SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ GeeSeSeeSwGW જ્ઞાનધારા BIGGGGWSSSSSB વળી આજે મનુષ્યને ચારે બાજુથી વિકૃતિઓએ ઘેરી લીધો છે અને વિકૃતિ એ જ સંસ્કૃતિ બની ગઈ છે, ત્યારે બ્રહ્મચર્યનો મહિમા સમજાવવાનું કાર્ય કદાચ બહેરા કાન આગળ બંસી બજાવવા જેવું છે. આ છતાં, આજના સમાજનો કેટલોક વર્ગ આ અંગે ગંભીરતાથી શરીરવિજ્ઞાન અને આરોગ્ય વિજ્ઞાનની દષ્ટિએ વિચારતો થયો છે એ એક શુભ નિશાની છે. - બ્રહ્મચર્ય અંગે ફ્રોઈડની અંગત માન્યતા પ્રમાણે વીર્ય એ તો મહાન શક્તિ છે. એ શક્તિને કોઈ સારા માર્ગે વાળવી જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરીને માનસિક બૌદ્ધિક તેમજ શારીરિક બળ વધારવું જોઈએ એટલે સૌ પ્રથમ બ્રહ્મચર્યપાલનથી થતા ફાયદાના વૈજ્ઞાનિક તબીબી દષ્ટિએ થયેલ અભ્યાસને જણાવી, એ માટે પ્રાચીન ઋષિમુનિઓ | મહર્ષિઓએ બતાવેલા ઉપાયોના વૈજ્ઞાનિક પાસાંનો વિચાર કરીશું. આ અંગે રેમન્ડ બર્નાર્ડનું Science of Regeneration પુસ્તક જોવા જેવું છે. તેમાં તે કહે છે કે મનુષ્યની જાતિયવૃત્તિઓનું સંપૂર્ણ સંચાલન અંતઃસાવિ ગ્રંથિઓ દ્વારા થાય છે. આ અંત:સાવિ ગ્રંથિઓને અંગ્રેજીમાં એન્ડોક્રાઈન ગ્લેડ્ઝ કહેવામાં આવે છે. આ અંતઃસ્ત્રાવિ ગ્રંથિઓ જાતિયરસો (સેક્સ હોર્મોન્સ) ઉત્પન્ન કરે છે અને તેનું અન્ય ગ્રંથિઓ ઉપર પણ પ્રભુત્વ હોય છે. આપણા લોહીમાં રહેલા આ જાતિયરસોની પ્રચુરતાના આધારે આપણું યૌવન ટકી રહે છે. જે દિવસથી અંતઃસ્ત્રાવિ ગ્રંથિઓ આ જાતિયરસોને ઉત્પન્ન કરવાનું ઓછું કરે છે તે દિવસથી આપણને વૃદ્ધત્વ અને અશક્તિનો અનુભવ થવા માંડે છે. વીર્ય એ તો અખૂટ શક્તિનો ભંડાર છે. એનું જતન/રક્ષણ કરવાથી પોતાની શક્તિઓને તથા યૌવનને ઘણા લાંબા સમય સુધી જાળવી શકે છે. ક્રોઈડ પોતે ૪૦ વર્ષની ઉમરથી બ્રહ્મચર્ય પાળતા હતા. કોઈ પણ દીર્ધાયષી તથા શારીરિક અને માનસિક બંને રીતે સશક્ત/સક્ષમ મનુષ્યના જીવનનું રહસ્ય મોટે ભાગે બ્રહ્મચર્યનું પાલન જ હોય છે. જગતની વિખ્યાત પ્રતિભાઓ આઈન્સ્ટાઈન, લિયોનાર્દો દ વિન્ચી, માઈકલ એન્જલો, આઈઝેક ન્યૂટન, મોરારજી દેસાઈ વગેરે ગૃહસ્થ હોવા છતાં યુવાનીમાંથી જ બ્રહ્મચર્ય પાળતા હતા. પ્લેટો પણ કહેતો કે રમતવીરો/એથલેટોએ રમતમાં ભાગ લેતાં પહેલાં અમુક સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્યનું શારીરિક, માનસિક અને વાચિક એમ ત્રણે પ્રકારમાંથી કોઈ પણ -૧૦૮) %E% E 6 %E%Eવું તપ તત્ત્વ વિચાર B%%% % પ્રકારે પાલન નહીં કરવાથી પુરુષ અને સ્ત્રી બંનેના શરીરમાંથી સેક્સ હોર્મોન્સ બહાર વહી જાય છે. આ સેક્સ હોર્મોન્સ માટે લેસીથીન, ફૉસ્ફરસ, નાઈટ્રોજન અને આયોડીન જેવા જીવન/શરીર તથા મગજ માટે ખૂબ ઉપયોગી તત્ત્વોનાં બનેલાં હોય છે. છેલ્લા સંશોધનોએ એમ બતાવ્યું છે કે લેસીથીન નામનું રાસાયણિક તત્ત્વ મગજનો પૌષ્ટિક ખોરાક છે અને ગાંડાઓની હોસ્પિટલોમાં ગાંડા મનુષ્યોના લોહીના પરીક્ષણોમાં લેસીથીન લગભગ નહીંવત્ માત્રામાં જોવા મળ્યું છે. તેઓના પૂર્વજીવનનો અભ્યાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે મોટા ભાગના દર્દીઓ પોતાની યુવાનીમાં ઘણા મોટા પ્રમાણમાં અનાચારના રવાડે ચડી ગયેલા હતા અર્થાત્ અતિશય ભોગ ભોગવવા એ પણ ગૃહસ્થજીવન માટે જોખમકારક છે. ક્યારેક તો એના કારણે જિંદગીથી હાથ ધોઈ નાખવા પડે છે. આધુનિક વિજ્ઞાને નવયુવાની પાછી લાવવા, કાયાકલ્પના પ્રયોગો કરવામાં પાછીપાની કરી નથી, પરંતુ એ બધા જ પ્રયોગો માત્ર ત્રણ-ચાર વર્ષ પૂરતું જ શરીરમાં શક્તિનો સંચાર કરી શક્યા છે. અલબત્ત, આ પ્રયોગોએ એટલું તો સિદ્ધ કર્યું જ છે કે યુવાની ટકાવી રાખવા, આપણા શરીરમાંની અંતઃસાવિ ગ્રંથિઓ સક્રિય હોવી જોઈએ અને લોહીમાં વિપુલ પ્રમાણમાં જાતિય રસો ભળેલા હોવા જોઈએ. એ સાથે કોઈ પણ પ્રકારે શારીરિક, વાચિક કે માનસિક રીત બ્રહ્મચર્યના ખંડન દ્વારા શરીરમાંના આ સેક્સ હોર્મોન્સ બહાર જવા ન જોઈએ. વીર્ય એ શક્તિ છે. આપણા શરીરમાં ઉત્પન્ન થનાર વીર્યને જો નકામું વેડફાઈ જતું અટકાવવામાં આવે તો તેનું ઊર્ધીકરણ થાય છે. આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો આપણા શરીરમાં જ એવી કુદરતી ગોઠવણ છે કે વીર્ય સ્વયં, પુનઃલોહીમાં ભળી જઈ/ શોષાઈ જઈ, મગજ સુધી પહોંચે છે અને તેના પરિણામે બુદ્ધિ/મેધાયાદશક્તિનો ઝડપી વિકાસ થાય છે. અધ્યાત્મની પરિભાષામાં આને ચેતન શક્તિનું ઊર્ધ્વરોહણ કહી શકાય. એમ કહેવાય છે કે ભોળા ભગવાન શંકરે, પોતાનું ત્રીજું નેત્ર ખોલીને, એમાંથી વરસતી અગ્નિજવાળાઓ વડે કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો હતો. આ અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારતાં એમ લાગે છે કે આપણા મસ્તિષ્કમાં, બ્રહ્મરન્દ્રની નીચે આવેલ સહસાર ગ્રકની જગ્યાએ અર્થાત્ કપાળમાં વચ્ચે જ્યાં શંકરના તૃતીય લોચનની જગ્યા બતાવવામાં આવી છે, તેની સમપંક્તિમાં અને બ્રહ્મરન્દ્રની નીચેના ૧૦૯)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy