SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 818181818181818181818181818181818181818181818181818181818181818181818 આવ્યંતર તપમાં વિયનું સ્વરૂપ ડૉ. પૂર્ણિમા એસ. મહેતા (જૈન દર્શનના અભ્યાસ પૂર્ણમાબહેન વિવિધ જન સેમિનારમાં પેપર રજૂ કરે છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદના આંતરરાષ્ટ્રીય જૈન અધ્યયન કેન્દ્રનાં ઇન્ચાર્જ છે). ૧. પ્રસ્તાવના : જૈન ધર્મ જિનેશ્વર અથવા તીર્થંકરોએ દર્શાવેલી જીવનપદ્ધતિ છે. આ ધર્મ પોતાના અનુયાયીઓને કર્મનો ક્ષય કરી પરમ સુખની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યફ ચારિત્ર આ રત્નત્રય મુક્તિ અથવા મોક્ષનો માર્ગ બની રહે છે. ઉમાસ્વામીએ સમ્યક દર્શનની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : “તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યફ દર્શનમ્” તત્વરૂપ છવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. * આ તત્વ નવ પ્રકારના છે. “જીવાછવા પુષ્ણ પાવાસવ સંવરો ય નિજરંણા, બંધો મકો ય તા નવતત્તા હૂંતિ નાયવ્યા." ૨ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ નવ તત્ત્વ જાણવા યોગ્ય છે. નિર્જરા તત્વમાં નિવયનો સમાવેશ થાય છે. નિર્જરા એટલે ક્ષય. નિર્જરાના બે ભેદ - ૧) દ્રવ્યનિર્જરા : આત્માના પ્રદેશોથી કર્મ પુદ્ગલોનું ખરી જવું તે દ્રવ્ય નિજ છે. ૨) ભાવનિર્જરા : આત્માના તપશ્ચર્યાદિવાળા શુભ પરિણામ તે વાસ્તવિક નિર્જરા છે. ઈચ્છાનો નિરોધ તે તપ છે. ‘તપસા નિર્યરા ચક તપ વડે સંવર અને નિર્જરા બંને થાય છે. ઇચ્છા નિરોધ તપ : ઇચ્છાના નાશ માટેના સાધન બાર પ્રકારના છે, તેમાં પ્રથમના ચાર આહારશુદ્ધિ માટે છે. પાંચ અને છે કાયા શુદ્ધિ માટે છે. આભ્યતર તપમાં પ્રથમના ચાર મનશુદ્ધિ માટે છે. છેલ્લા બે ચેતના શુદ્ધિ માટે છે. તપના બે ભેદથી બાર પ્રકાર છે, જેમાં વિનય આત્યંતર તપના છ પ્રકારમાં % E 6 %Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ બીજો પ્રકાર છે. ૨. ઉણોદરી ૨. વિનય ૩. વૃત્તિ સંક્ષેપ ૩. વૈયાવર ૪. રસત્યાગ ૪. સ્વાધ્યાય ૫. કાયકલેશ ૬. ધ્યાન ૬. સંલીનતા ૬. કાયોત્સર્ગ તપના બાર પ્રકારોમાં આ પ્રકારો એવા છે કે જે પ્રકારોને બીજાઓ જોઈ જાણી શકે. એ આદિ કારણે એ જ પ્રકારોને બાહ્યતપ કહેવામાં આવે છે, જ્યારે બીજા છ પ્રકારો એવા છે, કે જેને યથાર્થ સ્વરૂપમાં તો અન્તર્મુખ બનેલા મહાનુભાવો જાણી શકે છે, એટલે એ વગેરે કારણોથી એ છ પ્રકારોને આત્યંતર તપ કહેવામાં આવે છે. ૨. વિનય શબ્દની વ્યુત્પત્ત આત્યંતર તપના છ પ્રકારોમાં બીજો તપ વિનય તપ નામનો છે. ‘વિનય’ શબ્દ ‘વિ’ અને ‘નય' એ બે શબ્દ મળીને બન્યો છે. તેની વ્યુત્પત્તિ પરથી એવો અર્થ ફલિત થાય છે કે જે વિશેષરૂપે સુખશાંતિ એને ઉન્નતિ તરફ વઈ જાય અધવા જે દોષોને વિશેષરૂપે દૂર કરે તે * વિનય એટલે શિષ્ટાચાર, ભક્તિ, અંતરનું બહુમાન અને આશાતનાનું વજન. વિનયથી અભિમાનનો નાશ થાય છે. નમ્રતા પ્રગટે છે અને ધર્મારાધનાની યોગ્યતા આવે છે, તેથી જ તેનો સમાવેશ આત્યંતર તપમાં કરવામાં આવ્યો છે. ૩. વિનયની વ્યાખ્યા અને પ્રકારો વિનયની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે કે - ___बिनयते विशेषण दूरी क्रियतेऽषटविधं कर्मानेनेति विनयः" જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય તે વિનય. આ પ્રકારના વિનયને મોક્ષ વિનય કહેવામાં આવે છે. તેના દશવૈકાલિક નિર્યુક્તિમાં પાંચ પ્રકારો જણાવ્યા છે, જેમ કે - હંસા - નાળ - વત્ત, તવ ગ ત૬ - વારિખ રેવા एसो अ भोक्ख - विणओ, पंचविहो होइ नायब्वा ।। ‘દર્શન સંબંધી, જ્ઞાન સંબંધી, ચારિત્ર સંબંધી, તપ સંબંધી તેમ જ ૬૮
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy