SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999 સરનામું મેળવે છે. મન માનવીને સદૈવ બાહ્ય પ્રતિ દોડાવે છે. સ્વપ્ન એ બહારની વસ્તુ છે અને એને સિદ્ધ કરવા માટેની દોડ એ માયા છે. માયાને કારણે બહાર દોડધામ કરતા માણસને જીવનની કોઈ ઘડીએ એવો ખયાલ નથી આવતો કે એની આખી દોટ અવળી ચાલે છે. એને જવાનું હતું ભીતરમાં અને ગયો, ચાલ્યો, દોડયો, પડવો, આથડચો, પછડાયો બહાર તરફ. પામવાની હતી ભીતરની આધ્યાત્મિકતાને અને પામ્યો બાહ્યની ભૌતિકતાને. એની બહારની દોડે એને આધિ, વ્યાધિ અને ઉપાધિમાં ડૂબાડેલો રાખ્યો, પરંતુ આ સઘળું થયું શા માટે ? એને માટે અન્ય કોઈ દોષિત નથી, કિંતુ વ્યક્તિ પોતે જ દોષિત છે. વ્યક્તિ પોતાને કારણે જ પોતાના જીવનમાં સૌથી વધુ દુ:ખી થતી હોય છે. ભીતરના અંધાપાનું નામ છે માયા. આ માયા અતિછલનામથી છે. એનું કોઈ એક રૂપ નથી, એની કોઈ એક માગ નથી કે એની કોઈ એક ઓળખ નથી. તમારું મન જેની તૃષ્ણા સેવે, તેવો આકાર ધારણ કરે છે. તમારા ચિત્તની ઇચ્છા એ એનો ચહેરો રચે છે અને તમારી કલ્પના પ્રમાણે રૂપ લે છે. આવી અનેક વેષધારી, બહુરૂપી માયામાં જીવતા માનવીને પળની પણ નિરાંત નથી અને છતાં અધ્યાત્મની દૃષ્ટિએ એ કશું પ્રાપ્ત કરતો નથી, કારણકે માયા એ તો વ્યક્તિએ પોતાના મનમાં સર્જેલું સ્વપ્ન છે. માયા એ એની મીઠી ધારણા છે અને માયા એ નવનવ રૂપધારિણી કલ્પના છે. આ માયા કોઈ નિશ્ચિત રૂપ, સ્પષ્ટ આકાર કે કોઈ પદાર્થ નથી. એ માણસને બહાર દોડાવે રાખે છે. આથી જ કબીરસાહેબ એમની આગવી છટાથી કહે છે, ‘આ મોહિની માયાએ તો ભલભલા બુદ્ધિમાનોને મોહમાં નાખ્યા છે. કોઈ એ માયાથી થોડાઘણા લપેટાય, તોપણ એમાંથી બચી શકતા નથી. એનાથી ઊગરી શકતા નથી. એ તો પ્રલોભનના ધનુષ પર લોભનું બાણ ચડાવીને માણસને ભટકાવે છે. માયા કલ્યાણમાર્ગનો સૌથી મોટો અવરોધ છે.' સંત કબીરે માયાનું રૂપ આલેખતાં એમની માર્મિક વાણીમાં કહ્યું. માયા મુઈ ન મન મુવા, મરિ મરિ ગયા શરીર ! આશા તૃષ્ણા ન મુઇ, યોં કથિ કહૈ કબીર ” ‘માયાનું રૂપ કેવું છે ? શરીર વારંવાર મૃત્યુ પામતું રહ્યું, તોપણ માયા કે મન મળ્યાં નહીં અને આશા-તૃષ્ણા પણ સમાપ્ત થઈ નહીં.' જ્યાં સુધી વ્યક્તિ માયા, મન, મોહ અને તૃષ્ણાથી ઘેરાયેલી છે, ત્યાં યોં કવિ કહૈ કબીર” a પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સહુ દસ દિશાઓને સારી પેઠે જાણે છે. ચારેબાજુની આઠ દિશાઓ અને પછી ઉપર અને નીચે - એમ કુલ મળીને દસ દિશાઓ થાય. માનવી મહદ્અંશે એનું જીવન આ દસે દિશાઓ તરફની અહીં-તહીં દોડધામમાં વ્યતીત કરે છે, પરંતુ એ અગિયારમી દિશાથી અજ્ઞાત છે. આ અગિયારમી દિશા એ પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ બાજ નથી. એ માનવીની ઉપર કે માનવીની નીચે આવેલી નથી. આ અગિયારમી દિશા એના ભીતરમાં છે. જીવન આખું સમાપ્ત થઈ જાય અને છતાં એ આ દસ દિશાઓમાં અહીંતહીં ભ્રમણ કરતો ઘૂમતો રહે છે. બહાર ભ્રમણ કરવાથી બાહ્ય ચીજ-વસ્તુ કે ભૌતિક પદાર્થની પ્રાપ્તિ થાય છે, ભીતરની અગિયારમી દિશામાં જવાથી એ સ્વયંનું ૨૭ - ૨૮
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy