SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB આત્માને પોતાના આયોગી સ્વરૂપમાં સ્થાપિત કરે છે. બહિતિને અંતર્મુખી બનાવવા માટે પુરુષાર્થ તે ‘તપ'. શરીર પરની મૂર્છા તોડવા ‘તપ' એ અમોઘ ઉપાય છે. भवकोडी संचयं कम्मं तवसा निज्जरज्जहा' કરોડો ભવના કર્મોને ક્ષય કરવાનો ઉપાય તે ‘તપ'. જે તપ કરવાથઈ કલેશ, અરુચિ, અવિનય, અવિવેક અને અહંકાર વધે તે તપ નહીં પણ તાપ છે. કોઈ પણ પ્રકારના ફળની આશા રહિત માત્ર નિર્જરાના હેતુથી તપ કરવું તે જ સમ્યફ તપ છે. चउब्बिहा खलु तबसमाही भवइ । तंजहाः - नो रहलोगद्याए तब-महिद्ज्जिा । नो परलोगद्याए तब महिद्विज्जजा। नो नो कित्ति-बन्न-सद् सिलोगद्याए तब महिद्विज्जा, नन्नत्य निज्जरद्याएं तब महिद्विज्जा ।। ચાર પ્રકારની તપ સમાધિ કહી છે. સાધક આ લોકની કોઈ પણ પ્રકારની ઈચ્છાથી તપ ન કરે અર્થાત્ આ ભવમાં મને આ તપથી તેજલેશ્યા તથા આમષધિ આદિ લબ્ધિઓ અથવા ભૌતિક સિદ્ધ, વચનસિદ્ધિ પ્રાપ્ત થાય. પરભવમાં સ્વર્ગ, સ્વર્ગની દેવાંગનાઓ, સ્વર્ગની રિદ્ધિ કે માનવ ભાવે યોગ્ય સંપત્તિ મળી જાય. આ તપથી મને પદ, પ્રતિષ્ઠા, પદોન્નતિ, કીર્તિ, પ્રસિદ્ધિ તથા પ્રશંસા, સ્તુતિ, પ્રશસ્તિ વગેરે મળશે. માટે હું તપસ્યા કરું... આ ત્રણેય ભાવતી વિરક્ત થઈ તપ-સાધક જીવ માત્ર ને માત્ર આત્મ-વિશુદ્ધિપૂર્વક એકાંત નિર્જરાના ભાવથી જ આત્મભાવમાં રહેતો, થકો તપ કરે. તપ નિદાન (ફળની આશા) રહિત હોવું જોઈએ.. કોઈ સાંસારિક આશા-આકાંક્ષાથી પ્રેરિત થઈ તપસ્યા કરે અને તેથી કદાચ ભૌતિક કામના પૂરી થાય પણ ખરી, પરંતુ તેને કર્મોથી સર્વથા મુક્તિ રૂપ નિર્વાણ પદની પ્રાપ્તિ નથી થતી. તેની સ્થિતિ તો બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવી થાય છે. ચિત્તમુનિ તથા સંભૂતિમુનિ બન્ને જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની ઉત્કૃષ્ટ આરાધના કરી રહ્યા હતા. એકદા સનસ્કુમાર ચક્રવર્તી અંતેઉકર તથા સ-પરવિાર દર્શનાર્થે આવ્યા. બન્ને મુનિઓને આદર અને અહોભાવપૂર્વક વંદન કર્યા. તેમનાં પટ્ટરાણી પણ વંદન કરે છે. તેમના લાંબા કેશની એક લટ સંભૂતિ મુનિના ચરણને સ્પર્શ કરી ગઈ, જે ૪૦) – S1818181818181818181810S HY drl fue 548181818181818181818181818 સુગંધી તથા બહુમૂલ્ય શિતલ દ્રવ્યોથી સિંચિત હતી. દીર્ઘ તેમજ કઠોર તપથી તપ્ત થયેલા મુનિનાં શરીરમાં અતિ-અતિ ઠંડક વ્યાપી ગઈ. મુનિને અપૂર્વ શાતા ઉપજી. પણ... મુનિને દેહધ્યાસ જાગૃત થયે અને તેઓનું મન ચલિત થઈ ગયું. ફ્રીફરી આવી સુખ-શાતા માણવાની લાલસા જાગી. એ જ સમયે મુનિ ભાન ભૂલ્યા અને દીઘ' તપશ્ચર્યાના બદલામાં ચક્રવર્તીપણું માગી, નિદાન કરી લીધું. પરિણામે પછીના ભવમાં ચક્રવર્તીપણું મળ્યું અને મળેલા ભોગો-પ્રભોગમાં ચુદ્ધ થઈ તેમાં જ ડૂબી ગયા. ચિત્તમુનિ સમ્યફ આરાધના કરતાં ફરી આ ભવમાં પણ ઉચ્ચ કોટિની મુનિ દશાને પામ્યા. આવી રાજાને ભોગોની અસારતા તથા આસક્તિનાં ભયંકર પરિણામ સમજાવ્યાં પણ નિદાનના કારણે ભારેકર્મી બનેલા ચક્રવર્તી સમજ્યા નહીં અને મરણ પામી સાતમી નરકની દારુણ વેદના ભોગવવા ચાલ્યા ગયા. નિદાન રહિત તપ જ આત્માની વિશુદ્ધિ કરાવી મુક્તિ અપાવે છે. તેથી જ કહ્યું છે કે તપ નિદાન રહિત હોવું જોઈએ. વમી સમ્યકજ્ઞાન તથા સમ્યફદશ'ન પૂર્વક બાર પ્રકારની તપારાધના કરીને, માખણમાંથી ઘી બનાવવાની જેમ કષ્ય-આત્માને તપાવીને આત્મા સાથે લાગેલ કર્મ મેલને જુદો પાડવો તે ‘તપ છે. સોનાને તપાવી તેમાંથી મેલ (માટીને) જુદો પાડીને શુદ્ધ સોનું પ્રાપ્ત કરાય, તેમ આત્માને કર્મોથી જુદો પાડી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તે તપ છે. આગમકારી બે ભેદે તપ બતાવે છે. सो तवो दुविहो वृत्तो, बाहिरब्यंतरो तहा। बाहिरो छब्बिहो वृत्तो एवमभतरो तबो । ઉ. અ. ૩૦, ગાથા-૭. છ બાહ્યતપ તથા છ આત્યંતર તપ આમ તપના ૧૨ પ્રકાર છે. છ બાહ્યતપ : (૧) અણસણ (૨) ઉણોદરી (3) ભિક્ષાચારી (વૃત્તિ સંક્ષેપ) (૪) રસ પરિત્યાગ (૫) કાય કલેશ (૬) પ્રતિસલીનતા. છ આત્યંતર તપ : (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચે (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન (૬) વ્યત્સર્ગ. આ બારે પ્રકારનાં તપ આત્મ વિશુદ્ધિ અર્થે કરવામાં આવે છે. રાગાદિ ૪૧)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy