SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ SeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB છે પરંતુ નાશ નથી થતો. ઊર્જા અને દ્રવ્ય પરસ્પર રૂપાન્તર પામે છે. જૈન મત મુજબ પણ દ્રવ્ય સત્ અને ગુણ પર્યાયવાચી છે. ઉપરનું વિધાન એટલા માટે ટાંક્યું છે કે સક્રિયતાનું પરિણામ જ પરિવર્તન છે અને પ્રાણતત્વ માટે સક્રિયતા અનિવાર્ય ગણાઈ છે. સક્રિયતા નથી તો પ્રાણતત્ત્વ નથી અને પ્રાણતત્ત્વ નથી તો સક્રિયતા નથી. તત્ત્વાર્થ સૂત્રનું પ્રથમ સૂત્ર પણ સમ્યક જ્ઞાનદર્શન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: એમ આપ્યું છે. આમ, સમ્યદષ્ટિકોણ વિના કોઈ પણ અભ્યાસ થઈ ન શકે. તત્ત્વજ્ઞાનનો વિષય જ તત્ત્વ છે. તત્ત્વનો અર્થ સંસ્કૃત પ્રમાણે ‘તત્ ત્રઃ તે જ તું તપણું એવો થાય છે. તો, પ્રત્યેક વસ્તુ-પદાર્થનું being-હોવું એના તત્ત્વ પર નિર્ભર છે. પ્રત્યેક પદાર્થ સંયોજન અથવા મિશ્રણના સ્વરૂપમાં હોઈ શકે. આમ, પદાર્થનું મૂળ સ્વરૂપ એના નિહિત તત્ત્વોને આભારી જ છે. આ નિહિતતત્વ પ્રત્યે અગ્રસર થવું, હોવાના - અસ્તિત્વના કારણમાં ઊતરવું એટલે જ તત્ત્વજ્ઞાન. આમ, પ્રત્યેક તંત્રોનું સુચારુ સંચાલન વિકાસ તત્ત્વના સમ્યક દર્શન પર અવલંબે તેથી કહી શકાય કે તત્ત્વજ્ઞાન ધર્મ-અધ્યાત્મ ને વર્તમાન જીવનમાં સક્તિ, પરિવર્તનશીલ રાખનાર મહત્ત્વનું પરિબળ છે. કંઈ પણ જાણવા, જેવા, અવલોકવા બેની જરૂર પડે. એક તો સ્વયં ‘દષ્ટા' અને બીજું ‘દશ્ય’, ‘પદાર્થ’, ‘તત્ત્વ'. જોવા, જાણવા, અવલોકવાને જૈનમત પ્રમાણે ‘દર્શન’ કહ્યું છે અને દેશ્યને સમ્યક દૃષ્ટિએ અવલોકતા પ્રાપ્ત થાય દશ્યનું જ્ઞાન-અવબોધ. તો, દર્શન કરવા માટે દષ્યની યોગ્યતા-ક્ષમતા અને દૃષ્ટિકોણ જૈનમત સાધનની શુદ્ધિને અને સ્વયંની પણ ઉપર ભાર મૂકે છે : તત્ત્વાર્થ અધિગમ - તત્ત્વાર્થ સૂત્ર આ રીતે અભ્યાસ કરવા યોગ્ય મહત્ત્વનો ગ્રંથ છે. જૈનમત તત્ત્વાર્થ અધિગમના પ્રથમ અધ્યાયના પ્રથમ ચારે સૂત્રો મુજબ ઉપર આપણે જે નિહિત તત્ત્વની વાત કરી તે નિહિતતત્વ એટલે જ મોક્ષ-કર્મોનો સંપૂર્ણપણે ક્ષય, સુત્રોને ફરીથી વાગોળવા ગમશે : 1) સમાન જ્ઞાન વારિત્રાળ મોક્ષમાર્ગઃ | સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર - એ ત્રણેનો સમન્વય-મોક્ષનો માર્ગ છે. સમ્યક એટલે પ્રશસ્ત, સંગત, અવિપરિત. દર્શન એટલે જોવું તે, યથાર્થ સંધાન. -૨૧૮) #SWeek@SGSES ગુરુ-ગ્રંથ મહિમા %% 69%6@Deesa જ્ઞાન એટલે અવબોધ જેના વડે થાય છે તે. ચારિત્ર એટલે વર્તન, આચરણ. મોક્ષ એટલે કર્મનો સર્વથા ક્ષય. માર્ગ એટલે સાધન, પથ, રસ્તો. 2) તત્વાર્થ શ્રદ્ધાને સમ તનમ્ | (તસ્વરૂપ (છવ - અજીવ આદિ) પદાર્થોની શ્રદ્ધા તે સમ્યક દર્શન અથવા તત્ત્વરૂપી નિર્ણિત કરાયેલ વાસ્તવિક અર્થોનું શ્રદ્ધાન તે સમ્યફ દર્શન.). અને તત્ત્વ એટલે તત્ત્વ (નિર્ણિત પદાર્થ). જીવ - અજીવ - આશ્રવ ઇત્યાદિ સાત અઠ્ઠ એટલે નિશ્ચય કરાય તે, નિશ્ચયનો વિષય હોય તે. થાન એટલે વિશ્વાસ, આદર, જેની શ્રદ્ધા - વિશ્વાસ કરાય તે. સભ્ય નમ્ એટલે અગાઉ જણાવ્યા મુજબ પ્રશસ્ત, સંગત, અવિપરિતનું યથાર્થ સંધાન. तन्नि सर्गादधिगमातवा (તત્ તે (સમ્યફદર્શન) નિસર્ગથી (સ્વાભાવિક) અથવા અધિગમથી (બાહ્મનિમિત્ત - ઉપદેશાદિથી) ઉત્પન્ન થાય છે.) આપમેળે અને પ્રાકૃતિક સંગત સાતેસાત તત્ત્વો એટલે તત્ત્વાર્થ સૂત્ર જ ચારમાં વર્ણવાયેલ :जीवाजीव आश्रवबन्ध संबशनिर्जरा मोक्षस्तत्वम् । (જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ સાત તત્ત્વો છે અને પાપ-પુણ્યની ગણનાની અપેક્ષાએ નવ ત્તત્વો છે.) જ્યાં બીવ એટલે જીવ, આત્મા. નીવ એટલે કર્મનું આવવું. અળહમ એટલે કર્મનું આવવું. વન્ય એટલે જીવ સાથે કર્મનું ચોંટવું. સંવર એટલે આશ્રવનો નિરોધ. નિર્ગા એટલે કર્મોનું ખરી જવું. ૨૧૯)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy