતના સંબંધમાં સૂક્ષ્મતમ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પરંતુ દુર્ભાગ્ય છે કે શિક્ષણ અને શોધના વિવિધ ઉપક્રમોના માધ્યમથી આપણે સભ્ય, સુસંસ્કૃત તથા શાંતિપ્રિય માનવસમાજની રચના કરી શક્યા નથી. આજનું શિક્ષણ બાહ્ય જગત સંબંધી જાણકારી તો પ્રદાન કરે છે, પરંતુ જીવનના ઉચ્ચ મૂલ્યોને પ્રસ્થાપિત કરવામાં ઊણું ઊતર્યું છે. આજે શિક્ષણના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને માહિતીના ખજાનાથી તો ભરી દઈએ છીએ, પરંતુ જીવનના ઉદ્દેશ તથા જીવનમૂલ્યોના સંદર્ભમાં કોઈ માહિતી આપતા નથી. આજે સમાજમાં જે સ્વાર્થપરાયણતા, સંઘર્ષ અને હિંસાના તાંડવ ખેલાઈ રહ્યા છે તેનું કારણ મૂલ્યહીન-દિશાહીન શિક્ષણ છે. આજનું શિક્ષણ વ્યક્તિત્વનિર્માણમાં પાછું પડ્યું છે. શિક્ષણક્ષેત્રમાં અરાજકતા અને દિશાહીનતા જોવા ૧૮ જૈનદર્શનમાં કેળવણી વિચાર મળે છે. ડીગ્રી અને રોજગારલક્ષી શિક્ષણ બની ગયું છે. વર્તમાન સામાજિક સંઘર્ષ અને તનાવનું કારણ વ્યક્તિનો જીવનનો ઉદ્દેશ, મૂલ્યો સંબંધી અજ્ઞાન અથવા ગલત દૃષ્ટિકોણ છે. સ્વાર્થપરક ભૌતિકવાદી જીવનદૃષ્ટિ માનવદુઃખોનું મૂળ છે. ધર્મનિરપેક્ષતાના નામે આજે દેશમાં શિક્ષણના ક્ષેત્રે નીતિ અને ચરિત્રનિર્માણને પણ બહિષ્કૃત કરવામાં આવ્યા છે. ‘સા વિદ્યા યા વિમુવત્તયે’ સૂત્ર તો બોલીએ છીએ, પરંતુ શિક્ષણનો તેની સાથે કોઈ સંબંધ રહ્યો નથી. ખરેખર તો શિક્ષણમાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને વિશેષ સ્થાન હોવું જોઈએ. જૈન શિક્ષણ દ્વારા વ્યક્તિમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ થઈ શકે છે. કારણ કે વીતરાગ વાણી તીર્થંકર દ્વારા પ્રરૂપિત થયેલ છે અને આચાર્ય પરંપરા દ્વારા તે આપણા સુધી પહોંચી છે. જૈન શિક્ષણ માનવીના સાચા વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે છે, વ્યક્તિને માનસિક તનાવથી દૂર કરે છે, શારીરિક સ્વાસ્થ્ય સંપ્રાપ્ત કરાવે છે. વ્યક્તિમાં સમતા, અનાસક્તિ, સહિષ્ણુતા, કર્તવ્યપરાયણતા જેવા ગુણોનો વિકાસ કરી સ્વાર્થપરાયણતા પર અંકુશ લાવે છે, માનવીય મૂલ્યોનો વિકાસ કરે છે, ઉત્તમ ચારિત્રનું નિર્માણ કરે છે, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો સંસ્થાપિત કરે છે. શિક્ષણને માનવીય મૂલ્યો, ચરિત્રનિર્માણ અને સંસ્કાર સાથે જોડવામાં નહિ આવે તો વિદ્યાલયરૂપી કારખાનામાંથી સાક્ષર નહિ, પણ રાક્ષસો પેદા થશે. साक्षरा विपरीता एव भवन्ति राक्षसाः । સાક્ષર લોકોની હૃદયહીનતા ગાંધીજીને પણ ખૂંચતી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું છે કે ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી, ચોપડીઓના જ્ઞાનને મગજમાં ઉતારી જીવનમાં મૂકવું એ જ સાચી વિદ્યા છે. ૧૯
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy