SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 33333333333333 દેહથી પીડાય છે. આહારવિવેક એ એક સાચી દિશા છે. સમયના પ્રવાહને ઓળખવાની અસાધારણ કુશળતા શાસ્ત્રકારોમાં હતી. મનુષ્ય આઠ કારણોને લીધે ‘શિક્ષાશીલ’ કહેવાય છે. તેમાં એક કારણ ખાવા-પીવામાં કે વિષયોમાં અતિ લોલુપ ન હોય તે ઉત્તરાધ્યન સૂત્રમાં દર્શાવ્યું છે. આસક્ત મનુષ્ય બાલ છે. અનાસક્ત પંડિત છે. ઊણોદરી અનાસક્તિ તરફનું એક પગલું છે. તૃષ્ણાને જીતવા ક્યાંકથી તો શરૂઆત કરવી જ જોઈએ ને ! મર્યાદા બાંધી, પાળ બાંધી, અટક્યા એ જ નવી શરૂઆત. આપણે પાંચે ઇન્દ્રિયોની પણ ઉણોદરી કરી શકીએ. શ્રોતેન્દ્રિય - મને કાન મળ્યા. પરનિંદા સાંભળતા નહીં. પ્રભુના સૂત્ર સિદ્ધાંતને સ્તવન સાંભળવા - ચક્ષુન્દ્રિય - મને આંખો મળી છે તો હું ફિલ્મ કે બીભત્સ દશ્યો ન જોતાં પ્રભુદર્શન કર્યું કર્મેન્દ્રિય - નાક દ્વારા વિવિધ સુગંધોમાં લુબ્ધ ન બનતા આચાર્ય ભગવંતા શુદ્ધ ચારિત્ર્યની નિર્મળ સુવાસ લઉ. રસેન્દ્રિય - આહાર સ્વાદને બદલે ઉપાધ્યાય પાસેથી સમ્યક જ્ઞાનનો રસ પાયું. સ્પર્શેન્દ્રિય - મુલાયમ સ્પર્શથી દૂર જાઉં. સાધુ-સંતોની ચરણજનો સ્પર્શ પામે એવી ભાવના ભાવીએ. રાગના મજબૂત કિલ્લાની એક કાંકરી ખેરવવાની તાકાત ઊણોદરીમાં છે. આ તપમાં પ્રભાતે પૂર્વ દિશાની બારી ઉઘાડવાની વાત છે. સરળ ઊણોદરી અનશન તરફ થઈને કાર્યોત્સર્ગ તરફ દોરી જશે. ઊણોદરી તૃપ્તિ કે સંતોષની નિશાની છે. સંતોષનો ગુણ કેળવ્યો એટલે લોભને લપાટ માર્યા બરાબર છે. ભોગપરાયણ મનુષ્ય બીજા તરફ બેદરકાર બને છે. બીજાનાં દુ:ખની પરવા કરતો નથી. અહીં સ્વનું ધ્યાન છે. વ્યસનોથી બચવાની શરૂઆત છે. ‘રસના જ્યે સર્વ જીતમ્’ જીભ છતી પાકી તેણે શું રાખ્યું બાકી ! એ વાત સાચી ઠરશે. ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે : ‘બ્રહ્મચર્ય વ્રતના ઉપાસક સાધુએ સાધુધર્મ અનુસાર ભિક્ષા દ્વારા મેળવેલો આહાર પરિમિત માત્રામાં, યોગ્ય કાળે, સ્વસ્થ ચિત્તે ગ્રહણ કરવો. સાધુએ ક્યારેય પણ અધિક આહાર કરવો નહીં.’ આ તપ આપણને સૌને ફળો, આપણે સૌ ઊણોદરીને સહજ બનાવીએ અને ‘આ વ્રતમાં ઊણા ન ઊતરીએ એવી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. ૩૮ see વૃત્તિ સંપ પ ****** - પૂ. ડૉ. તરુલતાજી મહાસતીજી (પૂ. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી અધ્યાત્યયોગિની પૂ. બાપજીનાં સુશિષ્યા અને સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન સેંટરની સ્થાપનાના પ્રેરક છે. પૂજ્યશ્રીએ શ્રીમદ્ રાજચંદ્રજી, કવિ બનારસીદાસ આનંઘ્ધનજી અને કબીરના અધ્યાત્મ સાહિત્ય પર સંશોધન કરી મુંબઈ યુનિવર્સિટીમાં Ph.D. કર્યું છે. અનેક ગ્રંથોના સર્જક પૂ. સતીજીનો આત્મસિદ્ધિ શાસ્ત્ર પરના પ્રવચનોનો ગ્રંથ “હું આત્મા છું” ખૂબ જ લોકભોગ્ય અને લોકપ્રિય બન્યો છે) 3333333ISISISISIEK “નાળ પ તાળું ચેવ, ચરિત ચ તેવો તદ્દા । एस मग्गो ति पण्णत्तो, जिणेहिं वरदंसी हिं ।। . સર્વજ્ઞ સર્વદર્શી જિનેશ્વર પરમાત્માએ જ્ઞાન-દર્શન મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી છે. એ જરીતે ‘સમ્યગ્ વર્શન જ્ઞાન પારિત્રાણિ મોક્ષમાર્ગ’ ઉ. અ. ૨૮ ગાથા. - ૨ ચારિત્ર તપ રૂપ - તત્ત્વાર્થ સૂત્ર અ. ૧, સૂ-૧ y જૈન સાધના - આરાધનાનું ચરમ અને પરમ લક્ષ્ય માત્ર ને માત્ર મોક્ષ જ છે. મોક્ષ પ્રાપ્તિના અંતિમ સાધન જ્ઞાનાદિ ચાર છે. ઉમાસ્વાતિજી પણ એ જ મોક્ષમાર્ગ બતાવે છે. તેઓએ ચારિત્રમાં તપનો સમાવેશ કરી, ત્રિરત્ન કહ્યાં છે. ચારેય સાધનોની એકસરખી મહત્તા છ. એક અવલંબન લઈ સાધના કરતો સાધક બાકીનાં ત્રણેયને પોતાની સાધનામાં અંતર્નહિત કરી દેતો હોય છે. અહીં તપનું વિવેચન હોવાથી, તેને પ્રાથમિકતા આપી તપને જ સમજવાનો આયાસ કરાયો છે. તપ એટલે શું? તેની વ્યાખ્યા જ્ઞાની-અનુભવીઓ ભિન્ન-ભિન્ન શબ્દોથી બતાવતા, એક જ સૂરમાં પ્રવેશે છે. તમો ગુણના કારણે થતા પતનથી આત્માને બચાવવો તે તપ છે... કર્મોને તપાવી ભસ્મીભૂત કરી નાખે તે ‘તપ’. જે અનુષ્ઠાનોનું આચરણ આત્માને તરત તેજસ્વી બનાવે તે ‘તપ’. તપ એ દિવ્ય ઔષધિ છે. તે શરીર અને આત્માના યૌગિક ભાવોને દૂર કરી, ૩૯
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy