SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ©©4વિનયધર્મ P©©n વિનય : આત્મસાધનાની ર્દષ્ટિએ - સુરેશભાઈ ગાલા ©©CQ વિનયધર્મ ©©n વિનયના તાલે આધ્યાત્મિક વિનયમાં ગતિ કરવાનું કહ્યું છે અને અંતે આચાર્ય ઉમાસ્વાતિ મહારાજે ‘પ્રશમરતિ' ગ્રંથમાં પ્રગટ કરેલી ભાવના વિનયગુણના અંતસ્તલને સ્પર્શે છે. તેઓ કહે છે. 'विनयफल शुश्रूषा, गुरु शुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्वितिफलं चाखव निरोध ॥ संवरफलं तपोबलमय तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवत्तेरयोगित्वम् ॥ योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्तिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥' અર્થાત્ વિનયનું ફળ ગુરૂશુશ્રુષા છે. ગુરુશુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આસ્રવનિરોધ છે. આસવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા છે. એનાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયા નિવૃત્તિથી અયોગિવ થાય છે. આયોગિવ એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાત્ ભવપરંપરાનો થાય થાય છે, એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિનય સર્વ કલ્યાણોનું ભાજન છે.' | (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉ. કુમારપાળભાઈએ સો જેટલા ગ્રંથોનું સર્જન સંપાદન કર્યું છે. દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મ વિશે પ્રવચનો આપે છે. ગુજરાત વિશ્વકોશ અને જૈન વિશ્વકોશ સાતે જોડાયેલા છે). એક વાર્તા વાંચી હતી. છ સંન્યાસીઓ સાથે મુસાફરી કરી રહ્યા હતા. મંદિરમાં રાતવાસો કરતા હતા. છ સંન્યાસીઓમાંના એક સંન્યાસી પૂર્વાશ્રમમાં ઘણા શ્રીમંત હતા. એમણે લખલૂટ સંપત્તિનો ત્યાગ કરી દીક્ષા લીધી હતી. આ ત્યાગનો એમને અહંકાર હતો. આ સંન્યાસી વાતચીત દરમિયાન ઘણી વાર બોલતા કે, ‘મેં તો અપાર સંપત્તિને લાત મારી સંન્યાસ લીધો છે.' એક દિવસ એક સંન્યાસીએ એમને કહ્યું કે, ‘તમે સંપત્તિને લાત મારી સંન્યાસ લીધો છે, પણ તમારી લાત બરાબર લાગી નથી. તમને તમારા ત્યાગનો અહંકાર છે જે મોક્ષપ્રાપ્તિ માટેની મોટામાં મોટી બાધા છે !' સામાન્ય રીતે લોકોને ધનનો, રૂપનો, ગુણનો, સત્તાનો અહંકાર હોય છે તો કેટલાકને ત્યાગનો પણ અહંકાર હોય છે ! મારી દષ્ટિએ દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવા માટેની સૌથી મોટી આડખીલી અહંકાર છે. ગંગાસતી પણ કહે છે : માન રે મૂકીને આવો ને મેદાનમાં માનને એટલે કે અહંકારને મૂકીને આત્મસાધનાના મેદાનમાં આવવાનું આહવાન આપે છે ! ઘોર તપસ્યા કરતા બાહુબલિને પણ એમની બહેનો બ્રાહ્મી અને સુંદરી કહે છે, ‘ગજથી હેઠા ઊતરી વીરા’. ગજ એટલે અહંકાર. અહંકાર હોવાને કારણે બાહુબલિને કેવળજ્ઞાન થતું ન હતું. મોક્ષપ્રાપ્તિની ઇચ્છા ધરાવતા સાધકે અહંકારથી મુક્ત થવા માટે વિનયી થવું પડે છે. આ પ્રયાસ છે, જે જરૂરી છે. સાધકનો વિનય સહજ હોતો નથી. અહંકારના સંપૂર્ણ વિસર્જનને પરિણામે ઉદ્દભવતો વિનય સાહજિક છે જે કેવળજ્ઞાનીઓને હોય છે ! સાહજિક વિનય જ્યાં સુધી ન ઉદ્ભવે ત્યાં સુધી પ્રયાસપૂર્વક પણ વિનયી રહેવું એ સાધકનું લક્ષણ છે. જે. કૃષ્ણમૂર્તિ પ્રશ્નોત્તરી ૧૮ હે ભંતે ! આપનું અગાધ જ્ઞાન અમારા આત્માનું અનંત કાળનું અજ્ઞાન દૂર કરનારું છે અ... આપની અખલિત વહેતી જ્ઞાનધારા પરમ હિતકારી છે... આ અબોલ જીવ પર આપનો મહાઉપકાર છે... અમારા સદ્ભાગ્યે આપણા સબોધથી ધર્મની સાચી સમજણ પ્રાપ્ત થઈ છે... અમારી વંદના સ્વીકારો...
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy