SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ © ©4 વિનયધર્મ @ @ દરમિયાન શ્રોતાને સર કહીને સંબોધતા. સૂત્રોમાં કહ્યું છે - ગામે કૂલે વા નગરે વા દેશે મમત્વભાવ ન કુત્રાપિ કુર્યાત્ | કોઈ પણ વ્યક્તિ કે સ્થળ માટે મમત્વભાવ કરવો જોઈએ નહીં, કારણકે એનાથી અહંકારની વૃદ્ધિ થાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે, માનાદિક શત્રુ મહા, નિજ જીદે ન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. અહંકારનો વિરુદ્ધાર્થી શબ્દ છે વિનય. અહંકાર મોક્ષપ્રાપ્તિમાં બાધારૂપ છે તો વિનય મોક્ષપ્રાપ્તિ માટે આવશ્યક છે. બાર પ્રકારના તપમાં પણ આત્યંતર તપમાંનું એક અંગ વિનય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનનું નામ પણ ‘શ્રી વિનય અધ્યયન’ છે. આ અધ્યયનમાં ૪૮ ગાથા છે. પહેલી ગાથામાં શ્રી સુધર્માસ્વામી, જંબુસ્વામી તથા બીજા સાધુઓને ઉદ્દેશીને કહે છે કે, “સંયોગથી મુક્ત એવા સાધુનો વિનય હું પ્રગટ કરીશ.’ આ અધ્યયનમાં વિનયી શિષ્યની વ્યાખ્યા, અવિનયી શિષ્યની વ્યાખ્યા, વિનયના લાભ, ભિક્ષાટન કરતી વખતનું વર્તન, ગુરુ કોપ પામે તો કેમ વર્તવું, ગુરુ સમીપ કેવી રીતે બેસવું, વાતચીત કેમ કરવી આદિનું વર્ણન કર્યું છે. આ અધ્યયનમાં કુલવાલક મુનિની કથા, અંડરુદ્રાચાર્યની કથા, ત્રણ માંત્રિકોની કથા, બે ચોરનાયકની કથા તથા સેચનક હાથીની કથા પણ છે. | વિનય એટલે શું? સામાન્ય રીતે વિનય નમ્રતાના અર્થમાં વપરાય છે, જેમ કે નમ્ર વાણી, નમ્ર વર્તન આદિ. ઘણી વાર એવું પણ બની શકે કે પરિસ્થિતિને કારણે બહારથી નમ્રતા દેખાતી હોય, પણ ભીતરમાં તો આવેશનો ઝંઝાવાત પણ હોઈ શકે ! મોક્ષમાર્ગ પર પ્રયાણ કરવા માટે વિનય આવશ્યક છે. તો ‘વિનય’નો અર્થ શું? વિનયી થવું એટલે નમ્ર થવું, નરમ બનવું. લોખંડને ગરમ કરીએ તો એ નરમ બને છે અને પછી જ એમાંથી ઉપયોગી ઓજારો બને છે. માટીને ખેડી, પાણી પાઈ નરમ બનાવી ખેડૂત માટીમાંથી પાક ઉપજાવે છે. લોટ બાંધી, લોટને ગુંદી નરમ કરવાથી જ એમાંથી પોચી, હલકી રોટલી બને છે. નરમ બન્યા - ૧૯ - છ Q4 વિનયધર્મ CCT બાદ જ ઉચ્ચતમ સ્થાન આ બધાને મળે છે. ઝંઝાવાત આવે ત્યારે અક્કડ ઊભેલાં વૃક્ષો ઊખડી જાય છે, પણ ઘાસ નમી જાય છે એટલે ઊખડતું નથી. શાસ્ત્રોમાં કહ્યું છે : વિણયા નાણે નાણાઓ દંસણ દંસણાઓ ચરણં ચ | ચરણાવિંતો મોકો મોકખે સુકનું નિરાધાર || વિનયથી (સમ્ય) જ્ઞાન, જ્ઞાનથી (સમ્ય) દર્શન, દર્શનથી (સમ્ય) ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષમાં નિરાબાધ સુખ છે. વિનયથી જ્ઞાન થાય છે. વિનય મોક્ષમાર્ગનું મૂળ છે. એટલે શું ? વિનયને અલગ દૃષ્ટિકોણથી મૂલવવો પડશે. | નય શબ્દને વિ પૂર્વગ લાગવાથી વિનય શબ્દ બને છે. નય એટલે દૃષ્ટિકોણ, વિ એટલે વિશિષ્ટ, વિ એટલે વિશુદ્ધ, વિનય એટલે વિશિષ્ટ દૃષ્ટિકોણ, વિશુદ્ધ દૃષ્ટિકોણ! આચરણની પાછળનું પ્રેરકબળ દૃષ્ટિકોણ છે. Attitude decides Altitude. તમારો દૃષ્ટિકોણ જ તમારી ઊર્ધ્વગતિનું કારણ છે. જેમ વ્યક્તિને જે સ્થળે પહોંચવું હોય તો એ સ્થળ સુધી પહોંચવાના માર્ગની જાણકારી આવશ્યક હોય છે, તેમ મોક્ષપ્રાપ્તિ માટેના માર્ગની જાણકારી પણ આવશ્યક છે જે વિચારધારા, દૃષ્ટિકોણ પર અવલંબિત છે. મોક્ષગામિની વિચારધારા એટલે જ વિશિષ્ટ દૃષ્ટિકોણ, વિશુદ્ધ દૃષ્ટિકોણ અથવા અનેકાંત દૃષ્ટિકોણ જેનું બીજું નામ છે વિનય. હરિભદ્રસૂરિ મહારાજસાહેબે કહ્યું છે : સૂક્ષ્મબધ્યા સદા ઝેયો ધર્મો ધર્માર્થિભી નરેઃ | અન્યથા ધર્મ બદ્ધવ ધર્મહાનિ પ્રજાયતે || ધર્મનો (આત્માનુભૂતિનો) અર્થ સમજવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિએ સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મનો અર્થ સમજવો જોઈએ. જો ધર્મબુદ્ધિથી (સાંપ્રદાયિક માન્યતાઓથી) ધર્મનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશે તો ધર્મની હાનિ થશે એટલે કે ધર્મનો યોગ્ય અર્થ સમજાવશે નહીં. મારી દષ્ટિએ સૂક્ષ્મ બુદ્ધિ એટલે અનેકાંત દૃષ્ટિકોણ એટલે કે વિનય. દેખના હૈ હુન્નકે જલવે તો બૂતખાનેમેં આ, તેરે કાબૂમેં તો વાઈઝ ! ખુદાકા નામ હૈ. ૨૦
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy