SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ©©ન્ડ વિનયધર્મ ©© ઉદ્દેશો ચોથો - આ ઉદ્દેશામાં વિનય સમાધિનાં ચાર સમાધિસ્થાન બતાવવામાં આવ્યાં છે. વિનય સમાધિ સ્થાનના ચાર ભેદ - (૧) વિનયસમાધિ (૨) શ્રુતસમાધિ (૩) તપસમાધિ અને (૪) આચારસમાધિ. તે દરેકના ચારચાર ભેદ છે. (૧) વિનય સમાધિસ્થાનના ચાર ભેદ (૧) જે ગુરુ પાસેથી જ્ઞાન શીખ્યા હોય તેમને પરોપકારી જાણીને હિતશિક્ષા માટે અપાતી શિખામણ સાંભળી અનુશાસનમાં રહે (૨) ગુરૂઆશા સાંભળી તેમનો અભિપ્રાય બરાબર સમજે (૩) ગુરૂઆશાનું પૂર્ણપણે પાલન કરે (૪) અભિમાન ન કરે, આત્મપ્રશંસા ન કરે. (૨) શ્રુતસમાધિસ્થાનના ચાર ભેદ - (૧) લાભનું કારણ જાણી અધ્યયન કરે (૨) અધ્યયન કરવાથી એકાગ્ર ચિત્તવાળા થવાય છે એવું સમજી અધ્યયન કરે (૩) પોતે ધર્મમાં આત્માને સ્થિર કરશે એમ સમજીને અધ્યયન કરે (૪) બીજાને પણ ધર્મમાં સ્થિર કરી શકીશ એ પ્રમાણે વિચારીને મુનિ અધ્યયન કરે. (૩) તપ સમાધિસ્થાનના ચાર ભેદ (૧) આ લોકનાં સુખોની ઉપલબ્ધિ અભિનવ સુખ માટે ન કરે (૨) પરલોકનાં સુખની પ્રાપ્તિ મેળવવા માટે તપસ્યા ન કરે (૩) કીર્તિ, પ્રશંસા માટે ન કરે (૪) માત્ર ને માત્ર કર્મનિર્જરા અર્થે જ તપ કરે. (૪) આચાર સમાધિના ચાર ભેદ (૧) આ લોકનાં સુખો માટે આચારપાલન ન કરે (૨) પરલોકના સુખ માટે આચાર પાલન ન કરે (૩) કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોક પ્રશંસા માટે આચારપાલન ન કરે (૪) જૈન સિદ્ધાંતોમાં કહેલાં કારણો સિવાય અન્ય માટે પણ આચારનું પાલન ન કરે. આ રીતે ચારે પ્રકારની સમાધિના સ્વરૂપને જાણીને પોતાના આત્માને માટે પૂર્ણ હિતકારી અને સુખકારી, કલ્યાણકારી, નિર્વાણપદને પામે, જન્મ-મરણનાં ચક્રમાંથી છૂટી જાય છે, પણ જો થોડાંઘણાં કર્મ બાકી રહી જાય તો અલ્પ કામવિકારવાળા ઉત્તમ કોટિના મહર્ધિક દેવ બને છે. આ રીતે નવના અધ્યયનમાં ચાર ઉદ્દેશો દ્વારા વિનયધર્મની વિવેચના કરવામાં આવી છે, જેનું પાલન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. (ડૉ. પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કયી Ph.D. કર્યું છે. મહાસંઘના ધાર્મિક શિક્ષણ બોર્ડમાં ઉપપ્રમુખ છે. હસ્તલિખિત પ્રતોના સંશોધન કાર્યમાં રસ ધરાવે છે). ©©ન્ડવિનયધર્મ ©©n ધર્મકથાનુયોગમાં વિનયધર્મનું નિરૂપણ - ડૉ. રતનબહેન ખીમજી છાડવા જૈન આગમ સાહિત્ય ભારતીય સાહિત્યની અણમોલ સંપદા છે, જેના પર જિન શાસનનો ભવ્ય પ્રાસાદ અવલંબિત છે. ‘મા જમનાન્ થતે જ્ઞાથને વસ્તુ ન ૪: રિ ૩TH:' અર્થાત્ જેનાથી વસ્તુતત્વનું પૂરેપૂરું સત્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે ‘આગમ’. આ ગ્રંથો કે સાહિત્ય આત્મશુદ્ધિનો માર્ગ પ્રકાશિત કરે છે જેના માધ્યમથી જ જીવ પોતાના આત્મસ્વરૂપને પ્રગટ કરી શકે છે અને તેથી જ તેને ‘આગમ' અવી સંજ્ઞા આપી છે. જૈનાચાર્યોએ સમગ્ર જૈન સાહિત્યને ચાર વિભાગમાં વિભક્ત કરી તેને ચાર અનુયોગ (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણાનુયોગ અને (૪) ધર્મકથાનુયોગ એવાં ગુણાનુસારી નામ આપ્યાં છે. ધર્મકથાનુયોગ પણ આ ચાર અનુયોગમાંથી એક મુખ્ય અનુયોગરૂપે છે. કારણકે ધર્માનુયોગ જનસાધારણને વિશેષ રસપ્રદ હોય છે. તત્ત્વજ્ઞાન કથામાં પીરસાય છે ત્યારે તે જ્ઞાન વધુ રસપ્રદ-રુચિકર બની જાય છે. આ કથાઓ દ્વારા તત્ત્વજ્ઞાનની સાથેસાથે કેટલાંક નૈતિક, સામાજિક, વ્યાવહારિક ભાવો પણ પીરસાય છે. ધર્મકથાનુયોગમાં કથા એ પ્રથમ ભૂમિકારૂપે છે, અર્થાત્ શીતળ છાયા આપનારું વૃક્ષ છે, જ્યારે અનુયોગ એ વૃક્ષનું અમૃતફળ છે. સામાન્યજન શીતળ છાયાનો ઉપયોગ કરે છે, જ્યારે વિદ્વજન અમૃતફળનો સ્વાદ માણે છે. ધર્મકથાનુયોગમાં વિનયમૂલક ધર્મનું પણ સુંદર રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત વિનય છે, આત્યંતર તપ છે. વિનય શબ્દ ‘વિ’ અને ‘ના’ આ બે શબ્દ મળીને બન્યો છે. તેનો વ્યતિપત્તિ અર્થ છે કે જે દોષોને દૂર કરે તે વિનય. ‘વિનતિ અપનાવ નાણાતિ મજ વરાર-મgવર્ષ : વિના:' અર્થાત્ કલેશકારી આઠ પ્રકારનાં કર્મોને જે વિનષ્ટ કરે, ક્ષય કરે તે વિનય.’ બૃહદવૃત્તિ અનુસાર વિનયનાં મુખ્ય બે રૂપ છે. (૧) લૌકિક વિનય અને (૨) લોકોત્તર વિનય. જોકે, જ્ઞાન વિનય, દર્શન નિયમ, ચારિત્ર વિનય, લોકોપચાર વિનય આદિ અનેક પ્રકારે વિનય જોવા મળે છે. સામાજિક, વ્યાવહારિક કે અધ્યાત્મ ક્ષેત્રે વિનય અત્યંત મહત્ત્વનો ગુણ ન ૩૦ ૨ ૨૯ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy