SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ GeeSeSeeSwGW જ્ઞાનધારા BIGGGGWSSSSSB નાશ કરી શકે છે અને નવા જીવજંતુની ઉત્પત્તિને રોકી શકે છે. તેમાંય સૂર્યોદય પછીની ૪૮ મિનિટ પછી અને સૂર્યાસ્તની ૪૮ મિનિટ પહેલાં ભોજન કરવાનું જૈન ગ્રંથોમાં વિધાન છે. કારણ કે સૂર્યાસ્ત સમયે અને સૂર્યોદય સમયે માખી, મચ્છર વગેરે ક્ષુદ્ર જંતુઓનો ઉપદ્રવ વધુ હોય છે. સૂર્યાસ્ત સમયે જીવજંતુનો ઉપદ્રવ શરૂ થતો હોવાથી તથા સૂર્યોદય સમયે જીવજંતુનો ઉપદ્રવ પૂર્ણ થતો હોવાથી વધુ સંખ્યામાં તેઓ દેખા ટૂંકમાં, જૈન ધર્મમાં જણાવેલ નવકારશી, ચઉવિહાર, બિયાસણા, એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આરોગ્ય વિજ્ઞાન (મેડિકલ સાયન્સ) અને શરીરવિજ્ઞાનની દષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે અને તેનાથી આધ્યાત્મિક લાભની સાથે સાથે શારીરિક તંદુરસ્તીમાં ઘણા ઘણા ફાયદા થાય છે, જે નજરઅંદાજ કરવા ન જોઈએ. છેવટે ધર્મ કે ધાર્મિક શબ્દની કદાચ એલજી હોય તો વિજ્ઞાન અને આરોગ્યના નામે પણ ઉપર્યુક્ત તપ અને નિયમોનું પાલન કરવું જોઈએ. ઉકાળેલા પાણીમાં વિજ્ઞાન : વનસ્પતિની જેમ પાણીમાં પણ ચેતના હોય છે. ૭૦ વર્ષની વયે ભાવનગરના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી પી.એસ. શાહના સંશોધનને ભાવનગર યુનિ.ની માન્યતા પ્રાપ્ત થયેલી છે. આ સંશોધન લેખમાં તેઓએ જણાવ્યું છે કે પાણી સચેત છે અને કેટલાંક કારણોસર તે અચેતન બની જાય છે. પાણી સજીવ છે અને પ્રસ્થાપિત કરવામાં તેમણે વૈશેષિક દર્શન-પ્રશાસ્તપાદ ભાષ્ય, મેઘમહોદય, પાણીની આભા, જગદીશચંદ્ર બોઝની રજૂઆત, સમુદ્રના પ્રવાહ, ભરતી અને ઓટ, વર્ષા અંગેના ખ્યાલો વિગેરેની રજૂઆત કરી તેના દ્વારા પાણી સજીવ હોવાનું તાર્કિક રીતે પ્રસ્થાપિત કર્યું છે. * પાણી ઘટ ગૂઢ, અકળ અને રહસ્યમય છે. * વિજ્ઞાનમાં પાણીની ૬૧ અનિયમિતતાની રજૂઆત છે. * વિજ્ઞાનમાં કોષ રહિત જીવનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો છે. * ભારતીય ગ્રંથોમાં પાણીના ગર્ભાધારણની અને તે બંધાયા બાદ ૧૯૬મા દિવસે વર્ષ રૂપે પ્રસવ થયાની રજૂઆત છે. ટૂંકમાં, પાણી ઉકાળીને જ શા માટે પીવું જોઈએ ? એ પ્રશ્ન યથાવત્ જ રહે છે. આ પ્રશ્નનો ઉત્તર વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આ પ્રમાણે આપી શકાય. ૧૦૬ ૬ % E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે પ્રવાહીમાં ઘનવિદ્યુતભારવાળા અણુઓ અને ત્રણવિઘુભારવાળા અણુઓ વધુ પ્રમાણમાં હોય છે. આ ઋણવિધુતભારવાળા અણુવાળું પાણી પીવાથી શરીરમાં ખૂબ જ તાજી/ફૂર્તિનો અનુભવ થાય છે. આવું પાણી ક્યારેક વિકાર પેદા કરે છે, પરંતુ જયારે પાણીને ગરમ કરવામાં આવે છે ત્યારે પાણી અચિત તો થઈ જ જાય છે પણ સાથે સાથે તેમાં રહેલ ઋણ વિધુભારવાળા અણુઓ તટસ્થ અર્થાત્ વીજભાર રહિત થઈ જાય છે, પરિણામે ગરમ કરવામાં આવેલ પાણી શારીરિક અને માનસિક વિકૃતિઓ પેદા કરી શકતું નથી. બ્રહ્મચર્ય વ્રતની વૈજ્ઞાનિકતા : આજે ગુનાઓને શોધવામાં કૂતરાઓનો ઉપયોગ થઈ રહ્યો છે એ આપણે જાણીએ છીએ. કૂતરાઓ ગુનેગારને શી રીતે શોધી કાઢે છે એ જાણો છો ? કૂતરું માણસને એના શરીરની ગંધ પરથી ઓળખી કાઢે છે. એની આ શક્તિ અહીં કામે લગાડાય છે. માણસ જ્યાંથી પસાર થયો હોય ત્યાં પણ એના પરમાણુઓ બાર કલાક સુધી કૂતરાની ઘાણેન્દ્રિય પકડી શકે છે એટલા પ્રમાણમાં રહે છે, તો એ જ્યાં બેઠો હોય ત્યાં એના પરમાણુઓ વધારે મોટા પ્રમાણમાં રહે અને તે વિજાતીય વ્યક્તિના નાડીતંત્ર ઉપર કંઈક વિકારી અસર જન્માવે એ સમજી શકાય એવું છે. તેથી બ્રહ્મચર્યની રક્ષાર્થે બતાવેલ નિયમોમાં ભગવાન મહાવીર દેવે એક સૂચન એ પણ કર્યું કે સ્ત્રીના આસનનો પુરુષ અને પુરુષના આસનનો સ્ત્રીએ અમુક સમય સુધી ઉપયોગ ન કરવો. એમનું જ્ઞાન કેટલું ઊડું અને તલસ્પર્શી હતું તેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને આ વિધાનમાં જોવા મળે છે. તેમાં સંભિન્નસ્રોતસ, નામે એક વિશિષ્ટ લબ્ધિ છે. આ લબ્ધિ જેને પ્રાપ્ત થાય છે તે પોતાની કોઈ પણ એક જ ઇન્દ્રિય વડે, તે સિવાયની અન્ય ચાર ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન મેળવી શકે છે, અર્થાત્ માત્ર સ્પર્શેન્દ્રિય-ત્વચા દ્વારા તે જોઈ પણ શકે છે, સુગંધ કે દુર્ગંધનો અનુભવ પણ કરે છે, શબ્દ પણ સાંભળી શકે છે તથા સ્વાદ પણ માણી શકે છે. આજે સમગ્ર વિશ્વમાં, અનાચારથી ફેલાતો એઈડ્ઝ રોગ ફેલાઈ ચૂક્યો છે, ત્યારે એ રોગથી બચવા માટે એકમાત્ર ઉપાય તરીકે પરિણીત ગૃહસ્થ માટે સ્વદ્રારા સંતોષ-વિરમણવ્રત અર્થાત્ એક પત્નીવ્રત અન્ય વ્યક્તિ માટે બ્રહ્મચર્યનું પાલન છે. -૧૦૭)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy