SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 6% E6જ્ઞાનધારા©©©©©©©©©e ઔપચારિક એવી રીતે મોક્ષ વિનય પાંચ પ્રકારે જાણવા યોગ્ય છે." અભિધાન રાજેન્દ્ર કોશ તથા અન્ય ગ્રંથોમાં વિનયના પ્રકાર આ પ્રમાણે દર્શાવ્યા છે : ૧. જ્ઞાન વિનય ૨. દર્શન વિનય ૩. ચારિત્ર વિનય ૪. મનો વિનય ૫. વચન વિનય ૬. કાય વિનય ૭. લોકોપચાર વિનય આ સાત પ્રકારના વિનયના અવાનાર પ્રકારો પણ છે. ૩.૧ : જ્ઞાન વિનય : જ્ઞાન તથા જ્ઞાની ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી, ભકિત અને બહુમાન રાખવું, તેમના દ્વારા પ્રતિપાદિત વસ્તુતત્ત્વો ઉપર ચિન્તન-મનન-અનુશીલન કરવું. વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું. અધ્યયન કરવશું. તેમની આજ્ઞાનું પાલન કરવું તે જ્ઞાનવિનય છે. ” શિષ્ય જે જ્ઞાની ગુર પાસેથી આત્મગુણ વિકાસી ધર્મ (સિદ્ધાંત) વાક્યોનું શિક્ષણ ગ્રહણ કરે, તેમની પૂર્ણપણે વિનયભક્તિ કરે. ૮ જ્ઞાન વિનય તપના પાંચ ભેદ છે જે આ પ્રમાણે છે - જ્ઞાન વિનય તપથી જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોને દૂર કરે છે તેને વિનય કહે છે. અભિનિબોધિક જ્ઞાનનો અર્થ મતિજ્ઞાન છે. આ રીતે જ્ઞાનના પાંચ ભેદ હોવાથી જ્ઞાનવિનયના પણ પાંચ ભેદ છે. ૬ ૩.૨ : દર્શન વિનય તપ - દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમથી ઉત્પન્ન તત્વાર્થ શ્રદ્ધાન રૂપ આત્મપરિણામ દર્શન કહેવાય છે. દર્શનનો વિનય દર્શન વિનય તપ છે. દર્શન વિનય તપ બે પ્રકારના છે. ૩:૨.૨ - શુષણદર્શન વિનય તપ વિધિપૂર્વક સાન્નિધ્યમાં રહીને આચાર્ય, ઉપાધ્યાય અને ગુરુ આદિની સેવા કરવી શુશ્રુષણા વિનય તપ કહેવાય છે. તેના નીચે પ્રમાણે ભેદ છે જેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧. અભુત્થાન વિનય તપ - આચાર્ય આદિ પર દષ્ટિ પડતાં જ આસન છોડી દેવું, તેમની સન્મુખ ઊભી થઈ જવું. ૨. આસનાભિગ્રહ વિનય તપ- આચાર્ય અથવા ગુરુ આદિ જે કોઈ સ્થળે %e0%e0% e0%ews તપ તત્ત્વ વિચાર #@#$%e0%e0%a બેસવાની ઇચ્છા પ્રદર્શિત કરે ત્યાં જ આસાન પાથરી દેવું. ૩. આસનપદાન વિનય તપ - આચાર્ય ગુરુ આદિના આગમન પ્રસંગે આસન પ્રદાન કરવું. ૪. સત્કાર વિનય તપ - વિનયને યોગ્ય આચાર્ય આદિનો વંદણા દ્વારા આદર કરવો સત્કાર વિનય તપ છે. ૫. સન્માન વિનય તપ - ગુરુ આદિનું આહાર-વસ્ત્ર પ્રશસ્ત વસ્તુઓ દ્વારા સન્માન કરવું. ૬. કૃતિકર્મ વિનય તપ - ગુર આદિને વિધિ અનુસાર વંદન કરવું. ૭. અંજલિ પ્રગ્રહ વિનય તપ - ગુરની સામે વિનયપૂર્વક હાથ જોડવા. ૮. અનુગામનતા વિનય તપ - આવી રહેલા ગુર આદિની સામા જવું. ૯. પર્યુપાસના વિનય તપ - ગુરુના બેઠા પછી ઇચ્છાનુકૂળ સેવા કરવી. ૧૦. પ્રતિસન્હાનતા વિનય તપ -આયાં, ગુરુ આદિના પ્રસ્થાન પ્રસંગે પાછળ પાછળ જવું.૧૦ ૩:૨.૨ - અનત્યાશાતના દર્શન વિનય તપ ગરની આદિની આશાતના અવર્ણવાદ ન કરવી. અનન્યાશાતના વિનય તપ કહેવાય છે. અહંન્ત આદિના ભેદથી તે પિસ્તાળીસ પ્રકારના છે. (૧) અહંન્ત (૨) અર્વત પ્રણીત ધર્મ (૩) આચાર્યા (૪) ઉપાધ્યા (૫) સ્થવિરો (૬) કુળ (૭) ગણ (૮) સંઘ (૯) દિયા (૧૦) સાંભોગિ (૧૧) આભિનિબોધિ જ્ઞાનની (૧૨) શ્રુતજ્ઞાનની (૧૩) અવધિજ્ઞાનની (૧૪) મનઃ પર્યવજ્ઞાનની (૧૫) કેવળજ્ઞાનની આશાતના ન કરવી, આ અન્ન આદિના પંદર વિનય છે. આ જ અન્ન આદિ પંદરના પ્રતિ ભક્તિ-બહુમાન કરવાથી અને આ જ પંદરના સમુદભૂત ગુણોનું કીર્તન, વર્ણસંજવલનતા અર્થાત્ વિદ્યમાન ગુણોનું ઉત્કીર્તન કરવું, આથી પણ બીજા પંદર ભેદ થાય છે, આ રીતે બધાને ભેગા કરવાથી અનન્યાશાતના વિનય તપ પિસ્તાળીશ પ્રકારના છે.૧૧ ભગવતી આરાધનામાં સમ્યગદર્શનના અંગોનું પાલન, ભક્તિ-પૂજાદિ ગુણોનું ધારણ અને બાર શંકાદિ દોષાનું ત્યાગને દર્શન વિનય કહેવામાં આવે છે.૧૨
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy