SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ©©CQ વિનયધર્મ ©©n. ૨) ચિત્તને શુદ્ધ કરવું એ જ ધર્મ છે. ૩) કષાયને મંદ કરી એનો નાશ કરવો એ જ ધર્મ છે. ખૂલીને બંધ થાય પલક, એટલી વારમાં મળે ઝલક, એવો છે મરમનો મલક, સાવ અલ્પ લાગે આ ખલક. સુરનર મુનિવર સહુ ઝંખે એ દેશ, કો’ક ભસમ લગાડે તો કો'ક મુડે કેશ, પહોંચવા ત્યાં કામ ન આવે કોઈ વેશ, થાય ચિત્ત શુદ્ધ તો જ મળી શકે પ્રવેશ. ©ન્ડવિનયધર્મ c©©n દશવર્ષાલક સૂત્રના સંદર્ભમાં વિનયધર્મના વિવેચના - ડૉ. પાર્વતી નેણશી ખીરાણી પૂર્વભૂમિકા : વિનય : વિવેn . મોક્ષની પ્રતિ તિ વિન’ અર્થાત્ જે જીવને મોક્ષમાર્ગમાં વિશેષ પ્રકારે પ્રસ્થાન કરાવે છે તે વિનય. વિનય સર્વ ગુણોમાંથી શ્રેષ્ઠ ગુણ છે. શ્રીમંતાઈ જેમ સઘળાં ભૌતિક સુખનું કારણ છે એમ વિનય સર્વ આત્મિક ગુણોનું કારણ છે. જે આત્મિક ગુણોનો વિકાસ કરાવે છે. વિનય એટલે માત્ર નમ્ર બનવું કે માનપૂર્વક વચનનું ઉચ્ચારણ કરવું એટલું જ નહિ, પરંતુ વિરોધીઓ પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ અને તેના હિતની ઈચ્છા પ્રમાણેનું વર્તન. જેઓ આત્માનું હિત ઈચ્છતા હોય તેમણે પોતાના આત્માને વિનયધર્મમાં સ્થાપિત કરવો જોઈએ. જ્યાં વિનય છે ત્યાં આત્માનો વિજય છે. વિનય જૈન ધર્મનું હાર્દ છે. એને ધર્મનું મૂળ કહ્યું છે. આગમ સિદ્ધાંતોમાં યત્ર-તત્ર એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એવું જ એક આગમ છે દશવૈકાલિક સૂત્ર, જેમાં વિનયનું પ્રરૂપણ કેવી રીતે થયું છે એનું વિવેચન પ્રસ્તુત છે. દશવૈકાલિક સૂત્ર :- આ એક મૂળસૂત્ર છે. મૂળસૂત્ર એટલે જેમાં જૈન ધર્મનાં મૂળ સિદ્ધાંતો, વિચારો, ભાવનાઓ અને સાધનાનું પ્રતિપાદન હોય. દશ= સંખ્યાવાચક દશ અધ્યયનનો સૂચક, વૈકલિકનો સંબંધ રચના નિયંહણથી છે. વિકાસનો અર્થ છે સંધ્યા. આચાર્યએ એની શરૂઆત મધ્યાહુને કરીને સંધ્યાકાળે પૂર્ણ કર્યું હશે અથવા તો બીજી માન્યતા પ્રમાણે દશ વિકાસ (સંધ્યા)માં એની રચના થઈ હશે અને વિકાલમાં જ પૂર્ણ થઈ હશે, કાં તો એના રચયિતા શય્યભવાચાર્ય ૧૪ પૂર્વધર હોવાને કારણે કાલને લક્ષ્ય કરીને એનું નિર્માણ કર્યું માટે દશવૈકાલિક નામ રાખ્યું (મુંબઈસ્થિત શ્રી સુરેશભાઈ ગાલા સાધક અને જૈન ધર્મના અભ્યાસુ છે. એમણે ‘અનહદની બારી’, ‘અસીમને આંગણે’, ‘મરમનો મલક’, ‘આયંબિલની ઓળી’, ‘યોગસાધના અને જૈન ધર્મ’, ‘ભગવદ્ગીતા અને જૈન ધર્મ' એમ છે પુસ્તકો લખ્યાં છે. ‘અસીમને આંગણે’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી અનુવાદ વિભાગનું પારિતોષિક પ્રાપ્ત થયું છે). હશે. આ સૂત્રમાં મુનિજીવનની આચારસંહિતાનું વર્ણન છે. એનાં દશ અધ્યયનોમાં ઉચ્ચ કોટિનું આદર્શ મુનિજીવન કેવું હોય તેનું નિરૂપણ છે, માટે એનો સમાવેશ ચરણકરણાનુયોગમાં થઈ શકે. એમાં સાધુજીવનના આચાર-ગોચરની સાથેસાથે જીવવિઘા-યોગવિઘા જેવા મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા પણ કરી છે. આચારપ્રધાન સૂત્ર હોવાને કારણે એમાં વિનયનું મહત્ત્વ હોય એ સહજ છે, કારણકે આચારની છે ૨૪ –
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy