SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 6 4 વિનયધર્મ Peon છે, કારણકે વિનય અન્ય ગુણોને ખેંચી લાવે છે. વિનય દ્વારા જ મનનું માધુર્ય એટલે વિનમ્રતા પ્રગટ થાય છે. જ્ઞાતાધર્મકથા સૂત્ર, ઉપાશક દશાંગ સૂત્ર, અંતગડદશાંગ સૂત્ર, ઔપપાતિક સૂત્ર, વિપાક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર આદિ સૂત્રો મુખ્યરૂપે ધર્મકથાનુયોગરૂપે છે. આચારાંગ સૂત્ર, દશવૈકાલિક સૂત્ર આદિ સૂત્રોમાં વિનયધર્મનું સ્વરૂપ વિસ્તૃતપણે જોવા મળે છે. જ્યારે ધર્મકથાનુયોગમાં લૌકિક વિનયધર્મ તેમ જ લોકોત્તર વિનયકથાના માધ્યમ દ્વારા આલેખાયું છે. જેમકે : ૧, જ્ઞાતાધર્મકથા સૂત્ર : વર્તમાનમાં આ સૂત્રમાં ૨૨૫ કથાઓ જોવા મળે છે. તેમાંથી પાંચમી રસકુપ્પિકાનું નામ “શૈલક' છે. આ રસકુપ્પિકામાં ગુરુની વિનમ્રભાવે સેવા, વૈયાવચ્ચ આદિ કરવા તેમ જ ગુરુ પાસે પોતાની ભૂલની વિનયપૂર્વક ક્ષમા માગવી વગેરે શિષ્યના વિનયધર્મનું સુંદર ચિત્રણ અંકિત થયું છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ પ્રભુના સમયની વાત છે. એકવાર શુક અણગાર ગામેગામ વિહાર કરતાં કરતાં શૈલપુર પધાર્યા. ત્યારે શ્રમણોપાસક શૈલક રાજર્ષિ તેમના દર્શનાર્થે આવ્યા. શુક અણગારનો ધર્મોપદેશ સાંભળી શૈલક રાજર્ષિ પ્રતિબોધ પામતાં પોતાના પુત્ર મંડુકને રાજગાદી સોંપી મુખ્ય મંત્રી પંથક સહિત પાંચસો મંત્રીઓ સાથે દીક્ષિત થયા. ત્યાર બાદ શૈલકમુનિ સાધુર્યા અનુસાર પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં પોતાના ગુરુ સાથે વિચરવા લાગ્યા. કાળક્રમે તેમના ગુરુ શુક અણગાર નિર્વાણ પામ્યા. સમય જતાં શૈલકમુનિનું સુખોમાં ઊછરેલું સુકોમળ શરીર સાધુજીવનની કઠોર ચર્યા સહન કરી શક્યું નહીં. લુખ્ખા-સૂકા આહારાદિથી તેમની કાયા રુણ બની ગઈ. ખાજ, પિત્તજ્વરાદિ રોગોના કારણે તેઓ તીવ્ર વેદનાથી પીડિત રહેવા લાગ્યા. વિહાર કરતાં કરતાં તેઓ શૈલકપુરમાં પધાર્યા. ખબર મળતાં તેમના પુત્ર મંડુકરાજા વંદનાર્થે આવ્યા. શૈલકમુનિના રોગગ્રસ્ત શરીરને જોઈને યથોચિત્ત ચિકિત્સા કરાવવા પ્રાર્થના કરી ત્યારે શૈલકમુનિ વિનંતીનો સ્વીકાર કરી રાજાની યાનશાળામાં પાંચસો શિષ્યો સાથે રહ્યા. થોડા દિવસોમાં જ સાધુને યોગ્ય ઔષધ-ભેષજ -ખાન-પાનથી શૈલકમુનિની બીમારી દૂર થઈ ગઈ, કાયા કંચન જેવી બની ગઈ. શૈલકમુનિનો રોગ ઉપશાંત તો થઈ ગયો, પણ સંયમમાં શિથિલતા આવવા લાગી. મનગમતાં ભોજનમાં તેઓ આસક્ત બન્યા. ત્યાંથી વિહાર કરીને અન્યત્ર જવાનો વિચાર પણ માંડી વાળ્યો. ત્યારે અન્ય મુનિઓએ ૦ ૩૧ ૦ છCCT4 વિનયધર્મ P ress એકત્ર થઈને વિચારણા કરી એક પંથકમુનિને તેમની સેવામાં રાખી શેષ સર્વ મુનિઓએ શૈલક અણગારની આજ્ઞા લઈ ત્યાંથી વિહાર કર્યો અને પંથકમુનિ શૈલક અણગારની સેવા-પરિચર્યા કરતા ત્યાં જ ચાતુર્માસ અર્થે રહ્યા. પંથકમુનિ પોતાના ગુરુ શૈલક અણગારની શય્યા, સંહારક, ઉચ્ચાર, પ્રસવણ, કફ માત્રક-અશુચિ પરઠવાની ક્રિયા તેમ જ ઔષધ, ભેષજ, આહારપાણી આદિ અલાનભાવે, વિનયપૂર્વક વૈયાવચ્ચ કરવા લાગ્યા. આમ કરતાંફરતાં કાર્તિકી ચૌમાસીનો દિવસ પણ આવી ગયો. શૈલક અણગાર તો પ્રમાદવશ સંયમજીવનની આવશ્યક ક્રિયાઓ પણ ભૂલી ગયા, જ્યારે પંથકમુનિએ ગુરુનાં ચરણોને પોતાના મસ્તકનો સ્પર્શ કરી વંદન કર્યા ત્યારે મસ્તકનો સ્પર્શ થતાં તેમની નિંદ્રામાં ભંગ પડ્યો અને ક્રોધથી લાલચોળ થઈ પંથકમુનિને કઠોર શબ્દો કહેવા લાગ્યા. ત્યારે પંથકમુનિએ વિનયપૂર્વક વારંવાર ક્ષમા માગી અને કાર્તિકી ચૌમાસી પાણીના પ્રતિક્રમણની આજ્ઞા લેવા ચરણે મસ્તકે મૂકવાની વાત કરી. વાત સાંભળતાં જ શૈલક અણગારની ધર્મચેતના જાગી ઊઠી અને પોતાની ભૂલ સમજાતાં બીજે જ દિવસે પંથકમુનિ સાથે ત્યાંથી વિહાર કરી ગયા. આમ વિનીત શિષ્યને કારણે ગુરુ પાછા સંયમધર્મમાં સ્થિર થયા અને પોતાના જીવનને સાર્થક કર્યું. ૨. ઉપાસક દશાંગ સૂત્ર : આ સૂત્રમાં વિનયમૂલક આગારધર્મનું નિરૂપણ થયું છે. પ્રભુ મહાવીરના સમકાલીન દસ મુખ્ય શ્રાવકોનાં જીવનનું તાદૃશ્ય આલેખન થયું છે. આ સૂત્રના પ્રથમ અધ્યયનનું નામ છે “આનંદ શ્રાવક', જેમાં ગૌતમસ્વામીના વિનયભાવોનું ઉત્કૃષ્ટ સ્વરૂપ જોવા મળે છે. તો આનંદ શ્રાવકની વિનમ્રતાનાં પણ દર્શન થયા વગર રહેતાં નથી. પ્રભુ મહાવીરના સમયની આ ઘટના છે. વાણિજ્ય ગામમાં આનંદ નામે એક ગાથાપતિ રહેતા હતા. તેઓ સુખી, સમૃદ્ધ, સંપન્ન અને પ્રતિષ્ઠિત જીવન વિતાવી રહ્યા હતા. એક વાર પ્રભુ મહાવીર વાણિજ્ય ગામના ડોકલાક સન્નિવેશમાં પધાર્યા. આ વાતની જાણ આનંદ ગાથાપતિને મળતાં તેમને પણ પ્રભુ મહાવીરનાં દર્શનની ઉત્સુક્તા જાગી જેથી તેઓ પણ પ્રભુના વંદનાર્થે ગયા. પ્રભુની દેશનાથી પ્રભાવિત થઈ તેમણે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. ઘરે આવી તેમણે પોતાની પત્ની શિવાનંદાને પણ શ્રાવક ધર્મ સ્વીકારવાની વિનંતી કરી. તેમનાં પત્ની પણ પતિવ્રતા, વિનયી અને સુશીલ હતાં. આથી તેમણે પણ પ્રભુ ૧ ૩૨ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy