SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સાવ સહેલુ તપઃ ઊણોદરા ડૉ. ગુલાબ દેઢિયા (ડૉ. ગુલાબભાઈએ સ્વામી આનંદના જીવન અને સાહિત્ય પર Ph.D. કર્યું છે. તેમના ચિંતનાત્મક લેખો અનેક સામયિકોમાં પ્રગટ થાય છે. તેઓ સારા વક્તા અને પ્રવક્તા છે) જરૂર છે. eeeeee - જેના આચરણથી આત્મા ઉજ્જવળ થાય છે તે તપ છે. બાહ્યતપમાં અનશન પ્રથમ સ્થાને છે, પણ રોજ આદરી શકાય અને મોટા ભાગના શ્રાવકો સરળતાથી કરી શકે એવું બીજું બાહ્યતપ ઊણોદરી છે. ઉદર એટલે પેટ અને ઊણું એટલે ઓછું. જરૂરિયાત કરતાં થોડું ઓછું ખાવું તે ઊણોદરી છે. રોજના ભોજનમાં ટંકે એક કોળિયો પણ ઓછું ખાઈએ તે ઊણોદરી છે. તપનો એકડો ઊણોદરી છે. આ તપ આદરવા જેવું છે. બધા જ તપથી આત્મશુદ્ધિ તો થાય છે પણ ઊણોદરીથી તો શરીર પણ સ્વસ્થ રહે છે. તંદુરસ્તી જળવાય છે. દરેક કાર્ય માટે, સાંસારિક કે આધ્યાત્મિક શરીરના નીરોગીપણા વગર મુશ્કેલ છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા' એ વાત ધ્યાન રાખવા જેવી છે. આજના સમયમાં યુવાન શ્રાવકોએ આ તપનું મહત્ત્વ વિશેષ સમજવાની 39 આરોગશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે, ઓછું ખાવાથી પાચન યોગ્ય રીતે થાય છે. વાત કે પિત્તની તકલીફ થતી નથી. ઓછું ખાનારને આળસ ન આવે અને શરીર સ્થૂળ થતાં અટકે. ગમે ત્યાં, ગમે તે વસ્તુ, ગમે તે વખતે, ગમે તે રીતે અને ગમે તેટલા પ્રમાણમાં ખાતાં બચી જવામાં ઊણોદરાનું વ્રત સહાયક થાય છે. ઊણોદરી કરનાર હળવેથી સ્વાદને જીતે છે, જીભને જીતે છે. મનગમતી વસ્તુઓ સામે હોય છતાં ખપથી ઓછું લે, જીભનું ન સાંભળે તે જીત્યો. જીભ જીતી તેણે ઘણું જીત્યું. મહાન તત્ત્વચિંતક સોક્રેટીસ યાદ આવે છે. એમણે કહેલું : ‘બીજા બધા ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું.' આ વાત વ્રતની કલગી છે, 33333333333 14 de fer 3333333333SISIS શોભા છે. લુબ્ધતા નહિ આવે. ઓછું ખાનાર સમજીને ખાશે. અભક્ષ્યથી બચશે. વૃત્તિ સંક્ષેપનો વિચાર પણ આવશે. એક વ્રત બીજા વ્રતની આંગળી પકડીને ચાલે છે. ઊણોદરીથી ચિત્ત પ્રસન્નતા આવશે, જે સૌથી મોટો લાભ છે. ધ્યેય બદલાશે, ખાવા તરફથી રાગ ઘટશે. વધુ વિચારશે, અસારતા સમજાશે. વધુ ઊંડો ઊતરશે ધર્મ માટે સક્રિય થશે. જેણે એક ડગલું ભર્યું તે જરૂર આગળ વધશે. णाइमत्त पाण भोयण भोई से निग्गंथे । જે અતિશય ભોજન-પાણી કરતો નથી તે નિગ્રંથ (સાધુ) છે. સ્વાદ લોલૂપતાથી બચવાનું અઘરું છે, ઊણોદરી એમાં જરૂર સહાયક થઈ શકે છે. અશુભ ભાવરૂપ ચાર વિકથાઓ સ્ત્રીકથા, રાજકથા, દેશકથા અને ભોજનકથા (ભત્તકથા) છે. તેમાં ‘ભોજનની કથા’ ભોજનના વખાણ, નિંદા, આગ્રહ, ઉપદેશ, સ્મરણ એ બધાથી બચવાની નાનકડી શરૂઆત પણ ઊણોદરી વ્રત કરતાં આવશે. ઓછું બોલનાર અને ઓછું ખાનાર (મિતાહારી) કદી નુકસાનમાં હોતો નથી. જે આજે ઊણોદરી કરશે તે આગળ જતાં પરિગ્રહ પરિમાણ કરશે. એક શુભ વિચાર, એક શુભ શરૂઆત એના ચિત્તને આગળ તરફ દોરી જશે. ઊણોદરીમાં વિવેક છે, પ્રમાણભાન છે. શરીર સારું હશે તો ધર્મની આરાધના પણ સારી રીતે કરી શકાશે. ઘર, લખાણ કે પેટ ખીચોખીચ ભરેલાં હોય તો ન શોભે. યોગ્ય જગા છોડવામાં કળા છે, ડહાપણ છે. કોઈ પણ વૃત્તિ, વાણી કે પ્રવૃત્તિમાં સંયમ જરૂરી છે. સંયમ બધા ઉજળા પરિણામ લાવે છે. ઊણોદરી કરનાર એઠું નહિ મૂકે, વેડફાટ નહિ કરે એ રીતે અહિંસાનું પાલન પણ થશે. આપણા શાસ્ત્રકારો કેવા દષ્ટિવંત, દીર્ઘદટા હતા કે ત્યારે જે તપ આપ્યું તે આજના યુગમાં સૌથી વિશેષ જરૂરી છે. આજે ખાઉધરાપણા કે મોટાપાનો યુગ છે. બાળકો અને યુવાનો સ્થૂળ 39
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy