________________
જેનદર્શનમાં કેળવણી વિચાર જેનશિક્ષણ દ્વારા ધર્મમૂલ્યો
મિતેશભાઈ એ. શાહ
પ્રવર્તમાન પરિસ્થિતિ “કોઈએ મને પૂછ્યું કે ૨૧ મી સદી કેવી હશે ? તો મેં જણાવ્યું કે ટીયરગેસ વિના માણસ કદાચ આંસુ નહિ પાડી શકે અને લાફિંગ ગેસ વિના માણસ હસી નહિ શકે.” પૂ. આચાર્યશ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. ના ઉપરોક્ત વિધાનમાં સંવેદના ગુમાવી રહેલા આજના માનવી પર કટાક્ષ કર્યો છે.
આપણા દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના વાયરા વાઈ રહ્યા છે. ભૌતિકવાદની ભીષણ ભીડમાં આજનો માનવી ભીંસાઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિનો આજે હાસ થઈ રહ્યો છે. માનવ આજે ફેશન તથા વ્યસનનો ગુલામ બની રહ્યો છે. ટી.વી., વીડિયો, ચેનલોના દુરુપયોગે આજે ભારતીય સંસ્કૃતિના લીરેલીરા ઉડાડી દીધા છે. મિસ ઈન્ડિયાની સ્પર્ધાઓ, પોપસંગીત, ઉદ્ભટ (કઢંગી) વેશભૂષા, નારીની અર્ધનગ્ન તસવીરો, ક્લબો, કતલખાનાની વધતી જતી સંખ્યા, ફાઈવ સ્ટાર હોટેલો – આ બધી બાબતો આપણે પશ્ચિમી સંસ્કૃતિથી રંગાઈને આપણી સંસ્કૃતિની ભારે અવહેલના કરી છે તેમ સૂચવે છે. આપણા જીવનમાં જડ પદાર્થોનું સામ્રાજય છવાઈ ગયું છે. આવા વાતાવરણમાં આજે ‘ધર્મ' ને ધતિંગ અને “મોક્ષ' ને ગપ્પાષ્ટક માનવામાં આવે છે ! દુનિયામાં ઘણા મનુષ્યો નાસ્તિક છે. તેઓ તો જે દેખાય તેને જ સત્ય માને છે. ધર્મ, આલોક, પરલોક, પરમાત્મા, પાપ-પુણ્ય જેવી બાબતોમાં તેઓ જરા પણ શ્રદ્ધા ધરાવતા નથી.
થોડાક લોકો જે ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે તેઓ શુષ્કજ્ઞાન કે ક્રિયાજડત્વમાં રાચે છે, પરંતુ ધર્મનો તેમના જીવન સાથે કોઈ સંબંધ હોતો નથી. ધર્મ એ
જૈનદર્શનમાં કેળવણી વિચાર દેરાસરમાં, ઉપાશ્રયમાં કે એવા ધાર્મિક સ્થળે કરવાની વસ્તુ છે તેમ આપણે માનીએ છીએ, પણ તેનો જીવનમાં પ્રાયોગિક ધોરણે અમલ કરતા નથી. ધર્મસ્થાનકોમાં જઈને ધાર્મિક ક્રિયાઓ કરનારા દુકાનમાં ઘરાકને છેતરે છે, ખોટો માલ આપે છે, ભેળસેળ કરે છે, કાળાબજાર કરે છે, ઈન્કમટેક્ષની ચોરી કરે છે, પોતાના હાથ નીચે કામ કરતા માણસોનું શોષણ કરે છે – તેમને પૂરતો પગાર આપવામાં આવતો નથી, નોકરી કરતો હોય તો તેમાં કામચોરી કરે છે, ઈર્ષા, અદેખાઈને કારણે બીજાને હેરાન કરવામાં પાછું વાળીને જોતો નથી. શું ધર્મ કરનારનું જીવન આવું હોય? ખરેખર તો તેઓ ધર્મને ખરા અર્થમાં સમજ્યા જ નથી. ધર્મ એટલે જીવન જીવવાની કળા. આપણે જીવન અને ધર્મને અલગ પાડી દીધાં છે ! ઉપાશ્રયના વ્યક્તિત્વ અને દુકાન પરના વ્યક્તિત્વમાં આસમાનજમીનનો ફેર પડી જાય છે !
ખરેખર તો આપણું જીવન જ ધર્મમય હોવું જોઈએ. આપણી વર્તણૂક, રહેણીકરણી, ભાષા, પોશાક વગેરે જોઈને બીજાને લાગવું જોઈએ કે આણે ખરેખર ધર્મને જીવનમાં ઉતાર્યો છે. જેમ ફૂલમાં સર્વત્ર સુવાસ વ્યાપેલ હોય છે તેમ આપણા જીવનમાં ધર્મની સુવાસ વ્યાપેલી હોવી જોઈએ. ધર્મ અને મૂલ્યો તાણાવાણાની જેમ જીવનમાં વણાઈ જવા જોઈએ. ધર્મ અને જીવનને જુદાં પાડવાના નથી. ક્ષમા, વિનય, સરળતા, સાદગી, સંતોષ, સેવા, પરોપકાર જેવા સગુણોની સુવાસથી જીવનરૂપી બગીચો મહેકે તો જાણવું કે ધર્મની પ્રાપ્તિ થઈ છે.
પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિમાં સમાજમાં ધર્મના મૂલ્યોને પ્રસ્થાપિત કરવાનું કાર્ય વિકટ છે, છતાં પ્રયત્નસાધ્ય છે. સમાજના શ્રીમંત અને ધીમંત લોકો સહકારથી કાર્ય કરે તો જૈનશિક્ષણ દ્વારા સમાજમાં ધર્મમૂલ્યો પ્રસ્થાપિત
- ૧૬ -
૧૦