SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ GSSSSSSWERGO જ્ઞાનધારાWSGGGGGGWSSB ૩ઃ૩. - ચારિત્ર વિનય તપ અનેક જન્મોમાં સંચિત આઠ પ્રકરના કર્મ સમૂહનો ક્ષય કરવાને માટે જે સર્વ વિરતિરૂપ અનુષ્ઠાન કરવામાં આવે છે તે ચારિત્ર કહેવાય છે. ચારિત્રનો વિનય ચારિત્રવિનય તપ છે એના પાંચ ભેદ છે. ૧. સામાજિક ચારિત્ર વિનય તપ- સાવઘયોગની નિવૃત્તિને સામાયિક ચારિત્ર કહે છે, તેનો વિનય કહેવાય છે. ૨. છેદોપસ્થાપની ચારિત્ર વિનય તપ- જે મહાવ્રત રૂપ ચારિત્ર પૂર્વપર્યાયનું છેદન કરીને પુનઃ આરોપિત કરવામાં આવે છે તે છેદોપસ્થાપનીય ચારિત્ર છે તેનો વિનય. ૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિનય તપ- જે ચારિત્રમાં પરિવાર નામક તપશ્ચર્યા દ્વારા કર્મનિર્જરારૂપ વિશુદ્ધિ કરવામાં આવે છે તે અને તેનો વિનય. ૪. સુક્ષમસામ્પરાય ચારિત્ર વિનય તપ-જેના કારણે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે તે કષાયને સમ્પરાય સૂક્ષ્મ-લોભાશના રૂપમાં જ શેષ રહી જાય છે અને તેનો વિનય. ૫. યથાખ્યાત ચારિત્ર વિજ્ઞય તપ- તીર્થંકર ભગવાને વિનય યથાર્થ રૂપથી જે ચારિત્ર વિનય નિષ્કષાય રૂપ કહેલ છે તે અને તેના પ્રત્યે તેનો વિનય.૧૨ ભગવતી આરાધનામાં વિષય-કપાયનો ત્યાગ અને સમિતિ-ગુપ્તિના પાલનને ચારિત્રવિનય કહેવામાં આવે છે.૧૪ ત્રિગુપ્તિ વિષયક વિનયના ભેદોનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. ૩.૪ મનો વિનય તપ ગુરુજનોનો મનથી વિનય કરવો, મન ઉપર સંયમ રાખવો તે મનો-વિનય કહેવામાં આવે છે. તેના બે ભેદ છે - પ્રશસ્ત મનો વિનય અને અપ્રશસ્ત મનો વિનય. મનથી શુભ ભાવોને સુવાસિત કરવા તે પ્રશસ્ત મનેવિનય છે અને આનાથી વિપરીત આચરણ કરવું. અપ્રશસ્તનો વિનય છે.૧૫ ૩.૫ વચન વિનય વાણીને સંયમમાં રાખવી, તેને શિષ્ટ રાખવી તે વિન છે. વચન વિનય પણ %EE6GWS%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉee બે પ્રકારના છે, પ્રશાસ્તવચન વિનય અને અપ્રશસ્તવચન વિનય હિત-મિત, સૌમ્ય, સુંદર, સત્ય વાણીથી તેમનું (ગુરુજનોનું) સમ્માન કરવું તે પ્રશસ્ત વચન વિનય છે અને આનાથી પ્રતિકૂલ આચરણ કરવું જેમ કે કર્કશ, સાવધ છેદકારી વગેરે ભાષાનો ઉપયોગ કરવો તે અપ્રશ0 વચનવિનય છે.૧૬ ૩.૬ કાય વિનય કાય એટલે શરીર સંબંધી સમગ્ર પ્રવૃત્તિને કાય-વિનય અન્તર્ગત સમાવવામાં આવે છે. કાય વિનયમાં વિવેકની મુખ્યતા બતાવવામાં આવી છે. ઉઠવું-બેસવું, ચાલવું-ફરવું, શયન કરવું વગેરે પ્રત્યેક પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરવી તે કાય વિનય છે. કાય વિનયના બે ભેદ છે. - પ્રશસ્ત કાય વિનય અને પ્રશસ્ત કાયવિનય. અપ્રશસ્તકાય વિનય સાત પ્રકારના છે, જેમ કે (૧) ઉપયોગશૂન્ય થઈને ચાલવું. (૨) ઉપયોગહીન થઈને ઊભા થવું. (૩) ઉપયોગરહિત બેસવું (૪) ઉપયોગરહિત સૂવું (૫) ઉપયોગરહિત થઈને... ઉલ્લંઘન કરવું અને એકવાર લાંઘવું (૬) ઉપયોગરહિત થઈને વારંવાર લાંઘવું અને (૭) ઉપયોગરહિત થઈને બધી ઇન્દ્રિયોનો અને કાય યોગનો વ્યાપાર કરવો. આ અપ્રશસ્ત કાય વિનય છે. આથી વિપરીતને પ્રશસ્તકાય વિનય કહેવાય છે.૧૭ ૩.૭ - લોકોપચાર વિનય લોકોનો ઉપચાર કરવો તે લોકોપચાર કહેવાય છે. લોકોપચાર સંબંધી વિનય તપને લોકોપચાર વિનય તપ કહેવાય છે. તેના ભેદોનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. અભ્યાસવૃત્તિતા વિનય તપ - જ્ઞાનાચાર્ય જ્ઞાનનો બોધ આપનાર શિક્ષકની પ્રત્યે મધુર વચન વગેરેનો પ્રયોગ કરવો. ૨, પરછન્દાનું વૃત્તિતા વિનય તપ - બીજાના અભિપ્રાયને સમજીને તદનુસાર વર્તાવ કરવો. ૩. કાર્યાર્થ વિનય તપ - જ્ઞાન વગેરેની પ્રાપ્તિ માટે આહાર-પાણી વગેરે લાવીને સેવા કરવી. ૪. કૃપ્રતિક્રિયા વિનય તપ - આહાર-પાણી દ્વારા સેવા કરવાથી ગુરુ પ્રસન્ન થઈને મને શ્રુત દાન દઈને પ્રત્યુપ્રકાર કરશે એવા આશયથી ગુર વગેરેની શુશ્રુષા કરવી. ૫. આર્યગર્લેપણતા વિનય તપ - રોગીને ઔષધ વગેરે આપીને તેમનો ઉપકાર
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy