SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 4 વિનયધર્મ Pe Cen સાકાર (બૂતખાના)નું સૌદર્ય માણવું હોય તો મંદિરમાં આવ. તારા કાબામાં (નિરાકાર) તો માત્ર જપ જ છે. અહીં સાકાર અને નિરાકાર બંનેનો સ્વીકાર છે. આ જ અનેકાંત દૃષ્કિોણ છે. મોક્ષની અભીપ્સા ધરાવતો સાધક વિચારશે કે જે ધર્મમાં મારો જન્મ થયો છે એ ધર્મની માન્યતાઓ અને આચરણના નિયમોને કારણે, મારો જે સમાજમાં, જે પ્રદેશમાં, જે વાતાવરણમાં ઉછેર થયો છે એને કારણે મારો વિચારપિંડ ઘડાયો છે, એક દૃષ્ટિકોણ પ્રાપ્ત થયો છે. મારાથી અલગ દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિઓ પણ હોય છે એ મને સ્વીકાર્ય છે. દરેકેદરેક દર્શનમાં સત્યનો અંશ છે, જે અમુક અપેક્ષાએ યથાર્થ છે. દરેક ધર્મના આચારના નિયમો, માન્યતાઓ દેશ અને કાળ સાપેક્ષ છે. દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની, આત્મતત્ત્વની અનુભૂતિનું પૂર્ણ વર્ણન શક્ય નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે - જે પદ દીઠું શ્રીસર્વજ્ઞ જ્ઞાનમાં કહી ન શક્ય એ ભગવંત જો, અવરવાણી એને શું કહી શકે, અનુભવ ગોચરજ્ઞાન જો. સાધક વિચારે છે કે મારે માન્યતાઓના, નિયમોના, દર્શનશાસ્ત્રોના કોઈ પણ વિવાદમાં પડવું નથી. સ્થિર થયા જે ભીતરે, ન કરે વાદ વિવાદ, અંતરમુખી વહેણમાં, સુણે અનાહત નાદ. મારે જાણવું છે કે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું સ્વરૂપ છે મારું ? મૃત્યુ એટલે શું? શું મૃત્યુ પછી જીવન છે ? આવું વિચારતાંવિચારતાં, શાસ્ત્રોનું અધ્યયન કરતાંકરતાં અને સદ્ગુરુના બોધથી એને સમજાય છે કે ભારતમાં ઉદ્દભવેલી બધી જ પરંપરાઓ જીવંત મનુષ્યને આત્મા પર ત્રણ શરીરનાં આવરણ ધારણ કરનાર મનુષ્ય તરીકે સ્વીકારે છે. ૧) સ્થૂળ શરીર અથવા ઔદારિક શરીર (હાડ-માંસનું શરીર). ૨) સૂક્ષ્મ શરીર અથવા તેજસ શરીર. ૩) કારણ શરીર અથવા કામણ શરીર. સ્થૂળ શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો આવેલી છે. મન અને બુદ્ધિનું સ્થાન સૂક્ષ્મ (તેજસ) શરીરમાં છે. ચિત્તનું સ્થાન કારણ (કાશ્મણ) છ Q4 વિનયધર્મ CCT શરીરમાં છે. ચિત્તને કાર્મણ શરીર પણ કહે છે. કષાય, કર્મો, વાસનાઓ, સંસ્કારો આદિનું સ્થાન ચિત્ત છે. આત્મામાં અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ, અનંત કરુણા આદિ ગુણો મલિન ચિત્ત દ્વારા ઢંકાઈ ગયા છે. મૃત્યુ વખતે સ્થૂળ શરીર અહીં છૂટી જાય છે. આત્મા સૂક્ષ્મ શરીર અને કાશ્મણ શરીર સાથે ગતિ કરે છે. ચિત્તની ગુણવત્તાને આધારે પરલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ચિત્તની ગુણવત્તાને આધારે જ બીજો જન્મ મળે છે. ચિત્તનું જેટલે અંશે શુદ્ધિકરણ થાય છે તેટલે અંશે આત્માના ગુણો પ્રગટ થાય છે, દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની, આત્મતત્ત્વની ઝાંખી પ્રાપ્ત થાય છે. સાધકને સમજાય છે કે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી ઉદ્ભવતું સુખ અલ્પકાલીન, પરાધીન અને મનને ચંચળ બનાવનારું છે. ચિત્તના શુદ્ધિકરણને કારણે થતા આત્માના અનુભવનું સુખ દીર્ઘકાલીન, સ્વાધીન અને મનને શાંતિ આપનારું છે. સાધકને સમજાય છે કે જીવનનું દયેય દેહથી પર એવા ચૈત્નયતત્ત્વની, આત્મતત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવામાં છે. આ તત્ત્વ શાશ્વત છે એટલે એને આત્મા નામ આપ્યું. આ તત્ત્વ અનંત છે એટલે એને બ્રહ્મ નામ આપ્યું. આ તત્ત્વ વિશ્વના આધારસમ છે એટલે એને ઈશ્વર નામ આપ્યું. - સાધક સદ્ગુરુને શરણે જઈ એમની પાસેથી માર્ગદર્શન લઈ આહારસંયમ, શરીરસંયમ, ઇન્દ્રિયસંયમ રાખી મનને સ્થિર કરી મનને વિલીન કરી દેહથી પર એવા આત્મતત્ત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવા સાધનાના પંથે પ્રયાણ કરે છે એના મૂળમાં વિનય એટલે કે વિશિષ્ટ દૃષ્ટિકોણ છે, માટે વિનય મોક્ષમાર્ગનું મૂળ છે. સાધક સગુરુને સંબોધીને કહે છે, સદ્ગુરુકો વંદન કરું, શિખાયો એક ખેલા મન મરકટ વશ હો ગયો, ઉતર ગયો સબ મેલ. ખેલ : આત્મસાધનાનો માર્ગ મેલ : કષાય, સંસ્કાર, વાસના, કર્મો આદિ. વિનય (વિશિષ્ટ દૃષ્ટિકોણ, વિશુદ્ધ દૃષ્ટિકોણ, અનેકાંત દૃષ્ટિકોણ)ના પ્રતાપે સાધકને સમજાઈ જાય છે કે - ૧) મળ (ચિત્તમાં રહેલા કષાય, કર્મ, સંસ્કાર, વાસના આદિ), વિક્ષેપ (મનની ચંચળતા) અને આવરણને (અહંકાર) કારણે જ દેહથી પર એવા ચૈતન્યતત્ત્વનો, આત્મતત્ત્વનો અનુભવ થતો નથી. ૨૨ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy