SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB છે. પ્રેમને પાગલે ગુરના શબ્દની ઓળખ કરી લીધી છે. તેઓ સંસારમાં રહી અમલ-કમલ ને નિર્મલ જીવનને ઉપાસે છે, તે પરમરસને સિદ્ધરસને, બ્રહ્મરસને માણે છે. મધ્યકાલીન સાહિત્યમાં કેન્દ્રસ્થાને ધર્મ આવે છે. નરસિંહ, મીરાં, દયારામ વિગેરે સંતોએ ભક્તિનો મહિમા ગાયો છે. ભકિત પરિપકવ થતાં પરમાત્મમય બની જાય છે. સાધ્ય અને સાધકનો ભેદ પણ તૂટી જાય છે. દૂધમાં સાકાર ભળી જાય તે રીતે ભક્તના અહં-મમનો ભાવ ઓગળી જાય છે. પછી “તું હી તું... તું હી તું.' આપણા જૈન સાહિત્યમાં પણ રાસ, પ્રબંધ અંતે તો પ્રભુભક્તિ તરફ જ વળે છે. આત્મજ્ઞાની ગુર કોઈને શિષ્ય બનાવતા નથી. મતલબ કે આત્મજ્ઞાનની વાટ ચીંધે છે, પણ હું તારો ગુરુ ને તું મારો ચેલો’ એવો આડંબર આત્માજ્ઞાની ગુરમાં હોતો જ નથી. આત્મજ્ઞાની ગુર સહજ સ્વભાવે આત્મભાવે જીવન જીવે છે. સાચા ગુરુ માણસને સરળ રીતે સમજાવે છે : મન - વચન - કર્યું, તું પ્રભુનું શરણું લે. તારો જીવભાવ (રાગ-દ્રષ) છોડી, સમતામાં સ્થિર થાય. તારા અહંભાવને છોડીને હાસ્યભાવ ધારણ કર. “ગુરૂની કૃપા થકી જ વર્તમાન જીવનમાં ધર્મ અને અધ્યાત્મની ઝાંખી ચારિત્રમાં દેખાય છે : ગુરુ કોણ ? ગુરુ એટલે પાંચ મહાવ્રતધારી, દીક્ષા અંગીકાર કરેલા સાધુ. જે સ્વ પરમજ્ઞાની છે, ગુરુમુખી છે, ગુરુત્વના અહેથી પર છે, તેવા કરુણાસાગર ચારિત્રવાન ગુરુની અહીં મહિમા કરી તેવા પરમ હિતકારી સદ્ગુરુને વંદન સાથે વિરમું છું. ધર્મ-અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન - સક્રિય રાખનાર પરિબળ : ગ્રંથ : તત્વજ્ઞાન - ગુણવંત ઉપાધ્યાય (ભાવનગરસ્થિત ગુણવંતભાઈ ફિલોસોફીમાં રસ ધરાવનાર ગઝલકાર, લેખક અને કવિ છે) ૧૯૯૫નું સાહિત્યનું નોબેલ પારિતોષિક વિજેતા આયરીશ કવિ સિમસ હેનીની એક કવિતાની પંક્તિઓ આમ છે : Between my fingre and thumb The souat the pen rests I'll dig with it. મારી આંગળી અને અંગૂઠા વચ્ચે પલાંઠી વાળીને બેસી છે પેન જેના વડે હું કરીશ ઉતખનન ! કવિનું, ધર્મ અને અધ્યાત્મનું ચિંતન પણ કોઈક અદષ્ટ તત્ત્વને અવતારવા યુગોથી યત્નશીલ છે. સત્ય શું છે ? વિચાર કે વાસ્તવ ? માનવમાત્ર જે કંઈ છે તેની અપેક્ષાએ કંઈક જઉં જ, તદ્દન અલગ ખોળ્યા કરતું શ્રેષ્ઠ પ્રાણી છે. પ્રાણ તત્ત્વની ધારણા, વિકાસ અને અંતિમ લક્ષ સામાન્ય રીતે એની સામે જ હોય છે અને કદાચ આવી સનાતન પ્રવૃત્તિને કારણે જ જ્ઞાન-વિજ્ઞાન, તર્ક, મનોવિજ્ઞાન, ધર્મ, નીતિશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને yet betterનો ખ્યાલ સતત પ્રવર્તમાન છે. આવા જ એક સક્ષમ માધ્યમનું આયોજન અત્રે થયેલું અનુભવું છું ત્યારે વિષયનિહિત મહત્ત્વના શબ્દો પાસે અટકી, ચિંતન કરવું અનિવાર્ય માનું છું. પ્રસ્તુત વિષયમાં ત્રણ શબ્દો ધ્યાન ખેંચે તેવા છે. એક પરિવર્તન, બીજો સક્રિય અને ત્રીજો તત્ત્વજ્ઞાન. આ ત્રણે શબ્દોમાં સક્રિય શબ્દ અનેક રીતે ધ્યાન ખેંચે છે અને તે પણ વર્તમાન જીવનના પરિવર્તન સંદર્ભમાં! જૈન ધર્મ મીમાંસા મુજબ જગત બે તત્ત્વો વડે રચાયેલ છે : (૧) દ્રવ્ય (૨) ઊર્જા, પદાર્થવિજ્ઞાનના મતે પણ પદાર્થ-દ્રવ્ય અવિનાશી છે. તેનું સ્વરૂપાન્તર થાય ૨૧૭૭૨ ગુરુસ્મરણ એ સાધના નથી પણ ગુરુના સ્મરણથી પ્રેરણા મેળવવી એ સાધના છે રકk
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy