________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર (૪) ભૌતિક સમૃદ્ધિની તીવ્ર લાલસાને કારણે આજે આપણી પાઠશાળાઓ
પડી ભાંગી છે, પરિણામે બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થતું નથી. બાળકોને આપણે ટ્યૂશન ક્લાસ, કોમ્યુટર અને ડાન્સિગ ક્લાસમાં તો મોકલીએ છીએ, પણ પાઠશાળામાં મોકલતા નથી. આ મનોવૃત્તિ બદલવાની જરૂર છે. સર્વત્ર પાઠશાળાઓના નિર્માણ અને પ્રચારપ્રસારની સમાજમાં તાતી જરૂરિયાત છે. પાઠશાળાના સર્વાગી વિકાસની
આવશ્યકતા છે. (૫) દરેક વિસ્તારોમાં સ્વાધ્યાયમંડળની સ્થાપના કરવી. વિદ્વાનો અને પંડિતોને
બોલાવીને જૈનશિક્ષણ આપવાની વ્યવસ્થા કરી શકાય. જૈન વિદ્વાનો અને પંડિતોની આજીવિકા સારી રીતે ચાલે તે તકેદારી જૈન સંઘોએ રાખવી જોઈએ. સમયે સમયે જૈન વિદ્વાનો તથા પંડિતોનો આદર
સન્માન કરવું જોઈએ. (૭) જૈન આગમોના અધ્યયનની – સ્વાધ્યાયની ટેવ પાડવી જોઈએ. સારા
પુસ્તકો માનવીના મિત્રો છે. આગમપ્રેમી સૌથી સુખી હોય છે. સંતસમાગમ કરવો, સંતોના પવિત્ર આભામંડળની આપણા પર અસર થાય છે અને ધીરે ધીરે ધર્મમૂલ્યો અને સદ્દગુણોનો આપણામાં વિકાસ
થાય છે. (૯) ધર્મમાં રુચિ ધરાવતા મનુષ્યોનો સંગ કરવો, તેઓની સાથે ધર્મચર્ચા
કરવી તો ‘સંગ તેવો રંગ’ કહેવત અનુસાર આપણામાં પણ ધર્મમૂલ્યોનો
વિકાસ થશે. (૧૦) વિદ્વાનો અને પંડિતો વિદેશમાં જઈ જૈનશિક્ષણ દ્વારા વિદેશમાં વસતાં
લોકોમાં ધર્મમૂલ્યોનો વિકાસ કરી શકે.
- જૈનદર્શનમાં કેળવણી વિચાર (૧૧) મહાપુરુષોના જીવનના પ્રસંગો ઘણા પ્રેરણાદાયક હોય છે. આ
પ્રસંગોમાંથી બોધ લઈ, તેના પ્રચાર-પ્રસાર દ્વારા ધર્મમૂલ્યો વિકસાવી 21614. Lives of great men all remind us, we can make
our lives sublime. (૧૨)ધર્મની વૈજ્ઞાનિક સમજણ આપવી. દા.ત. રાત્રિભોજનથી થતાં શારીરિક,
માનસિક અને આધ્યાત્મિક નુક્સાનને સમજાવવા. એવી રીતે ઉકાળેલું પાણી પીવું, ક્રોધ ન કરવો, હોટેલમાં ખાવાથી થતા નુક્સાનો, સંયમ
તપનું મહત્ત્વ વગેરે બાબતોની વૈજ્ઞાનિક સમજણ આપવી. (૧૩)નોકરી-ધંધામાં પ્રામાણિકતા રાખવી, આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવું,
ઈન્દ્રિયોના વિષયમાં લુબ્ધ ન થવું, કષાયો ઘટાડવાં, પાંચ પાપો (હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ) નો ત્યાગ વગેરે બાબતો સમજાવીને લોકોમાં
ધર્મમૂલ્યોનો પ્રચાર થઈ શકે. (૧૪) જૈનશિક્ષણના કાર્યમાં રહીએ સદા વ્યસ્ત વ્યસ્ત,
એના જેવું બીજું કોઈ કાર્ય નથી મસ્ત મસ્ત; અંતરના આશિષ મળે જો ગુરુ ભગવંતોના, જ્ઞાનનો સૂરજ થવાનો નથી અસ્ત અસ્ત.
(અમદાવાદ સ્થિત જૈનધર્મના અભ્યાસુમિતેશભાઈ ‘દિવ્યધ્વનિ'ના તંત્રી છે. તેમના લેખો સામયિકો અને વર્તમાનપત્રોમાં અવારનવાર પ્રસિદ્ધ થાય છે.)
- ૨૩