SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Sweeteesome જ્ઞાનધારાWeeteeeeeeeeeta ભગવંતોના વચનોમાં શ્રદ્ધા જાગે છે. અહીં ધર્મબીજનું વાવેતર થાય છે. ફળદ્રુપ જમીનમાં ખેડ, ખાતર ને પાણીની આવશ્યકતા હોય છે, તેમ ધર્મ માટે મુમુક્ષ-જિજ્ઞાસુ સાધકની આવશ્યકતા હોય છે. માણસ પણ અધિકારી ગુણસંપન્ન હોવો જોઈએ. અધિકાર વગરનો માણસ ધર્મબોધ પચાવી શકતો નથી. ઊલટું બીજાને તર્ક-વિતર્કમાં સપડાવી પોતાનાં અહંને વધુ પ્રોત્સાહન પણ આપી દેતો હોય છે. તેથી જ ધર્મલાતા ખાસ એ વાતનું ધ્યાન રાખે છે અને અધ્યાત્મના ઉપદે શમાં અધિકારસંપન્ન ગુણિયલ માણસની જ પસંદગી કરતા હોય છે. | ‘હું દુઃખી છું !' મને ભગવાને દુ:ખ શા માટે આપ્યું ? મારો પડોશી તો બહુ જ સુખી ને હું દુ:ખી શા માટે?' આવા વિચારો એ જ મંથનની શરૂઆત થઈ ગણાય. અને તે વખતે ‘ગુરુ' તેને સાચી સમજ આપતાં કહે છે : ગુરુ ઉવાચ: સંસાર દારૂણ છે. સંસારનું કારણ કર્મ છે. દરેક જીવ પોતપોતાના કર્મ થકી જ સુખ કે દુ:ખ પામે છે. એમાં વળી ભગવાનનો દોષ ક્યાંથી આવે ? મૂળમતિથી જ જીવ વિવેક રહિત થાય છે અને વિવેક વગરનો જીવ કદી પણ સુખી થઈ શકતો નથી. પોતે તો સુખી થતો જ નથી, પણ બીજાને પણ પીડરૂપ બને છે. આવા અભાગિયા જીવ અંતે અધોગતિને પો છે. પોતાના સ્વાર્થ માટે - સ્વાદ માટે બીજા જીવની હિંસા કરી પેટ ભરવું એ મોટામાં મોટું પાપ છે. આવા પાપી જીવ અધોગતિને પામે છે, જે કાઈ પણ યોનિમાં જન્મે છે, ત્યાં તેને દુ:ખ જ પ્રાપ્ત થાય છે. આ દુ:ખ મળવાનું કારણ પોતાનાં કરેલાં પાપકર્મ છે. પાપકર્મથી બચવા અસત્ય ન બોલવું, સત્ય જ બોલવું. કોઈએ નહીં આપલું દ્રવ્ય કદી ચોરીથી લેવું નહીં અવિવેકી મૈથુન સેવન કરવું નહીં - પ્રાજ્ઞપુરુષે બ્રહ્મચર્ય ધારણ કરવું. અપરિગ્રહ રહેવું. અતિભાર ન રાખવું. અતિભાર એ બળદ જેવું છે. ગુરુબોધનો અમૃત રસ જ્યારે જિજ્ઞાસુના અંતરમાં ઉતરે છે ત્યારે તેને ‘ભક્તિ' પ્રગટે છે. ભક્તિમાં વિવેકબુદ્ધિ જાગૃત થાય છે. વિવેક થકી જ માણસ સારા-નરસાની ઓળખ કરી શકે છે. સાચું શું? ને ખોટું શું ? આવા વિચારોમાં વિવેક ન્યાય આપી શકે છે. વિવેકી માણસમાં જ્યારે ભક્તિ પ્રગટે ત્યારે ધર્મપરમાત્માના ગુણગાન - સ્મરણમાં ભક્ત લીન બને છે. તેનું અંતર કરેલા પાપનું ૨૧૨) GetSeeSeeSee ગુરુ-ગ્રંથ મહિમા PSKકહees®es પ્રાયશ્ચિત કરે છે. આ પ્રાયશ્ચિત જ માણસના જીવનમાં પરિવર્તન કરાવે છે. જગપ્રસિદ્ધ દાખલો છે : જેસલ-તોરલ. જેસલે અસંખ્ય પાપો કર્યા, તેને ગુરુત્વરૂપે તોરલે પ્રાયશ્ચિત કરાવી તાર્યા છે. મોટે ભાગે માણસની વૃત્તિ ‘ખાઓ-પીઓ ને મોજ માણો'ની નિમ્ન-વિષયક વાસનામય ભૌતિક ભૂમિકા હોય છે. અહીં ગુરનું મહત્ત્વનું કામ રહેલું હોય છે. વિષયભોગોમાં સડી રહેલા માણસોને વિષયભોગ ઝેર છે, અસાર છે તથા દુ:ખમય છે તથા આ વિષયભોગ જ જન્મ-જરા-મરણ રૂપ સંસારનાં કારણ છે તેવો બોધ આપી - સમજાવી વિષયભોગથી વિરક્ત બનાવનાર ગુરુ હોય છે. ગુરુ કોને કહેવાય તે સમજવું જોઈએ. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી પ્રકાશરૂપ જ્ઞાન આપનાર. આજે વર્તમાનમાં જ્યાં ત્યાં ગુરુઓની હાટડીઓ મંડાઈ રહી છે. જ્યાં અજ્ઞાન અને અંધતાને પુષ્ટિ મળી રહી છે. આવા કહેવાતા ગ્રુઓથી સાવધ રહેવું પડશે. ગુરુમાં દયા-કરુણાની સાથે જ્ઞાન-સંપત્તિ હોય, શીલવા-ચારિત્ર સંપન્ન હોય ખરેખર તે ગુરુ છે. અહીં ગુર = નિરપેક્ષ, પ્રેમાળ - ચારિત્રવાનની વાત છે. કુંભાર માટીના વાસણને ટીપી ટીપીને ઘાટીલું બનાવે છે, તેમ શિષ્યના મનને શુદ્ધ કરે છે. - ગર ક્યારેક શિષ્યનાં કલ્યાણ માટે કઠોર પણ બનતા હોય છે, તો મૂળમાં ગુર તો ફૂલ જેવા કોમળ હોય છે. માણસમાં સુપ્ત રહેલી શક્તિઓને જગાડવાનું કામ ગુરુ કરે છે. યોગ-સાધના-ધ્યાન વગેરે દ્વારા માણસમાં સુષુપ્ત રહેલી શક્તિને જાગૃત કરી વ્યક્ત કરાવનાર ગુરુ છે. જગતના મહાન સદ્ગુરુ, સંતો, સાધુ ભગવંતોએ જગતને એમનો સૌથી મહત્ત્વનો સંદેશ ફક્ત બોધવચનોથી નહીં, કિંતુ પ્રત્યક્ષ આચરણથી આપ્યો છે. આપણા તીર્થંકર ભગવાન મહાવીર, બુદ્ધ કે અન્ય શ્રી રામકૃષ્ણ પરમહંસ, એકનાથ, સંત કબીર, નરિસંહ, મીરાં, રમણ મહર્ષિ, આનંદધનજી, સંત મુનિશ્રી સંતબાલજી, શ્રીમદ્ રાજચંદ્ર વિગેરે જેવા કેટલાંય સંતો-ગુરુ ઓ - એમના પોતાના જીવનવ્યવહારથી જીવન જીવીને છવચારિત્રનો મહાન સંદેશો આપ્યો છે. આવા ચારિત્રવાન ‘ગુરુ' તરીકે બિરુદ પામે છે. આવા ગુરુના આરચણમાં જ એમના વિચારનું અને સાધનાનું પ્રાગટય જોવા મળે છે. માણસના હૃદયમાં રહેલી અજ્ઞાનગ્રંથિ ન થાય એ જ મોક્ષમાર્ગ છે. મોક્ષ અંગે વેદવ્યાસ કહે છે :
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy