SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 333333333333333333333333 “મોક્ષસ્ય નહિ વસોઽસ્તિ ન ગ્રામાન્તર મેવ વા । અજ્ઞાન-હૃદય-ગ્રન્થિ - નશો મોક્ષ ।। અહીં અંધતા -અજ્ઞાનતા દૂર થયા પછી જ્ઞાનજ્યોતના પ્રકાશમાં મોક્ષમાર્ગ મળવાની વાત છે. કાશીમાં જ દેહત્યાગ કરવાથી મોક્ષ મળશે, તેવી વાતનો છેદ ઉડાવીને વેદવ્યાસ ભગવાન કહે છે મમતા રહિત થવાથી, કષાયો દૂર કરવાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અંતે મોક્ષ મળે છે. આપણા મહાન સંત આનંદધનજીએ પણ અજ્ઞાની લોકો માટે પ્રહારની વાણી કહી છે. અજ્ઞાનના અંધકારમાં કે અંધ રૂઢિગત બંધનોમાં જકડાયેલા માનવીઓ જોઈને આનંદધનજી, કબીર જેવા સંતો તેમની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા નથી, પણ આવા મિથ્યાચારીઓ પર પ્રહાર પણ કર્યા છે. પરમતત્ત્વ વિશે કહે : “પરમતત્ત્વ એ જ્ઞાન, દષ્ટા અને ચૈતન્યમય હોય છે.’' પરમાત્માની વિરલ અનુભૂતિમાં અહંત્વ અને મમત્વની ભાવનાનો લોપ થાય છે, એ સમયે ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય છે. આ અપૂર્વ અદ્રેતની અનુભૂતિનું વર્ણન કરવા શબ્દો સમર્થ હોતા નથી, પરંતુ સંત-ગુરુના હૃદયમાં એની અનુભૂતિની અભિવ્યક્તિ પરમાત્મ તત્ત્વની અનુભૂતિ વાણીમાં ‘સત્યમેવ’ ઉતરી આવે છે. ગુરુ જે ચિનગારી આપે છે તે પ્રકાશની પગદંડી બની જનાર જ્યોતિ છે. જરૂર છે માત્ર એ પગદંડીએ ગતિ કરવાની. પગદંડીનો ઉપયોગ કરવાની. આપણા જૈન સાધુ-ગુરુ-ભગવંતો પણ સ્પષ્ટ કહે છે કે : ‘દોષોથી દુ:ખ અને ગુણોથી સુખ.' અનંતકાળથી વિષય-કષાયના અંધકારમાં અટવાયેલ માણસને ધર્મગુરુનો બોધ રૂચિકર લાગતો હોતો નથી. ધર્મ રૂચિકર ન લાગવાનું કારણ ગુરુભગવંતો સારી રીતે જાણે છે. એટલે એવા મૂઢ-વિષયી માણસને પણ ધર્મ તરફ વાળવા જુદી જુદી તરકીબો પણ બતાવી છે, જે દ્વારા તે સત્સંગ-ધર્મ તરફ આકર્ષાય. ધર્મની જુદી જુદી ક્રિયાઓ કરવાથી સદ્ગુણનો વધારો થાય. સદ્ગુણો આવેથી સદ્ગુરુના સાનિધ્યમાં બેસવાનું થાય ને ત્યાં શ્રવણાદિથી મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય પછી પાપકર્મ પણ ઓછા થાય અને પછી તો તેને જ્ઞાન-અજ્ઞાન, સારઅસારની સભાનતા પણ આવી શકે છે, જ્યારે તેનામાં વિવેક આવ્યા પછી વિષય-ભોગમાં વૈરાગ્ય તો આવે જ. આમ અનેક તરકીબોથી કપાયગ્રસ્ત માણસને અંધારામાંથી હાથ પકડીને જ્ઞાનરૂપી અજવાળા ધર્મમાર્ગે લઈ આવવાનું નિઃસ્વાર્થ ૨૧૪. - [ગુરુ-ગ્રંથ મહિમા કામ ગુરુ કરે છે. આવા ગુરુદેવના ઉપદેશમાંથી ઝરતા જ્ઞાનામૃતનું પાન જે અધિકારસંપન્ન ભક્ત કરે છે તે મોક્ષમોર્ગમાં આગળ વધવામાં સફળ બને છે. માણસને ઈશ્વરાભિમુખ કરી જીવનો ઉધ્ધાર કરવો એ ગુરુનો નિષ્કામ પુરુષાર્થ છે. માનવબુદ્ધિની સીમાઓ, જ્ઞાનેન્દ્રિયોની મર્યાદિત શક્તિને કારણે ધર્મ અને અધ્યાત્મના મરમને સમજી શકાય નહીં. એવા સમયે ‘ગુરુ’ દષ્ટાંત આપી શિષ્યને અધ્યાત્મ-ધર્મની ઊંડાઈ સમજાવવાના પ્રયત્નો કરે છે. જેમ કે ‘દ્રવ્ય શું છે ?’ ગુરુ કહે છે : યુરેનિયમના એકાદ ટુકડાના અણુ-પરમાણુઓના વિભાજન-વિસ્ફોટથી અણુશક્તિ પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિનો નાશ પણ કરી શકે છે અને એ જ અણુશક્તિ માનવહિતનાં અનેક કાર્યો તરફ પણ વળી શકાય છે. ગુણનો આધાર તે દ્રવ્ય. એક દ્રવ્યને આશ્રયીને જે રહે તે ગુણ, અને પર્યાયની સમજ આપતાં ગુરુ કહે છે, દ્રવ્ય અને ગુણની બદલાતી અવસ્થા તે પર્યાય. વધુમાં સ્પષ્ટતા કરતાં કહે છે : દ્રવ્ય, પર્યાપ્ત વગરનું કે પર્યાય, દ્રવ્ય વગરનું ન હોઈ શકે. પર્યાય બદલાય એ ઉત્પત્તિ છે. આગળનો પર્યાયનો અભાવ થાય તે નાશ છે, અને ‘દ્રવ્ય’ તો કોઈ ને કોઈ રૂપે કાયમ છે - સ્થિતિ છે. સરળ રીતે સમજાવતાં ગુરુ કહે છે : જેમ જન્મથી મરણ સુધી પુરુષ માટે પુરુષ શબ્દનો વ્યવહાર થાય છે, તે બાળક, યુવાન વગેરે તેના પર્યાય બદલાયા કરે છે, પણ પુરુષ તો કાયમ રહે છે. સૂર્ય જેમ પોતાનો પ્રકાશ આખી સૃષ્ટિને આપે છે, નદીનું પાણી તેની પાસે જનારા સૌ કોઈ માટે હોય છે, તેવું જ ‘ગુરુ’નું પણ છે. જેને પાપકર્મથી છૂટવું છ, ભોગ-વાસનાથી બચવું છે તેવા મુમુક્ષુ જીવ ગુરુની સન્મુખ થાય છે. સ્તુતિ, ગુરુવંદના કે ગુરુધ્યાન દ્વારા ઉપસ્થિત થનાર સાધક ધર્મમાર્ગે ગતિ કરી શકે છે. જૈન ભક્તિ મૂલક સ્તોત્ર સ્તવન પરંપરા ભકતના હૃદયના ભાવો અભિવ્યક્ત કરનારાં છે. પરમાત્માના ગુણોનું ગાન, હાસ્યભાવ, સખ્યભાવ તો જિજ્ઞાસુના હૃદયમાંથી પ્રગટે છે જ, પણ પછી પ્રાયશ્ચિતભાવ - જેને સ્વનિંદાભાવ કહે છે તે જયારે તેના હ્રદયમાં ધધકાર સાથે ઊલટીની જેમ બહાર આવે છે ત્યારે જ ખરા અંતરમનની શુદ્ધિ થાય છે. પોતાની ભૂલોનો એકરાર કરી ગુરુ પાસે સુધારવા માટે કૃપા યાચે છે. સંસાર વચ્ચે રહેતા મરમી ભક્તોએ જીવન જીવવાની કળા સાધ્ય કરી લીધી ૨૧૫.
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy