SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB ભાગમાં આવેલ મગજના પ્રવૃત્તિશીલ કેન્દ્રો દ્વારા આપણી અંતઃસાવિ ગ્રંથિઓનું નિયમન થાય છે. આ કેન્દ્રોને સાધક પોતાની સાધના દ્વારા, ઇચ્છાશક્તિ દ્વારા નિક્રિય બનાવી દે તો કામેચ્છાનો સમૂળગો નાશ થઈ જાય છે. એ અર્થમાં કોઈ પણ સાધક અત્યારે પણ ઉપર્યુક્ત ત્રીજા નેત્ર દ્વાર કામદેવનો/કામેચ્છાનો સંપૂર્ણ નાશ કરી શકે છે. તપની વાત કરીએ તો બિયાસણા એટલે કે દિવસ દરમ્યાન બે ટંક ભોજન લેવું, તેને સામાન્ય રીતે તપ તરીકે ગણતરીમાં લેવામાં આવતું નથી. આમ છતાં વ્યવહારમાં, બિયાસણાને તપ ગણવામાં આવે છે. બિયાસણું કરવાથી ખાન-પાનની અનિયમિતતા અને અપથ્ય, અયોગ્ય આહારનો ત્યાગ થાય છે, કારણ કે બિયાસણમાં દિવસમાં ફક્ત બે વખત એકબેઠકે ભોજન કરવામાં આવે છે અને તેમાં રાત્રિભોજનનો તથા રાતે પાણીનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે અને દિવસના ભાગમાં પણ ભોજન કરતી વખતે અને તે સિવાયના સમયમાં ઉકાળેલ પાણીનો જ પીવામાં ઉપયોગ કરવામાં આવે છે એટલે આરોગ્યની દષ્ટિએ પાણીમાં રહેલ જીવજંતુ દ્વારા ફેલાતા કોઈ પણ પ્રકારના રોગ થવાની શક્યતા રહેતી નથી. એકાસણું એટલે દિવસમાં ફક્ત એક જ વખત એકબેઠકે જમી લેવું. તે પહેલાં કે તે પછી દિવસના ભાગમાં ઉકાળેલા પાણી સિવાય કાંઈ પણ લેવાતું નથી. આજના જમાનામાં ચોવીસે કલાક તમાકુ અને મસાલા ખાનાર નવી પેઢી માટે આ વાત અઘરી લાગે છે, પરંતુ નિયમિત વ્યવસ્થિત જીવન જીવતા શ્રાવક વર્ગ માટે તે જરાય અઘરું નથી. દિવસમાં ફક્ત એક વખત નિયમત રીતે જમવાથી શરીરનાં યંત્રોને રાત્રિ દરમ્યાન સંપૂર્ણ આરામ મળે છે અને તેથી તે તે યંત્રોને ચલાવવા માટે લોહી તથા ઑક્સિજનની જરૂરિયાત પણ ઓછી પડે છે. પરિણામે હૃદય અને ફેફસાં પર વધુ પડતા કામનો બોજ આવતો આવતો નથી અને તેથી સંપૂર્ણ શરીરને સારી રીતે આરામ મળતાં સવારનાં કાર્યોમાં અજબની દ્રર્તિ અનુભવાય છે. વળી દિવસ દરમિયાન માનસિક, બૌદ્ધિક કે શારીરિક પરિશ્રમ પણ સારો એવો થયો હોવાથી શરીરને, ઉપર જણાવ્યું તેમ આરામની આવશ્યકતા રહે છે. એકાસણા, બિયાસણામાં આહાર પણ સૌ પોતપોતાની રચિ પ્રમાણે પરંતુ જૈન ધર્મગ્રંથોમાં વર્ણવેલા અભય, અનંતકાય અને અપથ્યનો ત્યાગ કરવા પૂર્વક લે છે. તેથી મનુષ્ય અભ્ય, અપથ્ય કે તામસિક પ્રકારના આહારથી પેદા થતી વિકૃતિઓનો ભોગ બનતા અટકી જાય છે. ૧૧૦) % E 6 %E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ આયંબિલ પણ એક વિશિષ્ટ પ્રકારનું તપ છે. આ તપમાં દિવસે માત્ર એક જ વખત લુખ્ખા-સુક્કા આહારનું ભોજન કરવાનું હોય છે. તેમાં મુખ્યત્વે છે વિગઈ, દૂધ, દહીં, ઘી, ગોળ (સાકર), તેલ અને પકવાન (મીઠાઈ)નો ત્યાગ કરવાનો હોય છે. તેમાં હળદર કે મરચું વાપરી શકતા નથી. આ તાપથી આધ્યાત્મિક દૃષ્ટિએ રસનેન્દ્રિય ઉપર વિજય મેળવી શકાય છે અને જીભ કાબૂમાં આવે એટલે બાકીની ચારેય ઇન્દ્રિય પણ કાબૂમાં આવી જાય છે અને પાંચેય ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત થતાં ચાર કષાય અને મન ઉપર પણ વિજય મેળવાય છે. પરિણામે કર્મબંધ અલ્પ અને કર્મનિર્જરા વધુ થતાં મોક્ષપ્રાપ્તિ નજીક આવી જાય છે. આ સિવાય આ તપથી બીજા પણ અનેક પ્રકારના લાભો થાય છે. આ તપ કરવાથી શરીરમાં કફ અને પિત્તનું શમન થાય છે. કારણ કે કફને ઉત્પન્ન કરનાર ઘી, દૂધ, દહીં, ગોળ અને મીઠાઈનો આ તપમાન સર્વથા ત્યાગ કરવામાં આવે છે. સાથે સાથે લીલાં શાકભાજી જે સામાન્ય રીતે પિત્તવર્ધક જ હોય છે, તેનો પણ ત્યાગ કરવામાં આવે છે. જૈન પરંપરાના તિવિહાર ઉપવાસમાં દિવસે માત્ર સવારના ૧૦થી સાંજના ૬ સુધી ફક્ત ઉકાળેલું પાણી જ લેવામાં આવે છે જ્યારે ચઉવિહાર ઉપવાસમાં તો આગલા દિવસની સાંજથી લઈ બીજા દિવસની સવાર સુધી પૂરા ૩૬ કલાક સુધી આહરનો ત્યાગ હોય છે જ પણ સાથે સાથે પાણીનું એક ટીપું પણ લેવામાં આવતું નથી અર્થાત્ પાણીનો પણ સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. ઑક્સિજન વડે શરીરમાં ચરબી અને સાકરના દહન દ્વારા આપણને જરૂરી શક્તિ-કેલરી મળી રહે છે. એ ઑક્સિજન-શ્વાસોશ્વાસ દ્વારા હવામાંથી લેવામાં આવે છે. હવામાં લગભગ ૨૦ ટકા ઑક્સિજન, પ્રાણવાયુમાં હોય છે. એટલે હવા વિના મનુષ્ય કે કોઈ પણ સજીવ પ્રાણી કે વનસ્પતિ સુદ્ધાં થોડી મિનિટ પણ જીવી શકતાં નથી. જ્યારે પાણી વિના થોડા કલાકો રહી શકાય છે, અને આહાર વિના થોડા દિવસ રહી શકાય છે. એટલે વિજ્ઞાનની દષ્ટિએ આહાર વિનાના ફક્ત પાણીના આધારે ઘણા દિવસના ઉપવાસ થઈ શકે છે. જ્યારે આહાર અને પાણી વિનાના સંપૂર્ણ નકોરડા ઉપવાસ ફક્ત થોડા દિવસ, ચાર કે પાંચ દિવસ થઈ શકે છે એથી વધુ નહીં. ઉપવાસ એ જેમ આત્મિક અને આત્મનિયંત્રણનું સાધન છે, તેમ દેહશુદ્ધિનું અને દૈહિક આંતરિક ક્રિયાઓને નિયંત્રિત-નિયમિત કરવાનું પણ સાધન છે. ઉપવાસ
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy