SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ 333333333333333333333333333 કરવાથી શરીરના આંતરિક ઘન કચરાનો નિકાસ થાય છે. શરીરમાં વધેલ પિત્ત, કફ કે વાયુનું ઉપશમન અથવા તો ઉત્સર્જન થાય છ અને શરીર શુદ્ધ થાય છે. ઉપવાસના બીજા અથવા ત્રીજા દિવસે કેટલાકને પિત્તની ઊલટીઓ થાય છે. વસ્તુતઃ એ ઊલટીઓ દ્વારા શરીરનું વધારાનું પિત્ત બહાર નીકળી જતાં શારીરિક શાંતિ અનુભવાય છે. ઉપવાસ દરમ્યાન માત્ર ઉકાળેલું પાણી પીવાથી પેટમાં રહેલ વધારાના મળનો નિકાલ થાય છે અને કૃમિ વગેરેને ખોરાક નહીં મળવાથી સ્વયમેવ બહાર નીકળી જાય છે, તથા કફ હોય તો તે પણ દૂર થઈ જાય છે. આમ વધારાનું પિત્ત અને વધારાનો કફ દૂર થતાં, વાપિત્ત અને કફ ત્રણે સમ થાય છે, માટે ૧૫ દિવસમાં અથવા મહિનામાં ઓછામાં ઓછો એક ઉપવાસ કરવો જોઈએ અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ પાક્ષિક પાયશ્ચિત રૂપે એક ઉપવાસનું વિધાન કરેલ છે. ટૂંકમાં જૈન ધર્મમાં જણાવેલ નવકારશી, ચઉવિહાર, બિયાસણા, એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આરોગ્ય વિજ્ઞાન (મેડિકલ સાયન્સ) અને શરીરવિજ્ઞાનની દ્રષ્ટિઅરે સંપૂર્ણ વૈજ્ઞાનિક છે અને તેનાથી આધ્યાત્મિક લાભની સાથે સાથે શારીરિક તંદુરસ્તીમાં ઘણા ઘણા ફાયદા થાય છે, જે નજરઅંદાજ કરવા ન જોઈએ. જૈન ધાર્મિક પરંપરામાં પ્રચલિત ઘણા નિયમોમાંથી એક નિયમ એવો છે કે જૈન ધર્મનું પાલન કરનાર શ્રાવક-શ્રાવિકારૂપ ગૃહસ્થ વર્ગ દરે મહિનાની બાર પર્વ - તિચિ (બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ, પૂનમ અને અમાવસ્યા) અથવા પાંચ પર્વ-તિથિ (સુદ પાંચમ, બે આઠમ અને બે ચૌદસ), ચૈત્ર માસ અને આસો માસની સુદ સાતમથી પૂનમ સુધીના દિવસો (શાશ્વતી ઓળીઓ), કાતિક માસ, ફાગણ માસ અને અષાઢ માસની સુદ સાતમથી પૂનમ સુધીના દિવસો તથા પર્યુષણા પત્રના આઠ દિવસો દરમ્યાન શ્રોતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં લીલોતરી એટલે કે લીલાં શાકભાજી વગેરેનો ત્યાગ કરવામાં આવે છે. આ પરંપરા આજકાલની નથી પરુંત સૈકાઓથી ચાલી આવે છે અને તે આગમશાસ્ત્ર અનુસાર છે. લીલી વનસ્પતિ (શાકભાજી વગેરે) સચિત હોવાના કારણે પર્વ-તિથિના દિવસે, પોતાના માટે થઈશે પણ વનસ્પતિના જીવોની તથા તે વનસ્પતિના આશ્રયે રહેલ અન્ય હાલતા ચાલતા જીવોની વિરોધના/હિંસા ન થાય તે માટે પર્વના દિવસોમાં લીલી વનસ્પતિનો ત્યાગ કરવાનો હોય છે. ૧૧૨ અનાજ ધાન્ય નિર્જીવ પણ હોઈ શકે છે. તેથી લીલોતરીનો ઉપયોગ કરવાથી જેટલું પાપ બંધાય છે/હિંસા થાય છે તેટલું પાપ/હિંસા, લીલોતરીનો ત્યાગ કરવાથી થતી નથી. પરિણામે અલ્પ કર્મબંધ થાય છે. પર્વ-તિથિમાં લીલોતરીનો ત્યાગ કરવા માટેનું અન્ય એક તાર્કિક અને શાસ્ત્રીય કારણ એ છે કે મનુષ્યને લીલાતરી/ફળો વગેરેમાં આસક્તિ ન થાય તે છે. લીલાં શાકભાજીમાં હિમોગ્લોબિન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્ત્વ ફેફસામાં હવામાંથી ઑક્સિજર્ન મેળલી લોહી શુદ્ધ કરે છે અને પ્રાણિજ દ્રવ્યોમાં માંસ વગેરેમાં તે બિલકુલ હોતું નથી તેથી તેઓનું શરીર ફિક્કું થઈ જાય છે. જ્યારે શાકાહારી મનુષ્યોના શરીરમાં હિમોગ્લોબિન સારા એવા પ્રમાણમાં હોવાથી વધુ પડતાં લીલાં શાકભાજી લેવાની કોઈ જરૂરિયાત નથી. વળી કઠોળ વગેરેમાં તે હોય છે જ. વિગ અથવા વિગય શબ્દ ખરેખર પ્રાકૃત શબ્દ છે. તેનું સંસ્કૃત રૂપાંતર છે વિકૃતિ. જે પદાર્થ અત્મ તથા મનની અસલ પ્રકૃતિ/સ્વભાવ/સ્વરૂપમાં પરિવર્તન લાવી, તેને વિકૃત કરવામાં સમર્થ હોય એવા પદાર્થોને જૈન પરિભાષામાં વિકૃતિ કહેવામાં આવે છે. જૈન ધર્મશાસ્ત્રો પ્રમાણે વિકૃતિ છ પ્રકારની છે. (૧) દૂધ (૨) દહીં (૩) થી (૪) તેલ (૫) ગોળ અને સાકર તથા (૬) તળેલા પદાર્થ - પકવાન. મહવિગઈના ચાર પ્રકાર છે. (૧) માખણ (૨) મધ (૩) મદ્ય/દારૂ અને (૪) ઈંડામાંસ-મચ્છી જૈન શ્રાવકો, જેમનો આત્મા સાચા શ્રાવકત્વથી યુક્ત હોય છે, તેઓ આ ચારે મહાવિગઈના પ્રકારથી જીવનપર્યંત દૂર રહે. અત્યારે આધુનિક મશીન દ્વારા જ્યારે ગાય-ભેંસને દોહવામાં આવે છે ત્યારે ક્યારેક ક્યારેક વધુ દૂધ મેળવવા માટે જરૂર કરતાં વધુ સમય સુધી મશીન લગાડેલા રાખવાથી તેમાં ગાય-ભેંસનું લોહી આવી જવાનો સંભવ છે, માટે આવા પ્રકારના દૂધનો ત્યાગ કરવો ઉચિત છે. વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે વિદળ અર્થાત્ દ્વિદળમાં કઠોમ, દાળો, તલ, મગફળી, ચારોળી, બદામ, તુરિયા, ભીંડા વગેરે બધી જ દ્વિદળ વનસ્પતિનો સમાવેશ થઈ જાય છે પરંતુ જૈન શાસ્ત્ર પ્રમાણે તથા પરંપરા પ્રમાણે વિદળનો રુઢ અર્થ એ છે કે કઠોળ અથવા દ્વિદળ વનસ્પતિ, જેમાંથી તેલ નીકળી શકતું નથી. વૈજ્ઞાનિક દષ્ટિએ ઘી, તેલ વગેરે વસ્તુતઃ એક પ્રકારની ચરબી જ છે, જે આપણા શરીરમાં ગરમી અને શક્તિ માટે જરૂરી છે. શરીરમાં તેનું દહન થાય છે, અને ૧૧૩
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy