SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ©©ન્ડ વિનયધર્મ ©© પાસે જઈ સહર્ષપણે ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરી જીવનને મર્યાદિત અને સીમિત બનાવ્યું. - ધર્મમય જીવન પસાર કરતાંફરતાં આનંદ શ્રાવકનાં ચૌદ વર્ષ વીતી ગયાં. એક સમયે ધર્મચિંતન કરતાં તેમણે વિચાર્યું કે, લૌકિક જવાબદારીમાંથી મુક્ત બની વધુ ધર્મઆરાધના કરું. આથી સામાજિક જીવનથી પૃથક બની તેમણે સાધુ જેવું જીવન જીવવાનું નક્કી કરી શ્રાવકની અગિયાર પડિમાઓની ભાવપૂર્વક આરાધના કરી. શારીરિક દૃષ્ટિએ તેઓ કૃશ અને નિર્બળ થયા તેમ છતાં તેમની શ્રદ્ધા અને સંવેગભાવમાં વધારો થતાં તેમણે માવજજીવન અનશન સ્વીકાર્યું અને જીવન તેમ જ મરણ બંનેની આકાંક્ષાથી રહિત બની તેઓ આત્મચિંતનમાં લીન બની ગયાં. આનંદ શ્રાવક ને શુભ અને ઉજજવળ પરિણામોના કારણે અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે પ્રભુ મહાવીર પણ વાણિજય ગામ પધાર્યા. ત્યારે ગૌતમસ્વામીએ આનંદ શ્રાવકના આજીવન અનશન વિષયક વાત સાંભળી. આનંદ શ્રાવકના ઘરે પધાર્યા. શરીરથી ક્ષીણ થયેલ આનંદ શ્રાવકે વિધિવત્ વંદન કરી શકે તે માટે ગૌતમસ્વામીને પોતાની નજીક પધારવા વિનંતી કરી. નજીક આવેલા ગૌતમસ્વામીને ભક્તિપૂર્વક વંદન કરી વિનમ્રભાવે પ્રશ્ન પૂછ્યો, ‘ભંતે ! શું ગૃહસ્થને અવધિજ્ઞાન થાય ?' ગૌતમસ્વામીએ કહ્યું, ‘હા, આનંદ ! થઈ શકે છે.' તેના જવાબમાં આનંદ શ્રાવકે પોતાના વિશાળ અવધિજ્ઞાનની વાત કરી. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું, ‘આનંદ ! ગૃહસ્થને આટલું વિશાળ અવધિજ્ઞાન થાય નહિ. તમે અસત્ય બોલ્યા છો, માટે તેની આલોચના કરો.'' આનંદ શ્રાવકે ખૂબ જ વિનયપૂર્વક કહ્યું, ‘ભંતે ! જિન વચનમાં સત્યવચનની આલોચના ન હોય માટે તમે આ સંબંધમાં આલોચના કરો. આ સાંભળી ગૌતમસ્વામી વિચારમાં પડી ગયા અને પ્રભુ પાસે આવી સર્વ હકીકત જણાવીને પૂછ્યું કે, ‘આલોચના અને પ્રાયશ્ચિત્તના ભાગી કોણ ?'' ત્યારે પ્રભુ મહાવીરે કહ્યું, “હે ગૌતમ ! તમે જ આલોચના કરો અને આનંદ પાસે જઈને ક્ષમાયાચના માગો.’’ ગૌતમસ્વામી સરળ અને વિનીત હતા. તેમણે પ્રભુ મહાવીરનું કથન વિનયપૂર્વક સ્વીકાર્યું અને સરળભાવથી પોતાના દોષની આલોચના કરી તેમ જ આનંદ શ્રાવક પાસે જઈને વિનયપૂર્વક ક્ષમાયાચના 6 વિનયધર્મ પણ કરી. ચાર જ્ઞાન અને ચૌદપૂર્વી હોવા છતાં ગૌતમસ્વામીનો કેવો ઉત્કૃષ્ટ વિનયભાવ... જોકે, આનંદ શ્રાવકનો પણ ગૌતમસ્વામી પ્રત્યેનો વિનયધર્મ એટલો જ મહાન હતો. ૩. અંતગડદશા સૂત્ર : આ સૂત્રમાં સિદ્ધ, બુદ્ધ થાય એવા ચમશરીરી નેવું આત્માઓનાં જીવનચરિત્ર મુખ્ય રૂપે વર્ણિત છે. આ સૂત્રના ૩/૮માં અધ્યયનનું નામ ‘ગજસુકુમાલ' છે, જેમાં શ્રીકૃષ્ણ વાસુદેવનું મેઘધનુષરૂપી વ્યક્તિત્વમાંથી શ્રેષ્ઠ એવા વિનયધર્મનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. અરિષ્ટનેમિ પ્રભુના સમયની આ ઘટના છે. શ્રીકૃષ્ણ વાસુદેવના લઘુભ્રાતા ગજસુકમાલ અરિષ્ટનેમિ પ્રભુની ધર્મદેશના સાંભળી પ્રતિબોધિત થઈ દીક્ષિત થયા. દીક્ષાના બીજા દિવસે શ્રીકૃષ્ણ વાસુદેવ અનેક સુભટો સાથે અરિષ્ટનેમિ પ્રભુનાં વંદન-નમસ્કાર કરવા નીકળ્યા. તે સમયે દ્વારકા નગરીની મધ્યમાં થઈને જતાં કૃષ્ણ વાસુદેવે એક શ્રમિક પુરુષને જોયો. તે પુરુષ અતિવૃદ્ધ હતો, કમરમાંથી વાંકો વળી ગયેલો, દુર્બળ તેમ જ ઘણો થાકેલો હતો. તે વૃદ્ધ પુરુષ રાજમાર્ગ પર પડેલા ઇંટના મોટા ઢગલામાંથી એકએક ઇંટ ઉપાડીને પોતાના ઘરની દીવાલ મહામહેનતે ચણતો હતો. આ બધું શ્રીકૃષ્ણ વાસુદેવે જોયું. તેઓ ત્રિખંડાધિપતિ હોવા છતાં કરુણાદ્ર હતા. એક વૃદ્ધ પુરુષને શ્રમ કરતો જોઈ તેમના હૃદયમાં વિનયધર્મ જાગી ઊઠ્યો. તેમણે સુભટોને હુકમ આપવાને બદલે હાથી પર બેઠાબેઠા જ જાતે પોતાના હાથે એક ઈંટ ઉપાડીને તેના ઘરની દીવાલ પર ગોઠવી. આ દશ્ય પાછળ આવતા સુભટોએ જોયું. રાજા પ્રત્યેનો વિનયધર્મ તેઓ પણ કઈ રીતે ચૂકે ? આથી બધા સુભટો પણ એકએક ઈંટ ઉપાડી દીવાલ પર ગોઠવતા ગયા. જોતજોતામાં ઈંટનો ઢગલો ઘરની દીવાલરૂપે ચણાઈ ગયો. આમ વિનમ્ર શ્રીકૃષ્ણ વાસુદેવના એક ઈંટ ઉપાડવાથી તે વૃદ્ધ પુરુષનું કષ્ટ દૂર થઈ ગયું. ત્યાર બાદ એકવાર અરિષ્ટનેમિ પ્રભુ પાસેથી દ્વારકા નગરીના વિનાશનું કારણ તેમ જ પોતાના આગામી ત્રીજી નારકીના ભવની વાત સાંભળી શ્રીકૃષ્ણ વાસુદેવનું મન ખિન્ન થઈ ગયું. તેઓ આર્તધ્યાન કરવા લાગ્યા ત્યારે પ્રભુએ તેમને આશ્વાસન આપતાં કાલાંતરે ત્રીજી નરકમાંથી નીકળીને આગામી ઉત્સર્પિણી કાળમાં ‘અમ' નામના બારમા તીર્થંકર થવાની વાત કરી. આ સાંભળી તેઓ અતિર્ષમાં આવી ગયા. તેમણે દ્વારકા નગરીમાં ઉદ્દઘોષણા કરાવી કે, “જેને પણ • ૩૪ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy