SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 6% E6eળ જ્ઞાનધારા©©©©©©©©©e વિભાવોથી અશુદ્ધ થયેલ આત્માને સ્વભાવમાં સ્થિર થવા પૂર્વક વિશુદ્ધિ પ્રાપ્ત કરવી તે તપ છે. બાહ્ય તપમાં ત્રીજા નંબરનું તપ - વૃત્તિ સંક્ષેપ. વૃત્તિ સંક્ષેપનો અર્થ : શરીર નિર્વાહની વસ્તુઓનો સંક્ષેપ કરવો. આ તપનું બીજાં નામ છે ભિક્ષાચર્યા : જે મુનિજીવનનું એક અંગ છે. નિગ્રંથ મુનિજીવન યાપન અર્થે શુદ્ધ આહાર-પાણી ગ્રહણ કરે અને તે પણ ગૃહસ્થ દ્વારા ભાવથી અપાયેલ આહાર સ્વીકારે છે. મુનિની ભિક્ષાચર્યાને ગૌચરી કે મધુકરી કહેવાય છે. પ્રતિક્રમણમાં બીજા શ્રમણ સૂત્રના પ્રારંભે જ આ શબ્દો મૂકાયા છે - ‘વાળુવા, મારિયા' અર્થાત મુનિ, ગાય જે રીતે ચરે છે તે રીતે મુનિ પણ ઔષણિક આહાર ગ્રહણ કરે. જેમ ગાય ચરવા જાય તો તેને બહુ ભાવતું, મીઠું લીલું ઘાસ થોડું થોડું ઉપર-ઉપરથી ખાય પણ મૂળમાંથી ઉખેડીને ન ખાય. વિશાળ મેદાનમાં ફરતી-ફરતી ચરતી જાય અને થોડું થોડું ઘાસ ખાઈ પોતાના પેટની પૂર્તિ કરી લે. તેના ચરવાથી મેદાનમાં થોડું પણ ઘાસ ઓછા થયાનો ખ્યાલ ન આવે. એ જ રીતે જિનેશ્વરના સાધુ અનેક ઘરોમાં જઈ, થોડું-થોડું લઈને આહારની પૂર્તિ કરે. ગૃહસ્થ શ્રાવકને તકલીફ ન થાય, અસંતોષ કે અભાવ ન જન્મે એ રીતે સાધુ પોતાની જરૂરિયાત પૂરી કરે. વળી મુનિની ભિક્ષાચર્યા અભિગ્રહ સાથેની હોય, જેથી સહજમાં વૃત્તિસંક્ષેપ થઈ જ જાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ ચાર પ્રકારે અભિગ્રહ ધારણ કરી મુનિ ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે જાય. ધારેલો અભિગ્રહ પૂર્ણ થાય તો જ આહાર ગ્રહણ થાય. અન્યથા ઉપવાસ. આ કાળમાં પણ આવા અભિગ્રહધારી મુનિઓ છે. થોડા વખત પહેલાં એક મુનિ ગૌચરી ગયા. તેમનો અભિગ્રહ હતો - કૂતરો બેઠો હોય, તેના ઉપર બિલાડી અને બિલાડી પર ઉંદર બેઠેલો હોય, તે હું પ્રત્યક્ષ જોઉં તો મારે ઉપવાસનું પારણું કરવું, ને થાય તો છઠ્ઠ પચ્ચકખાણ કરી લઈશ.' ફરતાં ફરતાં એક શ્રાવકના મકાનમાં પ્રવેશ કર્યો. સંયુક્ત પરિવાર હતો. બંગલાના મોટા હૉલના સોફા પર ઘરનો પાળેલો કૂતરો બેઠો તો. ૭-૮ બાળકો ડાઇનિંગ ટેબલ પર એક સફેદ ઉંદરને રમાડી રહ્યાં હતાં. મુનિ પધાર્યા તે જોઈ બાળકો પધારો-પધારો કહેતાં ઉદરને છોડી આમતેમ વિખરાઈ ગયાં, એટલામાં ક્યાંકથી એક બિલાડી આવી ચડી. અનાયાસે જ તે કૂદીને કૂતરા પર ચડી ગઈ અને ભયભીત થયેલો - ૪૨ - %E% E6E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ ઉંદર ટેબર પરથી ભાગવા જતાં પેલી બિલાડી પર પડ્યો. આ બધું માત્ર થોડી ક્ષણોમાં બની ગયું જે મુનિ તથા ઘરમાં રહેલા દરેક સભ્યોએ જોયું. આમ અભિગ્રહ પૂરો થયો. અરે ! ઈતિહાસપ્રસિદ્ધ ઘટના : ભગવાન મહાવીરે કૌશમ્બરી નગરીમાં અભિગ્રહ ધારણ કર્યો હતો તેને પૂરો થતાં પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસ થયા. અંતે ચંદનબાળાના હાથે એ પૂર્ણ થયો. મુનિ ગૌચરી જાય અને આહારનો લાભ ન થાય તો ભગવાન મુનિને કહે છે - ‘ગમો ન સૌ Mી' હે મુનિ ! આહાર લાભ ન થયો તો મનને ઉદ્વેગ ન કરશો. શોચ ન કરશો. સહજ થતી તપશ્ચર્યાથી આનંદ માનજો. આ મુનિની ભિક્ષાચર્યાને ગૌચરી કહી તે ઠીક જ છે છતાં તેના પર થોડું સમીક્ષણ કરીશું. ગાય અદત્ત લે છે. જ્યારે મહાવ્રતધારી મુનિ દત્ત અર્થાત ગૃહસ્થ દ્વારા દીધેલું જ ગ્રહણ કરે છે. કદાચ ભૂખ કે તરસથી મૃત્યુ આવે તો તે મંજૂર પણ સામે પડયું હોવા છતાં, દેનાર કોઈ ન હોય તો, મુનિ અદત્ત ગ્રહણ નહીં જ કરે. ગાયનો આહાર દોષિત પણ હોઈ શકે, પણ મુનિ ૪૨, ૪૭, ૯૬ દોષ રહિતનો નિર્દોષ આહાર ગ્રહણ કરે. વળી ગાયનો આહાર સચેત-અચેત બન્ને પ્રકારનો હોય પણ મુનિ કોઈ પણ સચેત વસ્તુ ગ્રહણ નહીં કરે, માત્ર અચેત તથા શુદ્ધ એષણીય આહાર ગ્રહણ કરે. આમ અપેક્ષાથી જ મુનિના આહારની પ્રકિયાને ગૌચરી કહી છે. મુનિની આહરચર્યા કહો કે ભિક્ષાચર્યા કહો, દશવૈકાલિક સૂત્રમાં પ્રથમ અધ્યયનમાં ભ્રમરવૃત્તિ અથવા મધુકરી કહી છે. जहा दुमस्स पुष्केसु भमरो आवियह रसं। न य पुष्कं किलायेइ, सो य पीणेइ अप्पयं॥ જેમ ભ્રમર વૃક્ષનાં ફૂલ પર બેસે છે, તેમાંથી રસ પીએ છે, છતાં પુષ્પની કોમળ પાંખડીઓને જરા પર દુભવતો નથી. એક જ પુષ્પથી રસને ન લેતો, અનેક પુષ્પો પર જઈ જઈને અલ્પ માત્રામાં રસ ગ્રહણ કરી તૃપ્ત થાય છે. ભ્રમરના દાંતની તીક્ષ્ણતા એવી હોય કે તે મજબૂત લાકડાને કોતરી શકે, પણ એ જ ભમર કોમળ ફૂલને અંશમાત્ર ઈજા પામડતો નથી. તેવી જ રીતે મુનિ પણ ભ્રમરવૃત્તિથી જીવન યાપન કરે. ૪૩)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy