SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સુધી એની દોડ ચોપાસની દસ દિશાઓ ભણી હોય છે. એની આગિયારમી દિશા, જે ભીતરમાં આવેલી છે, તે ખૂલતી નથી. માનવીને દસે દિશામાં દોડાવનારી માયાને સંત કબીરે અંધારી રાત કહી છે, તો વળી ક્યાંક શાકિની અને ડાકિની તરીકે વર્ણવી છે. એને મનુષ્યરૂપી પતંગિયાનો નાશ કરનારી દીપકની ઝાળ કહી છે, તો સમગ્ર સંસારને પેદા કરનારી ઠગીની કહી છે. આવી માયાનું ક્ષણિક સુખ ચાર દિવસનું હોવા છતાં માણસ એને પામવા, પકડવા માટે એની પાછળ દોડે છે. માણસને સપનાની જેમ રાજ્ય, ધન વગેરે મળ્યું છે, પણ એ જતાં શી વાર લાગવાની ? સંત કબીરને મન માયા એ મનનો મોહ છે અને સાથોસાથ મોહનું આલંબન પણ છે. માયા એ મનને દોડાવનારી છે અને એ જ માયા માનવીને ધન, સંપત્તિ, સત્તા, પદ, સન્માન વગેરે મોહનું આલંબન અને આધાર પણ બને છે. જો માનવી મોહ કરે જ નહીં, તો એને કોઈ પણ ચીજવસ્તુઓની માયા જાગશે નહીં. આથી જ્યારે એ મોહ કરે, ત્યારે માયા જાગે છે અને પછી એ અજાગૃત હોવાને કારણે એને ધન, સંપત્તિ, કીર્તિ અને જમીન-મકાન સહનો મોહ જાગે છે અને એને કારણે અનર્થ આચરે છે. વળી બને છે એવું કે આ મોહિની માયાને પ્રાપ્ત કરવાના લોભમાં માણસ દોડે છે ખરો, પરંતુ એની ઇચ્છા પ્રમાણે કશું પામતો નથી. એણે ધાર્યા હોય છે તે ભોગ પ્રાપ્ત થતા નથી અને એ બિચારો અધૂરપ અને અતૃપ્તિમાં જ સળગતો રહી જીવન પૂર્ણ કરે છે. સંત કબીર સતત એ ભેદ બતાવે છે કે, માયા તરફ મુખ રાખનાર અને માયાથી વિમુખ રહેનાર બંનેની પ્રકૃતિ અને પરિણામ જુદાં છે. એમના મતે માયા અને છાયા સમાન હોવા છતાં બહુ વિરલ માણસો જ એને સમજતા હોય છે. એ કહે છે કે માયા તો એવી છે કે જે એના તરફ પીઠ રાખે છે, એની પાછળ પાછળ આવે છે, અર્થાત્ માયા પ્રત્યે બેપરવા હોય, તેને બધું પ્રાપ્ત થાય છે અને જે માયાના પડછાયાની પાછળ અહર્નિશ ચાલતા હોય છે, તેની આગળ ને આગળ ભાગતી માયા માનવીને દોડાવતી હોય છે. અંધારી રાત જેવી માયાને કારણે મોહ અને લોભમાં નિદ્રાધીન થયેલા લોકોની કામ અને ક્રોધ જેવા ડાકુઓ દ્વારા લુંટ ચલાવે છે. સંત કબીર એથીય આગળ વધીને કહે છે કે, આ માયા એ તો સૂકાં હાડકાંના ઢગલા જેવી છે અને લોભી મનુષ્ય એ શિયાળ કે કૂતરા જેવો છે. જેમ સૂકાં હાડકાંને પ્રાણીઓ સામસામે > ૨૯ ૦ GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 ખેંચે છે, એ જ રીતે માયાગ્રસ્ત માનવી પોતાની તરફ વસ્તુઓને ખેંચતાં ખેંચતાં મરણને શરણ થાય છે. માનવદેહ મૃત્યુ પામે છે, કિંતુ એનું મન, આશા, તૃષ્ણા કે માયા એ સાથે મૃત્યુ પામતાં નથી, આથી કટના ઉત્પત્તિસ્થાન જેવી માયા એક અર્થમાં ત્રણ શાખાઓવાળું વૃક્ષ છે અને એ શાખાઓનું નામ છે શોક, દુઃખ અને સંતાપ. આ શાખાઓ વિકસતા માનવીને સ્વપ્નમાં પણ શીતળતા સાંપડતી નથી અને અંતે એને એના ફળરૂપે નિરાશા અને દુઃખ મળે છે. - સંત કબીરે દર્શાવ્યું કે મનુષ્યને આકર્ષક લાગતા ભોગો એ હકીકતમાં પતનકારી છે અને કડવો લાગતો ત્યાગ એ વાસ્તવમાં કલ્યાણકારી છે. એક સુંદર દૃષ્ટાંત દ્વારા તેઓ કહે છે કે સહુને મીઠાઇ ખાવાનું મન થાય છે, પરંતુ એ મીઠાઈ શરીરમાં રોગ પેદા કરનારા ઝેર સમાન હોય છે. જ્યારે લોકો લીમડો વાટીને પીતા નથી કે જેનાથી બધા રોગ દૂર થઈ જાય છે. આ રીતે માયાના ક્ષણભંગુર સુખમાં જગત નિમગ્ન રહે છે. જ્યાં મોહ જાય છે, ત્યાં માયા સદા હાજરાહજૂર થઈ જાય છે. માયાના આ સ્વરૂપને સવાંગી રીતે દર્શાવતાં સંત કબીર કહે છે, ‘મન તે માયા ઊપજે, માયા તિરગુણ રૂપ, પૌંચ તત્ત્વ કે મેલ મેં, બાંધે સકલ સરૂપ.' આનો અર્થ એ કે મનના મોહમાંથી જ માયા જાગે છે. એ મનથી ઉત્પન્ન થાય છે અને એમાં સત્, રજ અને તમ્ - એ ત્રણેય ભેગાં થયેલાં હોય છે. પૃથ્વી, જળ વગેરે જળતત્ત્વોના મેળમાં જ મનોમય માયાએ સંપૂર્ણ શરીરોનું નિર્માણ કરી રાખ્યું છે. માયામાંથી મુક્તિ મેળવવાના ઉપાયરૂપે સંત કબીર સારણને બતાવે છે. જ્યાં સંતો વારંવાર ભ્રમણ કરતા આવતા હોય, ત્યાં માયા આવી શકતી નથી. આ રીતે માયાનું સ્વરૂપ દર્શાવીને દસ દિશામાં ઘૂમતા માણસને અગિયારમી દિશા વિશે જિકર કરી. આ અગિયારમી દિશાનાં દ્વાર ખૂલે કઈ રીતે ? બાહ્ય જગતની દશે દિશાઓની દોડમાં એ પદાર્થને શોધે છે, જ્યારે અગિયારમી દિશાની શોધમાં એ પરમાત્માને શોધે છે. બાહ્ય માયા ત્યજીને એ મોહની ગાઢ નિદ્રામાંથી જાગૃત થઈને ભીતર ભણી જાય છે, ત્યારે એની સુષુપ્તિ ચાલી જાય છે અને સહજતાથી આત્મબોધ જાગે છે. - ૩૦ -
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy