SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 આને સચોટ દૃષ્ટાંતથી દર્શાવતાં સંત કબીર કહે છે કે, જેમ જળની વચ્ચે કમળ હોય છે અને કમળની વચ્ચે કળીઓ હોય છે અને કળીઓની વચ્ચે ભમરો નિવાસ કરે છે, એ જ રીતે આપણા દેહમાં હૃદય છે, એ હૃદયમાં વૃત્તિઓનો વાસ છે અને વૃત્તિઓમાં આત્મા નિવાસ કરે છે. આ આત્મા આમ તો બાદશાહ જેવો છે. સ્વામી જેવો અતિસમર્થ છે. માત્ર અફ્સોસ એ વાતનો છે કે એ પોતાના મનનો ગુલામ થઈને અન્યત્ર ભટકે છે. સંત કબીરની વિચારધારાનો સાર એટલો જ છે કે બહાર સુખબોધ છે અને ભીતર આત્મબોધ છે. સંત કબીર આત્મબોધને શ્રેષ્ઠ માને છે. સર્વ સાધનાનો હેતુ એટલો જ છે કે માનવીની ભીતરમાં રહેલા એ આત્મબોધને જાગ્રત કરવો. આત્મખોજ, આત્મજ્ઞાન અને આત્મબોધ એ ત્રણ ઘટક છે. આત્મખોજ સાથે એક શોધ જોડાયેલી છે. બહારની દુનિયામાંથી નીકળીને સાધક ભીતરની દુનિયામાં એની ખોજ શરૂ કરે છે. એને જે શોધે છે, તે એને પામે છે. બીજું આત્મજ્ઞાન એટલે આત્મા વિશેનું જ્ઞાન. આમાં સાધકને જ્ઞાનપ્રાપ્તિ થાય છે, જ્યારે સંત કબીર જેને બોધ કહે છે એ તો પરમજાગૃતિ છે. આવો આત્મબોધ હોય નહીં, તો ભીતર કદી જાગે નહીં. ભીતરના સ્વરૂપની ઓળખ આપતાં સંત કબીર કહે છે કે, ભીતર બે પ્રકારનું હોય છે. એક ભીતર સ્વપ્નમાં ડૂબેલું હોય છે અને બીજું ભીતર સત્યમાં વસેલું હોય છે. એક ભીતરમાં તમે સુષુપ્ત અવસ્થામાં સ્વપ્નદર્શનમાં સમગ્ર જિંદગી પસાર કરી શકો છો, તો એ જ ભીતરમાં તમે જાગૃતિ આણીને આત્મબોધ પ્રાપ્ત કરો છો. ભીતરમાં બંને પ્રકારની ક્ષમતા છે. એક તમને જીવનભર બાહરી માયામાં ડૂબેલા રાખે અને બીજી તમારા જીવનમાં જાગૃતિ પ્રગટ કરે. બાહ્ય દોટ આત્મરોગી બનાવે છે, અંતરની યાત્રા આત્મબોધિ સર્જે છે. સ્વામી રામતીર્થે હ્યું છે, ‘જ્યારે તમે બહારની વસ્તુઓને પકડવા કે પોતાની કરવા ઇચ્છો છો, ત્યારે તે ઠગારી બની તમારા હાથમાંથી ચાલી જાય છે, પણ જો એ અંગે ઉપેક્ષા રાખશો અને પ્રકાશસ્વરૂપ પોતાના આત્મા તરફ મુખ કરશો, તો એ જ ક્ષણથી પરમકલ્યાણકારક અવસ્થા તમારી શોધ કરશે.' આ રીતે જો આત્મબોધના અભાવે સાધક તો ઠીક, કિંતુ યતિ, સતી અને સંન્યાસી પણ ખોટા માર્ગે દોડે છે. ખરી જરૂર ભીતરની જાગૃતિની છે, કારણકે પરમાત્મા ભીતરમાં વસે છે. જો એને બહાર શોધવા જશો, તો પરમાત્મા તો ૩૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C પ્રાપ્ત થશે નહીં, બલકે તમે સ્વયં ખોવાઈ જશો. આ ભીતરની શોધ છે. ‘માંહ્યલા’ના જાગરણની આ વાત છે. સંત કબીર સાત ગાંઠની વાત કરે છે. પાંચો ઇન્દ્રિય છઠાં મન, સત સંગત સૂર્યંત, કહૈ કબીર જમ ક્યા કરે, સાતો ગાંઠિ નિચિંત. આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનને આમ આ છને જેણે સાતમા સત્યચેતન સ્વરૂપમાં જોડી દીધાં છે, એવા સ્વરૂપરત વિવેકીને મન-વાસનારૂપી યમરાજ શું કરશે ? અર્થાત્ તેઓ મનોજયી હોય છે અને તેથી એ યથાર્થ આત્મબોધ પામી શકે છે. સાધકને સ્વ-રૂપની ઓળખ નહીં હોય, તો અજ્ઞાનને કારણે પરોક્ષ અને પ્રત્યક્ષ બાબતોમાં એ એની શોધ કરતો રહેશે. આ પરોક્ષ બાબતો એટલે સંત કબીરના મતે કલ્પિત ઈશ્વરાદિ બાબતો. એમણે બતાવ્યું કે માણસે કેવીકેવી કલ્પનાઓથી ઈશ્વરને મઢી દીધો છે. ઈશ્વર વિશેની પૌરાણિક કથાઓમાં આલેખાયેલાં એમનાં આચરણને જોઈએ તો આપણને આઘાત લાગે! તો શું એને ઈશ્વર માની શકીએ ? આથી જ સ્વ-રૂપના જ્ઞાનના અભાવે આપણે પરોક્ષ બાબતોમાં પરમાત્માની નિષ્ફળ શોધ કરીએ છીએ, જ્યારે કેટલાક જડમાં એની શોધ કરે છે, અર્થાત્ મૂર્તિપૂજા કરે છે. સંત કબીર આ બંને બાબતોનો છેદ ઉડાડે છે અને કહે છે કે, સાધકને યથાર્થ સ્વ-રૂપજ્ઞાન નહીં હોવાને કારણે એ મથુરા, કાશી, કાબામાં ભટકે છે. જેમ મૃગની નાભિમાં કસ્તૂરી છે, એમાંથી જ સુગંધ આવતી હોય છે, પરંતુ એ આ સુગંધની શોધ માટે વનવનમાં ઉદાસ બનીને ફરે છે. પૂર્ણકામ, પૂર્ણતૃપ્ત અને પૂર્ણસંતુષ્ટ સ્વરૂપ આત્મા હુંજ છું એવી સમજના અભાવે માણસ સંસારસુખ પામવા માટે આમતેમ ભટકે છે. સંત કબીર એ વાત પર મહત્ત્વ આપે છે કે, માત્ર ત્યાગ કરવો તે પૂરતું નથી, પરંતુ આત્મબોધ જરૂરી છે. આત્મબોધ એટલે દેહમાં વસતા પરમધન એવા ચેતનઆત્માની જાણ. સંત કબીર ઉલ્લાસભેર કહે છે કે, તમારાં સુખની સર્વ સામગ્રી તમારી પાસે છે. જો તમારી જાતને તમે વશ કરી કશો તો તમારા શરીરની ભીતરમાં જ પુષ્પો અને વૃક્ષોથી મઘમઘતો અને ફૂલેલો-ફાલેલો બાગ બગીચો છે અને એ બાગબગીચામાં એનો સર્જનહાર વસે છે. એમાં જ સાત સમુદ્ર અને અસંખ્ય તારાઓ છે. એમાં જ હીરા અને મોતી છે એને એમાં જ ૩ર
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy